Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની બેદરકારી વચ્ચે પોલીસે રસ્તાના ખાડા પૂર્યા:રોડ રસ્તાની નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે પોલીસ જવાનોએ મેદાનમાં આવી રસ્તાના જોખમી ખાડા પૂર્યા, લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા.

    19 hours ago

    જૂનાગઢ શહેરમાં હાલ મહાનગરપાલિકાની લાલિયાવાડી અને લાપરવાહીને કારણે સામાન્ય પ્રજા અને વાહનચાલકો નરકાગાર જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. શહેરમાં વિકાસના નામે ચારે બાજુ મનસ્વી રીતે રોડ-રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ મહિનાઓ વીતવા છતાં તેનું સમારકામ કે મરામત કરવામાં ન આવતા લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. પાલિકાના સત્તાધીશો અને તંત્રની આ ઘોર બેદરકારી સામે શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ​તંત્રની આવી નિષ્ક્રિયતા અને અણઘડ વહીવટ વચ્ચે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી પહેલ જોવા મળી છે. જ્યાં મહાનગરપાલિકા આંખ આડા કાન કરીને બેસી રહી છે, ત્યાં નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખુદ પોલીસ જવાનોએ મેદાનમાં આવીને રસ્તા પરના જોખમી ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી હતી. લોકો કહી રહ્યા છે કે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી અટકાવવા અને લોકોને અકસ્માતથી બચાવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ શ્રમદાન રૂપી કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે. ​એક તરફ લાપરવાહ મનપા તંત્ર પ્રજાના ટેક્સના પૈસા વેડફીને માત્ર મુશ્કેલીઓ જ સર્જી રહી છે, ત્યારે બીજી તરફ પોલીસ પ્રજાના રક્ષક તરીકેની પોતાની ફરજ બખૂબી નિભાવી રહી છે. મનપાની નિષ્ફળતા સામે હવે શહેરીજનો અને નાગરિકોમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે...
    Click here to Read More
    Previous Article
    વિજાપુરમાં પ્રેમસંબંધની અદાવતમાં બે યુવકો પર છરી વડે હુમલો:આરોપીએ યુવકના માથામાં છરીનો ઘા ઝીંક્યો, વચ્ચે પડેલા પિતરાઈ ભાઈની આંગળીઓ કપાઈ
    Next Article
    7 ઓક્ટોબરે 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો સમાપન સમારોહ:3 રાજ્યના CM હાજર રહેશે, ડોમમાં 20 હજાર લોકો બેસી શકશે, 500 બાઇકર્સે લાવેલા જળથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment