Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કૌશલ્ય યુનિ.અને ગણપત યુનિ.સાથે કરાર:સેમિકન્ડક્ટર ઉદ્યોગને બે વર્ષમાં 5 હજાર એન્જિનિયરોની જરૂરિયાતને પહોંચવા એમઓયુ, 25 હજારને તાલીમ અપાશે

    14 hours ago

    સાણંદમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગનું વિસ્તરણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે હવે કંપનીઓ સામે ઉત્પાદન માટે જમીન અને મશીનરી કરતાં પણ મોટો પડકાર કુશળ એન્જિનિયરો અને ટેકનિકલ માનવબળનો છે. આગામી બે વર્ષમાં સાણંદના સેમિકન્ડક્ટર ઉદ્યોગને અંદાજે 5 હજાર એન્જિનિયરોની જરૂરિયાત ઊભી થવાની છે. આ જરૂરિયાત સમયસર પૂરી કરવા સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા કૌશલ્ય યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી સાથે કરાર કરાયા છે. આ કરાર હેઠળ સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, સ્વચાલન અદ્યતન ઉત્પાદન ક્ષેત્ર માટે જરૂરી તાલીમ અપાશે. સેમિકન્ડક્ટર હબ બની રહેલા સાણંદને હવે કુશળ કારીગરો અને માનવબળની જરૂર આ સાથે સાણંદમાં ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે માનવબળ તૈયાર કરવા માટે આશરે 35 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં નાનું ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર પણ બનાવવામાં આવી રહ્યું છે. તેનું બાંધકામ જાન્યુઆરી 2027માં પૂર્ણ કરીને તબક્કાવાર તાલીમ શરૂ કરવાનો લક્ષ્યાંક છે. અહીં ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે વિવિધ ટૂંકા ગાળાના અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ થશે. 100થી વધુ ઉદ્યોગોને તાલીમ કાર્યક્રમો સાથે જોડાશે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનું 2030 સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછા 5 હજાર યુવાનો અને કામદારોને તાલીમ આપવાનું અને કુલ 25 હજારથી વધુ લોકોને કૌશલ્યવર્ધન તથા પુનઃકૌશલ્યવર્ધન સાથે જોડવાનું લક્ષ્ય છે. ઉપરાંત 100થી વધુ ઉદ્યોગોને તાલીમ કાર્યક્રમો સાથે જોડવા અને 50થી વધુ ઉદ્યોગોને પોતાના તાલીમ કેન્દ્રો શરૂ કરવા પ્રોત્સાહિત કરવાની યોજના છે. આ સાણંદને માત્ર ઔદ્યોગિક, પરંતુ ટેકનોલોજીનું હબ બનાવવાની દિશામાં પ્રયાસ છે. ટેકનિકલ કર્મચારીઓને સ્થાનિક લેવલે ટ્રેઇન કરવા MoU કરાયા સાણંદની માઇક્રોન ટેક્નોલોજી , કેન્સ સેમિકોન અને સીજી સેમી સેમિકન્ડક્ટર ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને આગામી બે વર્ષમાં 5 હજાર એન્જિનિયરો તથા મોટી સંખ્યામાં કુશળ ટેકનિકલ કર્મચારીઓની જરૂર પડશે. આ માનવબળ સ્થાનિક સ્તરે જ તૈયાર થાય તે માટે કૌશલ્ય યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. > અજીત શાહ, પ્રમુખ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન કંપનીઓને આ પ્રકારના કુશળ કામદારોની જરૂર પડશે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ચિપ ઉત્પાદ, ઉત્પાદન સાધનોનું સંચાલન, વિદ્યુત, ઇલેક્ટ્રોનિક્સ અને યાંત્રિક સાધનોની જાળવણી, સેન્સર તથા નિયંત્રણ પદ્ધતિની જાણકારી ધરાવતા ટેકનિશિયન તૈયાર કરવા પડશે. ચિપ પેકેજિંગ, તાર જોડાણ અને ગુણવત્તા ચકાસણીમાં કુશળ કર્મચારી, સર્કિટ, સોલ્ડરિંગ અને ખામી શોધવામાં નિષ્ણાત ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયન, સ્વચાલિત મશીનરી અને રોબોટિક્સ જાણતા કર્મચારીઓની જરૂર પડશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારજનોનું સંમેલન યોજાયું:સાંસદે એક મહિનાનો પગાર સૈનિક ‎પરિવારજનોના કલ્યાણ માટે આપ્યો‎
    Next Article
    મ્યુનિ.ની નવી રોડ પોલિસી:રસ્તાની ગુણવત્તા સુધારવા મટીરિયલ લઈને આવતા ડમ્પરો પર GPS ટ્રેકિંગ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment