Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'છેડતી થાય તો હેરપિન ભોંકી દો કે જોરદાર કીક મારો':નવરાત્રિ પહેલા બાળકીઓને અપાઈ 'સેલ્ફ ડિફેન્સ'ની તાલીમ, અભિયમ અને કાયદાકીય મહિતી પણ અપાઈ

    8 hours ago

    રાજ્યમાં સતત વધી રહેલા પોક્સો કેસો અને બાળકીઓ પર અત્યાચારની ઘટનાઓ અંગે ગુજરાત હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટની આ આકરી ટકોર બાદ સુરતમાં 18 વર્ષથી નાની વયની દીકરીઓની સુરક્ષા માટે એક વિશેષ અને વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી નવરાત્રિ પૂર્વે તમામ સરકારી શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં વિદ્યાર્થિનીઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા 'મિશન દુર્ગા' હાથ ધરાયું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને સુરત પોલીસની સંયુક્ત ટીમ શાળાઓમાં જઈને બાળકીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી રહી છે, જેથી નવરાત્રિમાં કે અન્ય કોઈપણ સમયે કોઈ અસામાજિક તત્વ છેડતી કરે તો દીકરીઓ ડરવાને બદલે રણચંડી બનીને તેનો જડબાતોડ જવાબ આપી શકે. રોમિયાઓની હવે ખેર નથી: સ્વબચાવમાં હુમલો કરવો ગુનો નથી આ અભિયાનનો સૌથી મોટો ઉદ્દેશ્ય દીકરીઓના મનમાંથી ડર કાઢીને તેમને તેમની કાયદાકીય તાકાતનો અહેસાસ કરાવવાનો છે. આ ટ્રેનિંગમાં સ્પષ્ટપણે શીખવવામાં આવી રહ્યું છે કે જો કોઈ વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ છેડતી કે હુમલો કરવાનો પ્રયાસ કરે, તો દીકરીઓએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. સ્વબચાવ માટે તેમની પાસે રહેલી સામાન્ય વસ્તુઓ જેવી કે માથામાં નાખવાની હેરપીન, સેફ્ટી પિન કે વાહનની ચાવીનો હથિયાર તરીકે બેધડક ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં, સ્વબચાવમાં જો રોમિયાઓને જોરદાર કીક પણ મારવી પડે તો તે કાયદાની નજરમાં કોઈ ગુનો બનતો નથી. દીકરીઓને અપાઈ રહ્યું છે મજબૂત 'કાયદાકીય કવચ' સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા છેવાડાના વિસ્તારોમાં જઈને દીકરીઓને કાયદાકીય કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ડીએલએસએ (DLSA) વિભાગમાં પીએલવી (PLV) તરીકે ફરજ બજાવતા શ્રદ્ધા શાહ શાળાઓમાં જઈને આ કાયદાકીય જાગૃતિ ફેલાવી રહ્યા છે. શ્રદ્ધા શાહ (PLV, DLSA - સુરત) એ જણાવ્યું હતું કે, "18 વર્ષથી અંદરના દીકરી અને દીકરા સાથે ઘણા બધા જાતીય સતામણીના કેસો બને છે અને એની જાગૃતિમાં અત્યારે હાઇકોર્ટના ગીતા ગોપી મેમ આવેલા હતા અને એમના માર્ગદર્શન હેઠળ અમે દરેક સ્કૂલ, આંગણવાડી, કોલેજ અને સ્લમ એરિયામાં જઈને બાળકોને કાયદાની માહિતી આપીએ છીએ. દીકરીઓને અમે જણાવીએ છીએ કે પોતાના સ્વબચાવ માટે એ કંઈ પણ કરી શકે છે. ધારો કે એની પાસે હેરપીન હોય, સાયકલની ચાવી હોય અથવા તો એ પોતાના સ્વબચાવ માટે સામેવાળી વ્યક્તિને કીક પણ કરી શકે છે, એમાં એને કોઈ સજા થતી નથી. ગરબાના દોઢિયા ક્લાસ કરતાં સેલ્ફ ડિફેન્સ વધુ જરૂરી નવરાત્રિના તહેવારમાં ગરબા રમવાનો અનેરો ઉત્સાહ હોય છે, પરંતુ સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વિમેન (IUCAW) દ્વારા વર્ષ 2015 થી સતત શાળાઓમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. તેઓ દ્વારા વાલીઓને એક ખાસ અપીલ કરવામાં આવી છે કે પોતાની દીકરીઓને માત્ર ગરબાના દોઢિયા ક્લાસમાં મોકલવા પૂરતું સીમિત ન રાખતા, તેમને સેલ્ફ ડિફેન્સ (સ્વરક્ષણ) ની તાલીમ પણ અચૂક અપાવવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈપણ અણછાજતો બનાવ બને તો દીકરીઓ લાચાર બનવાને બદલે જાતે જ પોતાની રક્ષા કરી શકે. ખેલૈયા બનીને ગરબા ગ્રાઉન્ડમાં તહેનાત રહેશે 'શી ટીમ' લુખ્ખા તત્વોને ડામવા અને દીકરીઓને સુરક્ષાનો અહેસાસ કરાવવા માટે નવરાત્રિ દરમિયાન સુરત પોલીસની 'શી ટીમ' (She Team) પણ એક્શન મોડમાં રહેશે. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ આ મહિલા પોલીસકર્મીઓ સામાન્ય ખેલૈયાઓ બનીને ગરબા ગ્રાઉન્ડમાં ફરશે. વૈશાલી દેવરે (ASI) જણાવ્યું હતું કે, દરેક નવરાત્રિઓમાં, શેરીઓમાં, પાર્ટી પ્લોટોમાં અમારી શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં જાય છે, જેથી કોઈ દીકરીઓની છેડતી ન કરે. જો કોઈ છેડતી કરે તો એમને પકડી કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. રાત્રિના સમયે વાહન બંધ પડે તો અજાણ્યા લોકોથી લિફ્ટ નહીં લેવી અને કોઈ ખાણીપીણી આપે તો લેવાની નહીં. વધારે હેરાન કરે તો મહિલા અભયમ 181 અને 112 ની મદદ લઈ સ્વબચાવ કરી શકે છે. શાળાઓમાં 'ગુડ ટચ-બેડ ટચ'ના પાઠથી વધ્યો અદભૂત આત્મવિશ્વાસ પોલીસ અને DLSA ની આ સંયુક્ત ઝુંબેશની અત્યંત સકારાત્મક અસર સુરતની શાળાઓમાં જોવા મળી રહી છે. નાની ઉંમરની વિદ્યાર્થિનીઓમાં હવે ગજબનો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે. શાળાઓમાં નિયમિતપણે અપાતા 'ગુડ ટચ અને બેડ ટચ' ના પાઠ તેમજ સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટિકલ તાલીમને કારણે હવે દીકરીઓ છેડતીખોરોથી ડરવાના બદલે તેમનો મક્કમતાથી સામનો કરવા માનસિક રીતે સંપૂર્ણ સજ્જ થઈ ચુકી છે.સુરતની મધર ટેરેસા પ્રાથમિક શાળા ક્રમાંક 108 ની વિદ્યાર્થિનીની વાતો સાંભળીને જ ખ્યાલ આવી જાય છે કે આ ટ્રેનિંગથી દીકરીઓ કેટલી નીડર બની છે. પઠાણ ફિઝા (વિદ્યાર્થિની, ધોરણ 8)એ જણાવ્યું કે, અમારી શાળામાં સી-ટીમ આવે છે જે અમને સેલ્ફ ડિફેન્સ અને ગુડ ટચ-બેડ ટચની માહિતી આપે છે. નવરાત્રિમાં અમે ગરબા રમવા જઈએ ત્યારે તેમાં છોકરાઓ પણ હોય છે... તો હવે મને બીક નથી લાગતી કે તે લોકો મારી સાથે શું કરશે. મને હિંમત મળી છે કે હું તેમને જવાબ કેવી રીતે આપી શકું. તે લોકો નહીં માને તો 100 નંબર ડાયલ કરીશું અને પોલીસ તેને લઈ જશે... જો તે લોકો ફરીથી તે કામ કરશે તો અમે તેમને તેમનો સબક આપીશું કે તમ લોકોને આવું ન કરવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પોલીસે માર્ચ અટકાવી, રાહુલ આકાશવાણી ભવનમાં ઘૂસ્યા:અખિલેશ, અભિષેક બેનર્જીની અટકાયત; ચૂંટણી પંચ વિરુદ્ધ 5 દિવસમાં પાંચમું પ્રદર્શન
    Next Article
    એઆઈની દિલ્હીની બે ફ્લાઈટનો સમાવેશ, 25 ઓક્ટોબરથી સુવિધા શરૂ:US, યુકે, ઓસ્ટ્રેલિયાથી આવનારનું હવે અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment