Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BSF, CRPF અને ITBPના જવાનોમાં ડેન્ગ્યુના કેસોથી આરોગ્ય વિભાગમાં દોડધામ:સેક્ટર-28, 29ના આવાસમાં યુદ્ધના ધોરણે ફોગિંગ, દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારી તૈનાત

    8 घंटे पहले

    રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ માટે ગાંધીનગર આવેલા BSF, CRPF અને ITBPના જવાનોમાં ડેન્ગ્યુના કેસો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વાહકજન્ય રોગોના નિયંત્રણ અંગે હાઇ-લેવલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જવાનોના આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ, દવાઓનો છંટકાવ અને પેશન્ટ ટ્રેકિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા આદેશ અપાયા છે. સેક્ટર-28 અને 29ના સરકારી આવાસમાં મચ્છરોનો ઉપદ્રવ વિવિધ રાજ્યોમાંથી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા આવેલા BSF, CRPF અને ITBPના જવાનો 21 સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં છે. તેમના રહેવા માટે સેક્ટર-28 અને 29ના નવા સરકારી આવાસોમાં કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે. આવાસ પરિસરમાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હતો. ત્યારબાદ કેટલાક જવાનોમાં ડેન્ગ્યુના કેસો નોંધાયા છે અને તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરેક બ્લોકમાં 4 આરોગ્ય કર્મચારી તૈનાત કરાશે આરોગ્ય મંત્રીએ અધિકારીઓને જવાનોના સરકારી આવાસના દરેક બ્લોક દીઠ 4-4 આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. જવાનોના નિવાસસ્થાન તેમજ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાવનું સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને દૈનિક ફોગિંગ કરવામાં આવશે. આવાસ પરિસરના કોઈપણ ખૂણામાં પાણી ભરાયેલું ન રહે તે માટે સઘન ચકાસણી કરી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. 40મા સપ્તાહ સુધીમાં 1.39 કરોડથી વધુ બ્લડ સેમ્પલની તપાસ આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગની કામગીરી અને જાગૃતિ અભિયાનના પરિણામે 2026માં ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 39.6% અને ડેન્ગ્યુના કેસોમાં 20.6% ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષના 40મા સપ્તાહ સુધીમાં રાજ્યભરમાં 1.39 કરોડથી વધુ લોહીના નમૂનાઓનું પરીક્ષણ કરાયું છે. જેમાં 1,401 દર્દીઓમાં મેલેરિયાનું નિદાન થયું છે. ડેન્ગ્યુના નિદાન માટે મેડિકલ કોલેજો સંલગ્ન 42 હોસ્પિટલોમાં ખાસ નિદાન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અહીં 40મા સપ્તાહ સુધીમાં 1.50 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી, જેમાં 2,345 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા છે. બે મહિનાથી ચાંદીપુરાનો એક પણ નવો કેસ નહીં બેઠકમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા બે મહિનામાં ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં પ્રથમ કેસ સામે આવ્યો ત્યારથી આરોગ્ય વિભાગની ટીમોએ સતત કામગીરી અને સર્વેલન્સ કરીને વાયરસના ફેલાવાને અટકાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કામગીરી બદલ તેમણે આરોગ્ય વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. દવાઓ અને લાર્વિસાઇડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાજ્યમાં મેલેરિયા વિરોધી દવાઓ, જંતુનાશક દવાઓ, લાર્વિસાઇડ્સ તેમજ જરૂરી સાધન-સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. સાથે જ નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા અને મેલેરિયા-ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના વાંકલ ગામે સરકારી જમીન પર દબાણ હટાવવા ટીમ પહોંચી:ગ્રામજનોના વિરોધ બાદ TDOએ દબાણકર્તાઓને 1 મહિનાનો સમય આપ્યો
    Next Article
    સિવિલમાં ખાડા, જીવાતવાળું ભોજન, દવાની અછત!:રાજકોટ શહેર કોંગ્રેસની સિવિલ અધિક્ષકને રજૂઆત, કહ્યું- આરોગ્યમંત્રીની મુલાકાત છતાં સ્થિતિ સુધરતી નથી, દર્દીઓની મુશ્કેલીઓ દૂર કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment