Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારજનોનું સંમેલન યોજાયું:સાંસદે એક મહિનાનો પગાર સૈનિક ‎પરિવારજનોના કલ્યાણ માટે આપ્યો‎

    15 hours ago

    અમરેલીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લાના પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો, શહીદોની ધર્મપત્નીઓ તથા આશ્રિતોનું સંમેલન જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની હાજરીમાં યોજાયું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટના આયોજનમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ સુતરિયાએ સૈનિકોના રાષ્ટ્રપ્રતિ સમર્પણને બિરદાવતાં તેમના પરિવારજનોના કલ્યાણ માટે પોતાના એક માસના રૂપિયા 2.28 લાખના પગારની રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવાની જાહેરાત કરી હતી. તેમજ સૈનિક પરિવારોને જરૂરિયાત મુજબ ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. તેમજ જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોની સમસ્યાઓના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર હંમેશાં તત્પર હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સ દ્વારા વીર જવાનોની શૌર્યગાથા રજૂ કરતી નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓ, ત્રણ યુદ્ધોમાં ભાગ લેનાર વરિષ્ઠ પૂર્વ સૈનિક વિનોદભાઈ મહેતા તેમજ કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    7 મીથી અચોક્કસ મુદ્દતના આંદોલનની ચિમકી:જિલ્લામાં 14 પડતર માંગણીઓ મુદ્દે મહેસુલી કર્મીઓ હડતાલ પર ઉતર્યા
    Next Article
    સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કૌશલ્ય યુનિ.અને ગણપત યુનિ.સાથે કરાર:સેમિકન્ડક્ટર ઉદ્યોગને બે વર્ષમાં 5 હજાર એન્જિનિયરોની જરૂરિયાતને પહોંચવા એમઓયુ, 25 હજારને તાલીમ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment