Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલોની હડતાલનો અંત, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જાહેરાત:સરકાર સાથે બેઠક બાદ નિર્ણય, ભાડૂઆત-મિલકત સંબંધિત સત્તા જ્યુડિશિયરી પાસે જ રહેવા દેવાની ખાતરી આપી

    16 hours ago

    ભાડા વિધેયકને લઈને 6 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાલનો અંત આવ્યો છે. વકીલો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ ભાડા વિધેયકમાં જરૂરી સુધારા કરવા માટે 5 સભ્યોની કમિટી રચવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તા જ્યુડિશિયલ ઓથોરિટી પાસે જ રહે તે અંગે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હોવાનું વકીલ આગેવાનોએ જણાવ્યું છે. બાર કાઉન્સિલના ચેરમેન પી.ડી. પટેલના જણાવ્યા મુજબ, ભાડા વિધેયકને લઈને વકીલોમાં નારાજગી હતી અને તેઓ કામકાજથી અળગા રહ્યા હતા. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી તેમજ બાર કાઉન્સિલના સભ્યો સાથે પણ ચર્ચા થઈ હતી. સરકાર દ્વારા નવા કાયદાની સમીક્ષા કરવા માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવશે અને કમિટી દ્વારા સૂચવવામાં આવેલા સુધારા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. કલેક્ટરને આપવામાં આવતી સત્તાનો મુદ્દો રદ કરાશે સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જયશંકર પ્રજાપતિએ જણાવ્યું કે, વકીલોને સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે. વર્તમાન કાયદા અને નવા કાયદાની જોગવાઈઓને તારવીને જરૂરી ફેરફાર કરવામાં આવશે. ખાસ કરીને ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તા જ્યુડિશિયરી પાસે જ રહેશે, જ્યારે કલેક્ટરને સત્તા આપવાનો મુદ્દો રદ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી આવેલો કાયદો સીધો લાગુ કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ કાયદાનો અભ્યાસ કર્યા બાદ વકીલોએ પોતાના મુદ્દા સરકાર સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ શરૂઆતમાં તેમની માંગણીઓ માન્ય રાખવામાં આવી નહોતી અને વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. તેના વિરોધમાં વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. આવતીકાલથી કોર્ટનું કામકાજ શરૂ થશે અમદાવાદ ક્રિમિનલ કોર્ટના જગતભાઈ ચોક્સીએ જણાવ્યું કે, વકીલોએ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે સરકાર દ્વારા કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યુડિશિયલ ઓથોરિટી પાસે જ પાવર રહેશે તેવી ખાતરી મળી છે. વકીલ આગેવાનોના જણાવ્યા મુજબ, સરકાર સાથેની ચર્ચા અને મળેલા આશ્વાસન બાદ વિરોધ સમેટી લેવામાં આવ્યો છે. આવતીકાલથી કોર્ટમાં કામગીરી રાબેતા મુજબ શરૂ થશે. વકીલોનું કહેવું છે કે આ વિધેયકમાં અદાલતની સત્તાઓ રાજ્યના એડમિનિસ્ટ્રેશનને સોંપવામાં આવી છે, જે કાયદાઓથી વાકેફ ન હોય. વળી ભાડા અને ભાડુઆતને લગતી બાબતમાં ન્યાયિક સત્તા એડમિનિસ્ટ્રેશન પાસે જતા ભાડુઆતોના હિત જોખમમાં આવી શકે છે. સરકાર અને મોટા બિલ્ડર્સ તેમના હિત વિરુદ્ધમાં કાર્ય કરી શકે છે.હાલમાં આ બિલ રાજ્યપાલની સહી માટે પેન્ડિંગ છે. ત્યારે તેને રદ્દ કરીને જુનો કાયદો ચાલુ રાખવો જોઈએ. હવે આ મુદ્દો ભાડા વિધેયક પૂરતો સીમિત નથી, ભાડા વિધેયકોનો વકીલો કેમ વિરોધ કરે છે? અ ત્યાર સુધી જૂના કાયદા હેઠળ મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે થતા તકરાર કે વિવાદના તમામ દાવાઓ સ્મોલ કોઝીઝ કોર્ટમાં દાખલ થતા હતા અને તેની કાનૂની કાર્યવાહી તાલીમબદ્ધ ન્યાયાધીશો સમક્ષ યોગ્ય રીતે ચલાવવામાં આવતી હતી. ​પરંતુ સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા કાયદાના ડ્રાફ્ટમાં આ સત્તા સ્મોલ કોઝીઝ કોર્ટ પાસેથી આંચકીને નાયબ કલેક્ટર અથવા મદદનીશ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓને ભાડા સત્તા અધિકારી તરીકે આપી દેવામાં આવી છે. જેનો વકીલો વિરોધ કરી રહ્યા છે. વકીલોના વિરોધનું મુખ્ય કારણ એ છે કે આ ડ્રાફ્ટ બનાવતા પહેલાં કોઈ સૂચનો મગાવવામાં આવ્યા નથી. ઉપરાંત કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓ કાયદાની જોગવાઈઓ અને પ્રક્રિયા માટે યોગ્ય રીતે તાલીમબદ્ધ હોતા નથી, તેથી તેમને જજ તરીકે નીમી શકાય નહીં. સાથે જ વકીલો માટે કોર્ટ કેમ્પસ છોડીને કલેક્ટર કચેરીઓ કે કોર્પોરેશનના અલગ-અલગ ઝોનમાં જઈ કેસ લડવાનું ખૂબ મુશ્કેલ બનશે અને પક્ષકારોને પણ યોગ્ય ન્યાય મેળવવામાં તકલીફ પડશે.
    Click here to Read More
    Previous Article
    કાલોલ નજીક એક્સપ્રેસવે પર કારનું ટાયર નીકળી ગયું:અકસ્માતમાં રાજસ્થાનના ત્રણ યુવાન ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર
    Next Article
    11 ફૂટનો વિશાળકાય મગર સાંબેલા ગામે લટાર મારવા નીકળ્યો:ગાંધીનગરના મધરાતે ગ્રામજનો ફફડી ઉઠ્યા, વન વિભાગની જહેમતથી મોટી હોનારત ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment