Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 ઓક્ટોબરે 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો સમાપન સમારોહ:3 રાજ્યના CM હાજર રહેશે, ડોમમાં 20 હજાર લોકો બેસી શકશે, 500 બાઇકર્સે લાવેલા જળથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક

    18 hours ago

    PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રારંભ થયેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'વારાણસી થી વડનગર સેવા યાત્રા'નો આગામી 7 ઓક્ટોબરના રોજ વડનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને માતૃભૂમિ વડનગરને જોડતી આ સેવા યાત્રા માત્ર એક પ્રવાસ નહીં પરંતુ સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના સંગમ સમાન બની રહેશે. આ સમાપન સમારોહ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો તથા ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. વડનગર સ્થિત સાતસો સમાજની વાડી ખાતે બપોરે 4 કલાકે આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ડોમ, 20 હજારથી પણ વધુ લોકો બેસી શકશે હાલમાં આ ભવ્ય કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશાળ ડોમની અંદર અંદાજે 20 હજારથી પણ વધુ લોકો બેસી શકે તેટલી ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આયોજનને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે સાતસો સમાજની વાડી ખાતે સતત બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. તૈયારીઓને આખરી ઓપ અપાયાની 3 તસવીર 6 ઓક્ટોબરે 500 બાઇકર્સ વડનગર આવી પહોંચશે સેવા યાત્રાના ભાગરૂપે વારાણસીથી પ્રસ્થાન થયેલા 500 જેટલા બાઇકર્સ આજે(6 ઓક્ટોબર) વડનગર આવી પહોંચશે. આ પ્રવાસી બાઇકર્સના સ્વાગત માટે નગરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સાંજે આ તમામ બાઇકર્સ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત ભવ્ય મહાઆરતીમાં સહભાગી થશે. આ પ્રસંગે ગુજરાતની સમૃદ્ધ વિરાસત અને પરંપરાઓને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. 7 ઓક્ટોબરે સવારે હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક આત્મીયતા અને લોકભાગીદારીના ઉદાહરણરૂપે વારાણસીથી આવેલા તમામ બાઇકર્સ વડનગરના સ્થાનિક પરિવારોના ઘરે આતિથ્ય માણશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 7 ઓક્ટોબરના રોજ સવારે 8:00 કલાકે આ બાઇકર્સ વારાણસીથી લાવેલા પવિત્ર જળ વડે વડનગરના આસ્થાના કેન્દ્ર સમાન પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરશે. ત્યારબાદ તેઓ સ્થાનિક પરિવારો સાથે બેસીને વડાપ્રધાનના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળશે. વૃક્ષારોપણ, ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ની મુલાકાત 7 ઓક્ટોબરે બપોરે 12:30 કલાકે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થઈને સામૂહિક વૃક્ષારોપણ કરશે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. વૃક્ષારોપણ બાદ તેઓ વડનગરના ભવ્ય ઈતિહાસ અને પ્રાચીન અસ્મિતાની ઝાંખી કરાવતા ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ (અનંત અનાદિ વડનગર)ની મુલાકાત લઈને વડનગરના ભૂતકાળથી માહિતગાર થશે. મુખ્ય સમાપન સમારોહ સાતસો સમાજની વાડીમાં યોજાશે ત્યારબાદ તમામ અતિથિઓ અને સ્થાનિક નગરજનો સાતસો સમાજની વાડી ખાતે યોજાનાર મુખ્ય સમાપન સમારોહમાં હાજરી આપશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સુચારુ સંચાલન માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે આ કાર્યક્રમમાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે અને ક્યાં મંત્રીઓ આવશે એ માહિતી હજુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. ત્યારે સાંજ સુધીમાં વડનગર ખાતેના કાર્યક્રમમાં આવનાર મુખ્યમંત્રીઓના નામ જાહેર કરવાની શક્યતાઓ છે. શર્મિષ્ઠા બેટ પર રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી વારાણસીથી વડનગર એક બાઇક રેલી અને એને સેવા યાત્રા તરીકે પ્રસ્થાન થઈ છે અને આવતીકાલે વડનગરમાં આવી રહી છે. આ સેવા યાત્રા માર્ગમાં આવતા વિવિધ સ્થાનો ઉપર સેવાનો સંદેશ પહોંચાડવા માટે એનો મેઈન ઉદ્દેશ છે. આવતીકાલના સમારોહ કાર્યક્રમમાં વડનગરના બધા લોકો ખૂબ જ ઉત્સુક છે. આવતીકાલે બાઇક રેલી આવશે તેનો સન્માનનો કાર્યક્રમ થશે. સન્માન પછી એ લોકો હાટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરશે અને ત્યાંથી જે એ લોકો ગંગાજળ લઈને આવ્યા છે, તે હાટકેશ્વર દાદાને ચઢાવશે. એક રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ શર્મિષ્ઠા બેટ ઉપર પણ આયોજન કરેલો છે અને પછી સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    મનપાની બેદરકારી વચ્ચે પોલીસે રસ્તાના ખાડા પૂર્યા:રોડ રસ્તાની નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે પોલીસ જવાનોએ મેદાનમાં આવી રસ્તાના જોખમી ખાડા પૂર્યા, લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા.
    Next Article
    બનાસકાંઠામાં ભાજપ પ્રભારી તરૂણ ચુઘનો પ્રવાસ:બનાસ કમલમ ખાતે સંગઠનને લઈને 3 બેઠકનો દોર શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment