Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીયાપરમાં 180 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી પ્રોસેસિંગની તાલીમ:નખત્રાણામાં સરદાર દલપતભાઈ કૃષિ યુનિવર્સિટી અને વેલસ્પન ફાઉન્ડેશનનું માર્ગદર્શન મળ્યું

    1 day ago

    કચ્છમાં પ્રાકૃતિક ખેતીને વધુ અસરકારક બનાવવાની સાથે ખેડૂતોની આવક વધારવાના હેતુથી નખત્રાણા તાલુકાના જીયાપર ગામે “પ્રાકૃતિક ખેતીથી પ્રોસેસિંગ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર દલપતભાઈ કૃષિ યુનિવર્સિટી, ભચાઉના માર્ગદર્શન હેઠળ “ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી” યોજના અંતર્ગત વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી 3 ઓક્ટોબર, 2026ના રોજ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સિનિયર રિસર્ચ ફેલો રાજ પરવાડિયાના સ્વાગત પ્રવચનથી થયો હતો. તેમણે ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની સંશોધન, શિક્ષણ અને વિસ્તરણલક્ષી કામગીરી તેમજ ખેડૂતોના હિતમાં હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર. એમ. જાડેજાએ પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવતા ખેતી સાથે પેદાશોના મૂલ્યવર્ધનનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમ દરમિયાન દાડમ, કેરી, લસણ, ટમેટા, ગુવાર, સરગવાના પાન અને લીમડાના પાન જેવી પેદાશોમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવાની વ્યવહારુ પદ્ધતિઓનું નિદર્શન કરાયું હતું. ખેડૂતોને કાચી પેદાશના વેચાણની સાથે પ્રોસેસિંગ દ્વારા વધારાની આવક ઊભી કરવાની સંભાવનાઓ અંગે માર્ગદર્શન મળ્યું હતું. ડૉ. એન. આર. બુંબડિયાએ ક્ષારીય જમીનમાં પાકના પોષણ વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. જમીનની પીએચ, ઈસી અને સેન્દ્રિય કાર્બન જેવા પરિબળો પાકના વિકાસ માટે કેમ મહત્વપૂર્ણ છે તેની સમજ ખેડૂતોને આપવામાં આવી હતી. આ ઉપરાંત ડૉ. ભવ્યરાજસિંહ બી. વાઘેલાએ એરંડા, કપાસ અને દાડમમાં પ્રાકૃતિક ખેતી આધારિત સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું. પાકનું નિયમિત નિરીક્ષણ, જીવાત-રોગની સમયસર ઓળખ અને જરૂરિયાત મુજબ નિયંત્રણના ઉપાયો પર ભાર મૂકાયો હતો. વેલસ્પન ફાઉન્ડેશનના મનીષ ધાંધલાએ સંસ્થાની વિવિધ પહેલો અને ટકાઉ કૃષિ વિકાસ સાથે ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.તાલીમમાં આશરે 180 ખેડૂતો જોડાયા હતા. નિષ્ણાતો સાથેના સીધા સંવાદ દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતીલક્ષી પ્રશ્નો રજૂ કરી વ્યવહારુ ઉકેલો મેળવ્યા. કાર્યક્રમથી પ્રાકૃતિક ખેતી, પોષણ વ્યવસ્થાપન, પાક સંરક્ષણ અને કૃષિ પેદાશોના પ્રોસેસિંગ અંગે ખેડૂતોમાં નવી દિશા અને આવક વધારવાની શક્યતાઓ અંગે જાગૃતિ ઉભી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકા અઢી કલાકથી આકાશવાણી કેમ્પસમાં ધરણા પર:પોલીસે ચૂંટણી કમિશનર વિરુદ્ધ માર્ચ રોકી; EC વિરુદ્ધ 5 દિવસમાં સાતમું વિરોધ પ્રદર્શન
    Next Article
    પાલારા જેલમાં કેદીઓ માટે સંગીત સાથે વ્યસનમુક્તિ કાર્યક્રમ:સદાબહાર ગીતો ગુંજ્યા, નશાબંધી વિભાગે વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment