Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડનો ઓવરબ્રિજ બન્યો ‘વિજ્ઞાન ગેલેરી’:હોમી ભાભાથી એ.પી.જે. અબ્દુલ કલામ સહિતના વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી સજ્જ

    9 hours ago

    વલસાડના નવા ઓવરબ્રિજને હવે જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રગૌરવ સાથે જોડવામાં આવ્યો છે. તેને માત્ર વાહનવ્યવહાર પૂરતો સીમિત રખાયો નથી. ઓવરબ્રિજના પિલરો પર હોમી ભાભા, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, સી.વી. રામન, વિક્રમ સારાભાઈ, સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર અને જગદીશચંદ્ર બોઝ જેવા મહાન વૈજ્ઞાનિકોના ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ વિચાર તત્કાલીન કલેકટર ભવ્ય વર્માનો હતો. તેને વર્તમાન કલેકટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ આગળ વધારાયો. આ ચિત્રો આર એન્ડ બી (સ્ટેટ)ના ઓવરબ્રિજ પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ CSR ફંડમાંથી બનાવ્યા છે. હવે આ ચિત્રો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઓવરબ્રિજની દિવાલો પર વિજ્ઞાન, નવીનતા અને દેશપ્રેમ દર્શાવતા ચિત્રો પણ છે. બાળકો અને યુવાનો માટે આ ઓવરબ્રિજ એક ખુલ્લી ‘વિજ્ઞાન ગેલેરી’ જેવો છે. તેનો હેતુ નવી પેઢીમાં સંશોધન અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણા જગાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક ઇ ચલણની લિંક ખોલવી ભારે પડી:ગાંધીનગરના કુડાસણમાં સિનિયર સિટીઝનના ત્રણ બેંક ખાતામાંથી 1 લાખ બારોબાર સાફ
    Next Article
    ગીર સોમનાથમાં રૂરલ IT ક્વિઝમાં 160 વિદ્યાર્થીએ ભાગ લીધો:50 શાળાના વિદ્યાર્થીમાંથી શ્રેષ્ઠની રાજ્યકક્ષા માટે પસંદગી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment