Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોમતીપુરમાં પાણી ઢોળવા બાબતે ઝઘડો:પાડીશીએ લાફો માર્યો, મરી જા કહી ફોન પર ત્રાસ આપતા યુવકે ગળેફાંસો ખાધો; દુષ્પ્રેરણનો ગુનો દાખલ

    20 hours ago

    અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી તકરાર બાદ પાડોશી દ્વારા સતત આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને 22 વર્ષીય યુવકે બાપુનગરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘર બહાર પાણી ઢોળાવા જેવી નાની બાબતમાં યુવક સાથે મારામારી કર્યા બાદ આરોપીએ ફોન પર ‘તું કેમ મરી જતો નથી’ કહી સતત ત્રાસ આપ્યો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી બનાવની વિગતો મુજબ, ગોમતીપુરની જૂની કસ્તુરભાઈની ચાલીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા પ્રતિકભાઈ પટણીના 22 વર્ષીય પુત્ર કિરણને ગત 18 જુલાઈ 2026ના રોજ ઘર બહાર પાણી ભરતી વખતે પાડોશી મોન્ટુભાઈ જયંતીભાઈ પટણી સાથે ઝઘડો થયો હતો. મોન્ટુએ ગાળાગાળી કરી કિરણ સાથે મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પરિવારે કિરણને વધુ વિવાદથી બચાવવા માટે બાપુનગર સ્થિત તેના બનેવી કનુભાઈ પટણીના ઘરે મોકલી આપ્યો હતો. 'તું મરી કેમ જતો નથી' તેમ કહી માનસિક દબાણ કર્યું બપોરે મોન્ટુ પટણીએ કિરણના મોબાઈલ પર કોલ કરીને તું મરી કેમ જતો નથી તેમ કહી માનસિક દબાણ કર્યું હતું. આ વાતથી લાગી આવતાં કિરણે બપોરે સવા ત્રણ વાગ્યાના સુમારે રાધારમણ ફ્લેટના રૂમ નંબર ૪૦૭માં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકની અંતિમવિધિ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પિતાએ ૫ ઓક્ટોબરના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી મોન્ટુ પટણી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝ પાસે જહાજ પર હુમલમાં 11 ભારતીયો ઘાયલ:ભારતે તાત્કાલિક હુમલા રોકવા કહ્યું; છેલ્લા 6 મહિનામાં 100થી વધુ ભારતીય ઘાયલ
    Next Article
    વિજાપુરમાં પ્રેમસંબંધની અદાવતમાં બે યુવકો પર છરી વડે હુમલો:આરોપીએ યુવકના માથામાં છરીનો ઘા ઝીંક્યો, વચ્ચે પડેલા પિતરાઈ ભાઈની આંગળીઓ કપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment