Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુરમાં પ્રેમસંબંધની અદાવતમાં બે યુવકો પર છરી વડે હુમલો:આરોપીએ યુવકના માથામાં છરીનો ઘા ઝીંક્યો, વચ્ચે પડેલા પિતરાઈ ભાઈની આંગળીઓ કપાઈ

    20 hours ago

    જૂનાગઢના વિજાપુર ગામે પ્રેમસંબંધની શંકાના મનદુઃખમાં અદાવત રાખી એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરાયાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામના જ શખ્સે રિક્ષામાં બેઠેલા યુવકના માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે બચાવવા વચ્ચે પડેલા તેના પિતરાઈ ભાઈ પર પણ હુમલો કરતાં તેની આંગળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં બંનેને ટાંકા આવ્યા છે. આ મામલે તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષામાં પેસેન્જર મૂકીને બેઠેલા પાર્થ પર સાગરે કર્યો અચાનક હુમલો વિજાપુર ગામે ગ્રામ પંચાયત પાસે શિવ પાન નજીક રાત્રે આશરે પોણા નવેક વાગ્યે ફરિયાદી પાર્થ સુરેશભાઈ સરવૈયા (ઉં.વ. 24) પોતાની રિક્ષામાં પેસેન્જર મૂકીને સાહિલ દિનેશભાઈ જાદવ સાથે બેઠા હતા. તે સમયે ગામનો સાગર ભનુભાઈ વાળા ત્યાં આવી પહોંચ્યો હતો અને પેન્ટના નેફામાંથી છરી કાઢી 'આજે આ છરી કોઈને મારવી છે' તેમ કહી ઉશ્કેરાટ ફેલાવ્યો હતો. આ દરમિયાન સાહિલનો ભાઈ રવિ પણ ત્યાં આવતાં બોલાચાલી થઈ હતી. દરમિયાન આરોપી સાગરે આવેશમાં આવીને પાર્થના કપાળના ભાગે છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. પિતરાઈ ભાઈ વચ્ચે પડતાં તેની આંગળીઓ પર પણ છરી વાગી નજીકની દુકાને માવો ખાવા આવેલા પાર્થના પિતરાઈ ભાઈ મહેશ મનસુખભાઈ સરવૈયા આ ઝઘડો જોઈ જતાં પાર્થને બચાવવા વચ્ચે પડ્યા હતા. આરોપી સાગરે મહેશ પર પણ છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરતાં મહેશે બચાવવા માટે છરી પકડી લીધી હતી, જેથી તેના જમણા હાથની આંગળીઓમાં ગંભીર ઇજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપી સાગરે "તમે સાહિલ અને રવિને મારા વિશે ચઢામણી કરો છો, હવે પછી એવું કરશો તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો. ભાભી સાથેના પ્રેમસંબંધની વાત જાહેર કર્યાની શંકાએ આચર્યો ગુનો બનાવનું મુખ્ય કારણ એ સામે આવ્યું છે કે, ​આ સમગ્ર બનાવ પાછળનું મુખ્ય કારણ એવું સામે આવ્યું છે કે આરોપી સાગર ભનુભાઈ વાળાને ફરિયાદીના મિત્રની ભાભી સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ તેના પરિવારના સભ્યોને થઈ ગઈ હતી. આરોપીને એવી શંકા હતી કે આ બધી બાબતો ફરિયાદી પાર્થે જાહેર કરી દીધી છે, જેનું ભારે મનદુઃખ રાખીને તેણે આઘાતજનક પગલું ભર્યું હતું. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સાગર ભનુભાઈ વાળા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ સઘન રીતે હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોમતીપુરમાં પાણી ઢોળવા બાબતે ઝઘડો:પાડીશીએ લાફો માર્યો, મરી જા કહી ફોન પર ત્રાસ આપતા યુવકે ગળેફાંસો ખાધો; દુષ્પ્રેરણનો ગુનો દાખલ
    Next Article
    મનપાની બેદરકારી વચ્ચે પોલીસે રસ્તાના ખાડા પૂર્યા:રોડ રસ્તાની નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે પોલીસ જવાનોએ મેદાનમાં આવી રસ્તાના જોખમી ખાડા પૂર્યા, લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment