Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના પોશ વિસ્તારના એમેથીસ્ટ વેલનેસ સ્પા સેન્ટરમાં ભારે ધિંગાણું:પ્રેગ્નેન્ટ મહિલાએ પ્રાઇવેસી ભંગ અને છેડતીનો ગુનો નોંધાવ્યો, સ્પા સંચાલકોએ દંપતી સામે હુમલાનો કેસ કર્યો

    1 week ago

    સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં કલ્પ બિઝનેસ સેન્ટર ખાતે આવેલા જાણીતા 'એમેથીસ્ટ વેલનેસ એન્ડ સ્પા' સેન્ટરમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 4 મહિનાની ગર્ભવતી મહિલાએ સારા ઓનલાઇન રિવ્યુ જોઈને અહીં ફિઝિયોથેરાપી અને મસાજ સેશન બુક કરાવ્યું હતું. સેન્ટર દ્વારા માત્ર મહિલા સ્ટાફ જ સેવા આપશે તેવી સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હોવા છતાં, સેશન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં મોટો વિવાદ સર્જાયો હતો. આ મામલો જોતજોતામાં ઉગ્ર બનતાં ઉમરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ગુના નોંધવામાં આવ્યા છે. થેરાપી સેશન વચ્ચે અજાણ્યો પુરુષ રૂમમાં ઘૂસી જતાં મહિલા હેબતાઈ ગઈ પીડિત મહિલાના જણાવ્યા મુજબ, તેનું મસાજ સેશન શરૂ થયાના આશરે 10થી 15 મિનિટ બાદ તેને રૂમમાં કોઈની હાજરી અને અવાજનો અહેસાસ થયો હતો. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે આગળ રિસેપ્શનિસ્ટ મહિલા સાથે એક અજાણ્યો યુવક ઊભો રહીને તેને સતત જોઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ મહિલા હેબતાઈ ગઈ હતી અને પોતાની પ્રાઇવેસી જોખમાતાં તેણે તાત્કાલિક જોરથી બૂમાબૂમ કરી દીધી હતી. મહિલાએ વિરોધ કરતાં જ બંને વ્યક્તિઓ તરત જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેના પગલે મહિલાએ અંદરથી રૂમ લોક કરીને કપડાં બદલી લીધા હતા. મેલ સ્ટાફની હાજરીનો સાફ ઇનકાર કરતાં વિવાદ વધુ વકર્યો આ અણધારી ઘટના બાદ પીડિતાએ તાત્કાલિક તેના પતિને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી ઘટનાસ્થળે બોલાવ્યા હતા. દંપતીએ સેન્ટરના મેનેજર કે ઓનરનો સંપર્ક નંબર માંગી ખુલાસો માંગ્યો હતો કે મહિલા સેશનમાં પુરુષ સ્ટાફ કેમ અંદર આવ્યો. જોકે, સ્પાના કર્મચારીઓએ કોઈ સંતોષકારક જવાબ આપવાને બદલે એવો બચાવ કર્યો હતો કે તેમના સેન્ટરમાં કોઈ મેલ સ્ટાફ કામ જ કરતો નથી. સ્ટાફ દ્વારા સંપૂર્ણપણે અવગણના કરવામાં આવતાં અને દોઢ કલાક બાદ આવેલા મેનેજરે પણ કોઈ ખેદ કે પસ્તાવો વ્યક્ત ન કરતાં માહોલ વધુ ગરમાયો હતો. ઉમરા પોલીસે મહિલાની ફરિયાદ પર છેડતી અને પ્રાઇવેસી ભંગનો ગુનો દાખલ કર્યો પોતાની સાથે થયેલા અસભ્ય વર્તન અને ગંભીર બેદરકારી સામે મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી લેખિત ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે માત્ર ફીમેલ સ્ટાફની હાજરીની ખાતરી આપ્યા છતાં બંધ રૂમમાં અજાણ્યા પુરુષને પ્રવેશવા દઈ તેની શારીરિક પ્રાઇવેસીનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે અને છેડતી કરવામાં આવી છે. આ ફરિયાદના આધારે ઉમરા પોલીસે બી.એન.એસ. (BNS) ની કલમ 77 સહિતની સુસંગત જોગવાઈઓ હેઠળ અજાણ્યા પુરુષ અને સ્પા સંચાલકો વિરુદ્ધ વિધિવત ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. સામે પક્ષે સ્પા કર્મીએ દંપતી વિરુદ્ધ તોડફોડ અને હિંસાની વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, એમેથીસ્ટ વેલનેસ સેન્ટરમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતી 20 વર્ષીય કર્મચારી દિપા સાહુએ પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં મહિલા ગ્રાહક સિમરન શર્મા અને તેના પતિ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. સ્ટાફની ફરિયાદ મુજબ, મહિલાએ થેરાપી રૂમમાંથી બહાર આવીને "મારા રૂમ પાસે પુરુષ આવ્યો હતો" તેમ કહી ગાળાગાળી અને થપ્પડ મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ આવેલા તેના પતિએ ઉશ્કેરાઈ જઈ રિસેપ્શન કાઉન્ટર પર પડેલો માર્બલ પથ્થર, કાચની બોટલ અને લાકડાનું બોક્સ કર્મચારીઓ તરફ ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો તેમજ સેન્ટરમાં હંગામો મચાવી નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી ઉમરા પોલીસે સ્પા કર્મચારીની ફરિયાદના આધારે મહિલા અને તેના પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 324(2) અને 351(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આમ, એક જ ઘટનામાં મહિલાની છેડતી-પ્રાઇવેસી ભંગ અને બીજી તરફ સેન્ટરમાં તોડફોડ-હુમલાની સામસામી એફઆઇઆર નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં ઉમરા પોલીસની ટીમ સ્પા સેન્ટર અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ખરેખર રૂમમાં કોણ ગયું હતું અને ત્યારબાદ રિસેપ્શન પર કેવી રીતે હિંસા થઈ તે તમામ પાસાંઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રમુખ બ્રિજ પાસે એમ્બ્રોઇડરી કારીગર પર ડમ્પર ફરી વળ્યું:નાઇટ શિફ્ટ પતાવી ઘરે પરત ફરતા હતા ને ડમ્પરે બાઇકને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
    Next Article
    તારો સોનાનો ચેન અને વીંટી આપ ફોટા પાડવા છે કહી:ભાણેજ મામાના રૂ.13.50 લાખના સોનાના દાગીના ઓળવી ગયો, યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment