Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં રૂરલ IT ક્વિઝમાં 160 વિદ્યાર્થીએ ભાગ લીધો:50 શાળાના વિદ્યાર્થીમાંથી શ્રેષ્ઠની રાજ્યકક્ષા માટે પસંદગી કરાઈ

    8 hours ago

    ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ વધે અને તેમની જ્ઞાનપિપાસાને પ્રોત્સાહન મળે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઈ હતી. ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત તથા શ્રી પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 8થી 12માં અભ્યાસ કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ ક્વિઝમાં જિલ્લાના વિવિધ વિસ્તારોની 50 શાળાના આશરે 160 વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટેક્નોલોજી, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન સહિતના વિવિધ વિષયો આધારિત પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ.એચ. પટેલ, મુખ્ય મહેમાન શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી, એમ.જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલના આચાર્ય બી.એચ. પરમાર સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ક્વિઝનું સંચાલન પ્રતિકભાઈ ધારૈયાએ કર્યું હતું. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓમાંથી રાજ્યકક્ષાની ક્વિઝ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પરિણામમાં હાર્દિક આહુજાએ પ્રથમ, ચુડાસમા દીક્ષિતે દ્વિતીય અને હર્ષ એ. સિંગે તૃતીય ક્રમ મેળવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ માટે પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા, સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી તથા આઈ.પી. ઓફિસર પ્રશાંતભાઈ બારડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના ચેરમેન શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજીએ ક્વિઝમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડનો ઓવરબ્રિજ બન્યો ‘વિજ્ઞાન ગેલેરી’:હોમી ભાભાથી એ.પી.જે. અબ્દુલ કલામ સહિતના વૈજ્ઞાનિકોના ભીંતચિત્રોથી સજ્જ
    Next Article
    વડોદરામાં મૃત્યુના બે મહિના બાદ મૃતકના નામે વીમા પોલીસી ઉતારવાનું:ICICI પ્રુડેનશ્યલમાં પોલીસી ઇશ્યૂ થતાં ખુલ્યો ભેદ, 2 માર્ચે મોત છતાં 11 મેના રોજ પોલીસી ઉતારી, બ્રોકરિંગ કંપનીના કર્મચારી સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment