Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એઆઈની દિલ્હીની બે ફ્લાઈટનો સમાવેશ, 25 ઓક્ટોબરથી સુવિધા શરૂ:US, યુકે, ઓસ્ટ્રેલિયાથી આવનારનું હવે અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન થશે

    14 hours ago

    કેન્દ્રના હબ-એન્ડ-સ્પોક મોડલ હેઠળ ગત પહેલી ઓક્ટોબરથી એર ઇન્ડિયાએ અમદાવાદથી દિલ્હીની બે ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટ સેવા શરૂ કરી હતી. હવે દિલ્હીથી અમદાવાદ આવતી બે ફ્લાઇટને 25 ઓક્ટોબરથી સવારે 11.40 (AI 1118) અને બપોરે 16.40 (AI 1120) આ મોડેલ હેઠળ સમાવેશ કરાઈ છે, આ બંને ફલાઇટમાં અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા સિંગાપોર સહિત 17 દેશોમાંથી અમદાવાદ આવતા પેસેન્જરોને દિલ્હી એરપોર્ટ પર લગેજ લેવાની ઝંઝટ અને કસ્ટમ ઇમિગ્રેશન પ્રક્રિયા કરવી પડશે નહીં. અત્યાર સુધી વિદેશથી આવતા પેસેન્જરને દિલ્હી એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે ત્રણ કલાકનું અંતર રાખવું પડતું હતું કે તેમનું લગેજ લઈને ફરીથી એરલાઇનના ચેકિંગ કાઉન્ટર પર આપવાનો તેમજ કસ્ટમ ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં હાલાકી પડતી હતી. જેમાંથી હવે છૂટકારો મળશે અને દોઢ કલાક બાદ સેમ ટર્મિનલથી ફ્લાઇટ પકડીને સીધા અમદાવાદ આવી જશે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરનું કસ્ટમ્સ- ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. 30 હજાર કરોડનો ધંધો અખાતી દેશોમાં ડાઇવર્ટ અમદાવાદથી વિદેશ અવરજવર કરનાર પેસેન્જર દિલ્હીમાં કસ્ટમ ઇમિગ્રેશનની ઝંઝટથી છૂટકારો મળે તે માટે એરઇન્ડિયાના બદલે એમિરેટ્સ, કતાર ઇતિહાદ જેવી અખાતી દેશોની એરલાઈનોમાં ટિકિટ બુક કરતા હતા આમ વર્ષે 30 હજાર કરોડનો ધંધો ભારતમાંથી ખેંચી જતા હતા. હબ એન્ડ સ્પોક મોડલથી રેવન્યુનો મોટો લાભ ઇન્ડિયન કેરિયરને થશે.
    Click here to Read More
    Previous Article
    'છેડતી થાય તો હેરપિન ભોંકી દો કે જોરદાર કીક મારો':નવરાત્રિ પહેલા બાળકીઓને અપાઈ 'સેલ્ફ ડિફેન્સ'ની તાલીમ, અભિયમ અને કાયદાકીય મહિતી પણ અપાઈ
    Next Article
    Ahmedabad human trafficking case | માનવ તસ્કરી મામલે એક બાદ એક ખુલાસો | AMC | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment