Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલ નજીક એક્સપ્રેસવે પર કારનું ટાયર નીકળી ગયું:અકસ્માતમાં રાજસ્થાનના ત્રણ યુવાન ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

    10 hours ago

    પંચમહાલના કાલોલ તાલુકાના પીગળી નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક કારનું ટાયર નીકળી જતાં અકસ્માત થયો હતો. કાર પૂરઝડપે દોડી રહી હતી ત્યારે અચાનક આગળનું ટાયર નીકળી ગયું હતું. જેના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારમાં રાજસ્થાનના ત્રણ યુવાન સુરતથી રતલામ જઈ રહ્યા હતા. અકસ્માતમાં સુરેશભાઈ કે. બિસ્નોઈ અને ઓમપ્રકાશ બિસ્નોઈ સહિત ત્રણ યુવાન ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 1033 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. એક યુવાનની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ રીફર કરાયો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરની પરવાનગી:ગરબા સ્થળની 200 મીટર સુધી ટ્રાફિક ન થાય તેની જવાબદારી આયોજકની, સિક્યુરિટી માટે બે જવાબદાર વ્યક્તિ ફરજિયાત
    Next Article
    વકીલોની હડતાલનો અંત, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જાહેરાત:સરકાર સાથે બેઠક બાદ નિર્ણય, ભાડૂઆત-મિલકત સંબંધિત સત્તા જ્યુડિશિયરી પાસે જ રહેવા દેવાની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment