Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાં સોલાર પેનલના નામે છેતરપિંડી:કુલ 24 લાખ જમા કરાવ્યા, 19 લાખ પરત ન મળતાં 6 લોકો સામે ફરિયાદ

    1 day ago

    અમરેલી જિલ્લાના રાજુલામાં સોલાર પેનલ ખરીદવાના નામે 19 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ફરિયાદી ભાવેશભાઈ શિયાળે 24.11 લાખ રૂપિયા જમા કરાવ્યા, પણ સોલાર પેનલ મળી નહીં અને 19 લાખ પરત ન મળ્યા. રાજુલા પોલીસ સ્ટેશનમાં છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજુલાના ભાવેશભાઈ (ઉંમર 42) સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો વ્યવસાય કરે છે. મુંબઈની સ્નેહા નામની મહિલાએ તેમને સનરૂટ એનર્જી સોલ્યુશન કંપની પાસેથી સોલાર પેનલ ખરીદવા વિશ્વાસમાં લીધા. કુલદીપ પટેલ સહિત અન્ય આરોપીઓએ ખાતરી આપતા ભાવેશભાઈએ 24.11 લાખ રૂપિયા જમા કરાવ્યા. આરોપીઓએ વાયદા મુજબ સોલાર પેનલ મોકલી નહીં. 61,000 રૂપિયા પરત અપાયા. બાકીના 19 લાખ પરત ન મળતા રાજુલા પોલીસે પીઆઈ વી.એમ. કોલાદરા દ્વારા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલારા જેલમાં કેદીઓ માટે સંગીત સાથે વ્યસનમુક્તિ કાર્યક્રમ:સદાબહાર ગીતો ગુંજ્યા, નશાબંધી વિભાગે વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપી
    Next Article
    ધ્રાંગધ્રામાં 1250થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી:‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સંસ્કારધામ ખાતે પર્યાવરણ જતનનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment