Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝ પાસે જહાજ પર હુમલમાં 11 ભારતીયો ઘાયલ:ભારતે તાત્કાલિક હુમલા રોકવા કહ્યું; છેલ્લા 6 મહિનામાં 100થી વધુ ભારતીય ઘાયલ

    20 hours ago

    ભારતે મંગળવારે ઓમાન નજીક હોર્મુઝની ખાડીમાં પનામાના ધ્વજવાળા વેપારી જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી. હુમલામાં 12 ક્રૂ સભ્યો ઘાયલ થયા, જેમાંથી 11 ભારતીય છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જહાજ એમટી ઓન પીસ ઓમાનના કિનારેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન તેના પર એક પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો. જહાજમાં કુલ 19 લોકો સવાર હતા. તેમાં 17 ભારતીય નાગરિકો હતા. ઓમાની અધિકારીઓની મદદથી ઘાયલોને બહાર કાઢીને ઓમાનના ખાસાબમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ભારતે આ વિસ્તારમાં જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેણે શાંતિ અને સ્થિરતા માટે આવા હુમલાઓ તાત્કાલિક રોકવાની માગ કરી. ફેબ્રુઆરીથી અત્યાર સુધી હોર્મુઝમાં થયેલા હુમલાઓમાં 100થી વધુ ભારતીય નાવિકો પ્રભાવિત થઈ ચૂક્યા છે. જ્યારે આ હુમલાઓમાં 11 ભારતીય નાવિકોના મોત થયા છે. — Randhir Jaiswal (@MEAIndia) 6 ઑક્ટોબર, 2026 ખાડી વિસ્તારમાં 4,500થી વધુ ભારતીય નાવિકો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે 29 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે પર્શિયન ખાડી અને આસપાસના વિસ્તારમાં અલગ-અલગ વાણિજ્યિક જહાજો પર 4,500થી વધુ ભારતીય નાવિકો કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હોર્મુઝની પશ્ચિમે ભારતનો ધ્વજ ધરાવતા 6 વાણિજ્યિક જહાજો હાજર છે. આ ઉપરાંત વિદેશી ધ્વજ ધરાવતા 6 જહાજો પણ ભારત માટે સામાન લઈને જઈ રહ્યા છે. આ 12 જહાજો પર આશરે 163 ભારતીય નાવિકો સવાર છે. જયસવાલના જણાવ્યા અનુસાર, ભારતનું શિપિંગ મંત્રાલય આ જહાજોની અવરજવર પર નજર રાખી રહ્યું છે. ભારતીય દૂતાવાસો અને સ્થાનિક એજન્સીઓ સાથે મળીને નાવિકોની સુરક્ષા અને તેમની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે ભારતીય મિશન તેમની મદદ માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હતો વિદેશ મંત્રી એસ. જયશંકરે 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં કોમર્શિયલ જહાજો અને નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ, લાલ સમુદ્ર અને કાળા સમુદ્રમાં જહાજો અને નાવિકો પર સતત હુમલા થઈ રહ્યા છે. આ હુમલાઓને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવતા તેમણે કહ્યું હતું કે આવી હિંસા અને જાનહાનિ અટકવી જોઈએ. તેના બીજા દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના નિવેદનમાં પણ જયશંકરે કહ્યું કે સમુદ્રમાં ઊભા થઈ રહેલા નવા ખતરાઓ પહેલેથી જ અસ્તિત્વમાં રહેલા જમીની સંકટને વધુ ગંભીર બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ખાડી અને અન્ય દરિયાઈ માર્ગો પર થયેલા હુમલાઓમાં ભારતીય તેમજ અન્ય દેશોના નાવિકોના જીવ ગયા છે. ભારતે તણાવ ઘટાડવા, સંયમ જાળવવા અને વ્યાવસાયિક જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવાની અપીલ કરી. ભારત અને લાઇબેરિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં જહાજો અને નાવિકોની સુરક્ષા માટે એક જૂથ પણ શરૂ કર્યું છે. તેનો હેતુ વ્યાવસાયિક જહાજો અને તેમના દળ પર થતા હુમલાઓ સામે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ટૂંકા વાળ, ડાર્ક સ્ટાઇલિંગ અને દમદાર સ્વેગ!:રજનીકાંતની 'જેલર-2'માં વિદ્યા બાલનનો રહસ્યમય અવતાર, હૃતિક રોશનના લુક પર સસ્પેન્સ યથાવત
    Next Article
    ગોમતીપુરમાં પાણી ઢોળવા બાબતે ઝઘડો:પાડીશીએ લાફો માર્યો, મરી જા કહી ફોન પર ત્રાસ આપતા યુવકે ગળેફાંસો ખાધો; દુષ્પ્રેરણનો ગુનો દાખલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment