Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસનું ડીજે અવાજની હાનિકારક અસરો પર જાગૃતિ અભિયાન શરૂ:ડોક્ટરો સાથે સંવાદ યોજી માનસિક સ્વાસ્થ્ય પર થતી વિવિધ અસરો અંગે વિગતવાર ચર્ચા કરાઈ

    20 hours ago

    પંચમહાલ પોલીસે ડીજે અને લાઉડસ્પીકરના ઊંચા અવાજથી માનવ સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો અંગે જાગૃતિ લાવવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ડોક્ટરોની ટીમ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો.આ સંવાદમાં, ઊંચા ડેસિબલના અવાજથી શ્રવણશક્તિ, માનવ શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર થતી વિવિધ અસરો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતે નાગરિકોને ડીજે અને સાઉન્ડ સિસ્ટમનો અવાજ નિયંત્રિત રાખવા અપીલ કરી હતી. તેમણે ઊંચા અવાજથી થતા શારીરિક અને માનસિક નુકસાનથી સાવચેત રહેવા પણ જણાવ્યું હતું. લાંબા સમય સુધી સતત ઊંચા અવાજના સંપર્કમાં રહેવાથી ચીડિયાપણું, તણાવ, બેચેની, એકાગ્રતામાં ઘટાડો અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઊંઘ દરમિયાન વધુ અવાજ રહે તો ઊંઘમાં ખલેલ પડી શકે છે, જેના કારણે દિવસ દરમિયાન થાક અને ચીડિયાપણું વધે છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને અવાજ પ્રત્યે વધુ સંવેદનશીલ લોકો પર તેની અસર વધુ અનુભવાઈ શકે છે. આ કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકર વગાડવા અંગેના જાહેરનામા તથા લાગુ નિયમો વિશે પણ લોકોને માહિતગાર કરાયા હતા, જેથી જાહેર શાંતિ જળવાઈ રહે અને કાયદાનું પાલન થાય. કાર્યક્રમ દરમિયાન, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (CDHO) દ્વારા સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. લોકોને આ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરાયા હતા. પંચમહાલ પોલીસ આરોગ્યની સુરક્ષા, જાહેર શાંતિ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા આવા જાગૃતિ અભિયાનોને સતત પ્રોત્સાહન આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નિકોલ રિંગરોડ પર 1 માસનું બાળક ત્યજી દેવાયું:સ્કૂલના બાળકોને લેવા જતા કાર ચાલકને રડતું બાળક મળ્યું
    Next Article
    ટ્રાફિકની સમસ્યા નિવારવા નિર્ણય:અસારવા સિવિલ હોસ્પિટલ ગેટ નં. 7 બહારનો કટ બંધ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment