Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાણીલીમડા ચાર રસ્તા પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:યુવક સામેથી ભારે વાહન સાથે અથડાઈને આપઘાત કર્યો હોવાની શંકા

    7 hours ago

    દાણીલીમડા ચાર રસ્તા પાસે અજાણ્યા યુવકની ફૂટપાથ પરથી લાશ મળી આવી હતી. તેને લઈને સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ટોળાને વિખેર્યું હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં યુવક સામેથી ભારે વાહન સાથે આપઘાત કર્યો હોવાની શંકા છે. લાશ પર ઈજાના નિશાન, ઓળખ કરવા પોલીસની તપાસ શહેરના દાણીલીમડા ચાર રસ્તા ફૂટપાથ પર અંદાજીત 30 વર્ષીય યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. લાશ મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ દાણીલીમડા પોલીસને થતા ટોળાને વિખેરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખ કરવા અલગ અલગ ટીમોને કામે લગાવી છે. તેમજ લાશ પર કોઈએ માર્યું હોય તેવા ઇજાના નિશાન મળ્યા ન હતા.
    Click here to Read More
    Previous Article
    સિવિલમાં ખાડા, જીવાતવાળું ભોજન, દવાની અછત!:રાજકોટ શહેર કોંગ્રેસની સિવિલ અધિક્ષકને રજૂઆત, કહ્યું- આરોગ્યમંત્રીની મુલાકાત છતાં સ્થિતિ સુધરતી નથી, દર્દીઓની મુશ્કેલીઓ દૂર કરવા માંગ
    Next Article
    UP के इस गांव से ज़हर दिल्ली तक कैसे पहुंचता है? | Ground Report | Uttar Pradesh |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment