Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલારા જેલમાં કેદીઓ માટે સંગીત સાથે વ્યસનમુક્તિ કાર્યક્રમ:સદાબહાર ગીતો ગુંજ્યા, નશાબંધી વિભાગે વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપી

    1 day ago

    ભુજની પાલારા ખાસ જેલમાં ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી અંતર્ગત કેદીઓના માનસિક સ્વાસ્થ્ય, તણાવમુક્તિ અને સામાજિક પુનઃવસનને કેન્દ્રમાં રાખીને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સુરમય ગીત સંગીત ગ્રુપ, ભુજ’ અને કાર્યક્રમના સંયોજક એમ.આઈ. બાયડના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન સાથે જૂના કરાઓકે ગીતો અને દેશભક્તિના સંગીતની રમઝટ જોવા મળી હતી. પાલારા ખાસ જેલ ખાતે સવારે ૧૦થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં કેદીઓને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા અને વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના આયોજક એમ.આઈ. બાયડે જણાવ્યું હતું કે, સંગીત અને પ્રેરણાત્મક સંદેશો માનસિક તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જૂના સદાબહાર ગીતો દ્વારા કેદીઓના મનમાં સકારાત્મક વિચારોનું સિંચન થાય અને જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા મળે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. નશાબંધી અને આબકારી વિભાગ, ભુજના પી.આઈ. શૈલેષ પી. મારુએ કેદીઓને સંબોધતા જણાવ્યું હતું કે, નશાની લત અનેક સામાજિક અને ગુનાહિત સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમણે મનુષ્યજીવનને ઈશ્વરની અમૂલ્ય ભેટ ગણાવી વ્યસનમુક્ત જીવન અપનાવવા તથા જેલની બહાર સન્માનપૂર્વક અને જવાબદારીપૂર્વક જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. આ પછી ‘સુરમય ગીત સંગીત ગ્રુપ’ના કલાકારો ચેતનભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ જોષી, ભાવનાબેન ઠક્કર, આશાબેન ભાટિયા અને વનિતાબેન ચૌહાણે જૂના લોકપ્રિય ગીતો તથા દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. સંગીતના તાલે જેલ પરિસરમાં પણ ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું અને કેદીઓએ કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. પાલારા જેલના અધિક્ષક બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ જેલર બી.કે. જાખલ, એમ.એમ. ચરપોટ, એન.આર. ચૌધરી, જનરલ સુબેદાર એસ.એમ. બારીઆ, સુબેદાર રમેશભાઈ કે. વાઝા તથા સિપાઈ રાજેશભાઈ એલ. સિજુ સહિત જેલ સ્ટાફે કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે જેલ પ્રશાસન દ્વારા આયોજક અને કલાકારોનો આભાર વ્યક્ત કરી આવી રચનાત્મક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જીયાપરમાં 180 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી પ્રોસેસિંગની તાલીમ:નખત્રાણામાં સરદાર દલપતભાઈ કૃષિ યુનિવર્સિટી અને વેલસ્પન ફાઉન્ડેશનનું માર્ગદર્શન મળ્યું
    Next Article
    રાજુલામાં સોલાર પેનલના નામે છેતરપિંડી:કુલ 24 લાખ જમા કરાવ્યા, 19 લાખ પરત ન મળતાં 6 લોકો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment