Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે માર્ચ અટકાવી, રાહુલ આકાશવાણી ભવનમાં ઘૂસ્યા:અખિલેશ, અભિષેક બેનર્જીની અટકાયત; ચૂંટણી પંચ વિરુદ્ધ 5 દિવસમાં પાંચમું પ્રદર્શન

    13 hours ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સાંસદો સેવ ડેમોક્રેસી માર્ચ કાઢી રહ્યા છે. પોલીસે ઓલ ઈન્ડિયા રેડિયોની બહાર વિપક્ષી સાંસદોને આગળ વધતા અટકાવી દીધા છે. રાહુલ ગાંધી હાથમાં તિરંગો લઈને અને પ્રિયંકા ગાંધી બેરિકેડ્સ પર ચઢી ગયાં. પોલીસે રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યાં. ત્યારબાદ તેઓ બસમાંથી ઉતરીને આકાશવાણી ભવનમાં ગયા. સાંસદો સેવ ડેમોક્રેસીનું બેનર લઈને પહોંચ્યા. 'જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો'ના નારા લગાવ્યા. જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશમાં છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શન થઈ રહ્યું છે. દિલ્હીમાં નવી સંસદથી ચૂંટણી પંચ સુધીના માર્ચમાં AAP અને DMK સામેલ નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે SIR દ્વારા 13 કરોડ નામ કાપી નાખવામાં આવ્યા છે. આ પહેલાં INDIA ગઠબંધને 11 ઓગસ્ટ 2025ના રોજ પણ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કાઢી હતી. તેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર સહિત 25 વિપક્ષી પક્ષો સામેલ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    'સંગીત માત્ર સૂર-તાલ નથી, તે હૃદયને સ્પર્શતી ભાવના છે':શંકર મહાદેવને AI અને સોશિયલ મીડિયામાં સિંગર્સની વધતી લોકપ્રિયતા વિશે મત રજૂ કર્યો
    Next Article
    'છેડતી થાય તો હેરપિન ભોંકી દો કે જોરદાર કીક મારો':નવરાત્રિ પહેલા બાળકીઓને અપાઈ 'સેલ્ફ ડિફેન્સ'ની તાલીમ, અભિયમ અને કાયદાકીય મહિતી પણ અપાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment