Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મૃત્યુના બે મહિના બાદ મૃતકના નામે વીમા પોલીસી ઉતારવાનું:ICICI પ્રુડેનશ્યલમાં પોલીસી ઇશ્યૂ થતાં ખુલ્યો ભેદ, 2 માર્ચે મોત છતાં 11 મેના રોજ પોલીસી ઉતારી, બ્રોકરિંગ કંપનીના કર્મચારી સામે ફરિયાદ

    7 hours ago

    વડોદરામાં વીમા કંપનીને છેતરવાનો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે વ્યક્તિનું બે મહિના અગાઉ જ મોત થઈ ચૂક્યું હતું, તેના નામે વીમા પોલીસી ઉતારી જરૂરી દસ્તાવેજો કંપનીમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, કંપનીની ચકાસણી દરમિયાન વીમાધારકનું અગાઉ જ મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું બહાર આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ICICI પ્રુડેનશ્યલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને D2C ઇન્સ્યોરન્સ બ્રોકિંગ પ્રા.લિ. વચ્ચે ઇન્સ્યોરન્સ બ્રોકર તરીકે કામ કરવા માટે 24 નવેમ્બર 2021ના રોજ કરાર થયો હતો. આ દરમિયાન રાકેશભાઈ પ્રતાપભાઈ પટેલિયાના નામે પોલીસી નં. F7952971 હેઠળ 11 મે 2023ના રોજ વીમા પોલીસી ઇશ્યૂ કરવામાં આવી હતી. પોલીસી માટેના જરૂરી દસ્તાવેજો D2C ઇન્સ્યોરન્સ બ્રોકિંગ મારફતે વીમા કંપનીમાં રજૂ કરાયા હતા. પરંતુ કંપની દ્વારા પોલીસી અંગે વધુ ખરાઈ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જે વ્યક્તિના નામે 11 મેના રોજ પોલીસી ઇશ્યૂ કરવામાં આવી હતી તેમનું 2 માર્ચ 2023ના રોજ જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. એટલે કે, મૃત્યુના આશરે બે મહિના બાદ તેમના નામે વીમા પોલીસી ઉતારવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે ICICI પ્રુડેનશ્યલના રિલેશનશીપ મેનેજર પ્રથમ રાજકુમાર પાંડેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેભનો ફરિયાદના આધારે પોલીસે D2C ઇન્સ્યોરન્સ બ્રોકિંગ પ્રા.લિ.ના કર્મચારીની ભૂમિકા સહિત પોલીસી માટે રજૂ કરાયેલા દસ્તાવેજો અને સમગ્ર પ્રક્રિયાની તપાસ શરૂ કરી છે. મૃતકના નામે પોલીસી ઉતારવાના પ્રયાસ પાછળ કોની ભૂમિકા હતી અને આ કૃત્યનો હેતુ શું હતો તે અંગેની હકીકતો તપાસ બાદ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં રૂરલ IT ક્વિઝમાં 160 વિદ્યાર્થીએ ભાગ લીધો:50 શાળાના વિદ્યાર્થીમાંથી શ્રેષ્ઠની રાજ્યકક્ષા માટે પસંદગી કરાઈ
    Next Article
    અતુલ પંચાયતમાં સેવા સેતુ અભિયાન યોજાયું:ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ અને સુવિધાઓ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment