Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક ઇ ચલણની લિંક ખોલવી ભારે પડી:ગાંધીનગરના કુડાસણમાં સિનિયર સિટીઝનના ત્રણ બેંક ખાતામાંથી 1 લાખ બારોબાર સાફ

    10 hours ago

    ગાંધીનગર ખાતે ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈ અને ઓનલાઈન છેતરપિંડીના બનાવો દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય નાગરિકોની મહેનતની કમાઈ પર સાયબર માફિયાઓ તરાપ મારી રહ્યા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ ગાંધીનગરના વધુ એક સિનિયર સિટીઝનના ત્રણ બેંક ખાતામાંથી સાયબર ઠગોએ બારોબાર એક લાખથી વધુની રકમ તફડાવી લેતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગાડીનો નંબર રજીસ્ટર કરી માત્ર એક રૂપિયો ભરવાનું જણાવાયું ગાંધીનગરના કુડાસણ રહેતા 60 વર્ષીય હસમુખભાઈ હરીભાઈ પટેલને ગત 24 ઓગસ્ટના રોજ મોબાઇલમાં એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો, જેમાં તેમની ફોર વ્હીલ ગાડીનું ટ્રાફિક ચલણ હોવાનું જણાવીને તેની સાથે એક લિંક મોકલવામાં આવી હતી. જેના પગલે આ લિંક ખોલતાં મોબાઇલ સ્ક્રીન પર પરિવહન ચલણ ભરવાની અધિકૃત સાઈટ જેવું જ પેજ ખુલ્યું હતું. જેમાં તેમને ગાડીનો નંબર રજીસ્ટર કરી માત્ર એક રૂપિયો ભરવાનું જણાવાયું હતું. ગૂગલ પે સાથે લિંક કરાયેલા ત્રણેય બેંક એકાઉન્ટ્સ ચેક કર્યા હસમુખભાઈએ ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવા માટે યુપીઆઈ પિન નાખ્યો હતો પરંતુ આ પેમેન્ટ ફેઇલ થતાં તેમણે તે લિંક બંધ કરી દીધી હતી. આ ઘટના બાદ તા. 30 ઓગસ્ટના રોજ જ્યારે હસમુખભાઈ પોતાનું અન્ય ઓનલાઈન પેમેન્ટ કરવા ગયા ત્યારે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાનું જણાઈ આવ્યું હતું. આથી તેમણે પોતાના ગૂગલ પે સાથે લિંક કરાયેલા ત્રણેય બેંક એકાઉન્ટ્સ ચેક કર્યા હતા. જેમાં ત્રણેય ખાતામાં બેલેન્સ ઝીરો બતાવી રહ્યું હતું. આ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક્સિસ બેંકના ખાતામાંથી રૂ.64,300 ડેબિટ થઈ ગયા ઓનલાઈન છેતરપિંડી થયાનો અહેસાસ થતા 1930 પર ફોન કરીને સાયબર ફ્રોડ અંગે જાણ કરી હતી. બાદમાં આ મામલે બેંકમાં જઈને તપાસ કરવામાં આવી તો તા. 30 ઓગસ્ટના હસમુખભાઈની પત્ની હિનાબેનના નામના એક્સિસ બેંકના ખાતામાંથી રૂ.64,300 તેમજ એસબીઆઈના ખાતામાંથી 8 હજાર અને અન્ય એક ખાતામાંથી રૂ. 28 હજાર બારોબાર ડેબિટ થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શુદ્ધિકરણના નામે મહિલા પર ગેંગરેપ:સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા સુરેન્દ્રનગર પોલીસે 9 આરોપીઓને પકડ્યા
    Next Article
    વલસાડનો ઓવરબ્રિજ બન્યો ‘વિજ્ઞાન ગેલેરી’:હોમી ભાભાથી એ.પી.જે. અબ્દુલ કલામ સહિતના વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment