Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલમાં ખાડા, જીવાતવાળું ભોજન, દવાની અછત!:રાજકોટ શહેર કોંગ્રેસની સિવિલ અધિક્ષકને રજૂઆત, કહ્યું- આરોગ્યમંત્રીની મુલાકાત છતાં સ્થિતિ સુધરતી નથી, દર્દીઓની મુશ્કેલીઓ દૂર કરવા માંગ

    7 hours ago

    રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પ્રવર્તતી વિવિધ ગંભીર સમસ્યાઓ અને સેવાઓમાં જોવા મળતી ખામીઓને લઇને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો દ્વારા સિવિલ અધિક્ષકને વિરોધ સાથે રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ અત્યંત કથળી ગઈ હોવાનો આક્ષેપ રજૂઆત દરમિયાન કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ રાજ્યના આરોગ્ય મંત્રીએ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ત્યારે હવે તંત્ર દ્વારા આ તમામ ગંભીર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ હોસ્પિટલ તંત્ર અને ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ પરિસરમાં રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જામનગર હાઇવે તરફના ગેટ પાસે આવેલા રસ્તા પર સ્પીડ બ્રેકરો હોવાથી એમ્બ્યુલન્સોને દર્દીઓને લાવવા-લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી છે અને રસોડામાં પણ સ્વચ્છતાનો મોટો અભાવ જોવા મળે છે. થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં બ્લડ ઉપલબ્ધ થતું નથી તેમજ અતિ ઉપયોગી એવી જીવનજરૂરી દવાની પણ સતત અછત સર્જાય છે. રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાની લાલ આંખ, 54 કિલો પ્લાસ્ટિક જપ્ત, રૂ. 1.78 લાખનો દંડ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી છેલ્લા બે દિવસ દરમિયાન ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન માત્ર ઝબલા કે કેરીબેગનો ઉપયોગ કરનારા જ નહીં, પરંતુ પ્લાસ્ટિક સામગ્રીનું વેચાણ કરતા દુકાનદારો અને એજન્સીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 3થી 5 ઓક્ટોબરે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ તથા વેચાણ કરતા અને ગંદકી ફેલાવતા કુલ 263 આસામીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. મનપાની ટીમે સ્થળ પરથી 54.2 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી રૂ. 1.78 લાખનો વહીવટી દંડ વસૂલ કર્યો હતો. આ કામગીરી સામે કેટલાક ધંધાર્થીઓએ રજૂઆત કરી હતી, પરંતુ પર્યાવરણના હિતમાં અને કાયદાના પાલન માટે કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેમ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું. અને લોકોને શાકભાજી કે અન્ય ખરીદી માટે કાપડની થેલીનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે. ફૂલ બજાર સહિતના સ્થળે દબાણ હટાવ ઝુંબેશ, 4793 કિલો ફુલ શાકભાજી, 125 રેંકડી-કેબીન જપ્ત કરાયા રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન રસ્તા પર નડતરરૂપ 125 રેંકડી-કેબીન, 573 પરચુરણ ચીજવસ્તુઓ અને 2245 અનધિકૃત બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં શહેરના પારેવડી ચોકની ફુલ બજાર ઉપરાંત મવડી મેઈન રોડ, પુષ્કરધામ રોડ, સાધુ વાસવાણી રોડ, 150 ફીટ રિંગ રોડ, રૈયાધાર અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાંથી 4793 કિલો શાકભાજી, ફળ અને ફુલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વામીનારાયણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી, પેડક રોડ અને ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાંથી મંડપ, કમાન તથા છાજલી ભાડા પેટે રૂ. 78,150 અને વહીવટી ચાર્જ પેટે રૂ. 5,99,635 સહિત કુલ મોટા પ્રમાણમાં દંડકીય વસૂલાત કરવામાં આવી હતી. દબાણ શાખાની આ સતત કાર્યવાહીથી રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદ મળી છે.
    Click here to Read More
    Previous Article
    BSF, CRPF અને ITBPના જવાનોમાં ડેન્ગ્યુના કેસોથી આરોગ્ય વિભાગમાં દોડધામ:સેક્ટર-28, 29ના આવાસમાં યુદ્ધના ધોરણે ફોગિંગ, દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારી તૈનાત
    Next Article
    દાણીલીમડા ચાર રસ્તા પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:યુવક સામેથી ભારે વાહન સાથે અથડાઈને આપઘાત કર્યો હોવાની શંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment