Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રમુખ બ્રિજ પાસે એમ્બ્રોઇડરી કારીગર પર ડમ્પર ફરી વળ્યું:નાઇટ શિફ્ટ પતાવી ઘરે પરત ફરતા હતા ને ડમ્પરે બાઇકને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

    1 week ago

    સુરતમાં બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ડીંડોલી પ્રમુખ બ્રિજ પાસે સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલ ડીંડોલીની મહાદેવ નગર સોસાયટી વિભાગ-4માં રહેતા 42 વર્ષીય નીલકંઠભાઈ દોલતભાઈ પાટીલ એમ્બ્રોઇડરીના ખાતામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.આજે વહેલી સવારે તેઓ પોતાની નાઇટ શિફ્ટ પૂર્ણ કરીને મોટરસાઇકલ પર સવાર થઈ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે મોત નીલકંઠભાઈ પોતાની બાઇક લઈને પ્રમુખ બ્રિજથી સાઈ પોઇન્ટ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બેફામ ડમ્પર ચાલકે તેમની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે નીલકંઠભાઈ રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનું પાછળનું વ્હીલ સીધું જ તેમના માથા પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મૃતક નીલકંઠભાઈના આકસ્મિક નિધનથી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતના આખા પરિવારે કમાનાર આધારસ્તંભ ગુમાવતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતાં ડીંડોલી પોલીસ કાફલો તરત જ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કચરા ગાડીના 2 ડ્રાઈવર દારૂના નશામાં ઝડપાયા:વલસાડના મોગરાવાડીમાં સ્થાનિકોએ રોક્યા, ટેમ્પોમાંથી દારૂની પોટલીઓ મળી
    Next Article
    સુરતના પોશ વિસ્તારના એમેથીસ્ટ વેલનેસ સ્પા સેન્ટરમાં ભારે ધિંગાણું:પ્રેગ્નેન્ટ મહિલાએ પ્રાઇવેસી ભંગ અને છેડતીનો ગુનો નોંધાવ્યો, સ્પા સંચાલકોએ દંપતી સામે હુમલાનો કેસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment