Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુનિ.ની નવી રોડ પોલિસી:રસ્તાની ગુણવત્તા સુધારવા મટીરિયલ લઈને આવતા ડમ્પરો પર GPS ટ્રેકિંગ ફરજિયાત

    13 hours ago

    શહેરમાં દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જતાં રોડના કારણે લોકોને હાલાકી પડે છે. રોડની કામગીરીને પારદર્શક અને ગુણવત્તાયુક્ત બનાવવા મ્યુનિ.એ રોડ રિસરફેસિંગ માટે હોટમિક્સ મટીરિયલ લઈને આવતા ડમ્પરો પર હવે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ લગાવવાનું ફરજિયાત કર્યું છે. કોન્ટ્રાક્ટરોએ રોડ રિસરફેસિંગના કામો માટે 5 વર્ષની ડિફેક્ટ લાયેબિલિટી આપવી પડશે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ઇજનેર ખાતાએ ગાઇડલાઇનમાં સુધારા કરી તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટમાં તેનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. કેટલી વખત મટીરિયલ ઓછું વાપરવાના કારણે રોડ લાંબા ટકતા નથી. કામ શરૂ કરતાં પહેલાં મટીરિયલનો લેબ ટેસ્ટ જરૂરી નવી ગાઇડલાઇન મુજબ, રોડ રિસરફેસનું ટેન્ડર મંજૂર થયા બાદ કોન્ટ્રાક્ટરે તમામ રો મટીરિયલના લેબ ટેસ્ટ કરાવીને મિક્સ ડિઝાઇન તૈયાર કરવાની રહેશે. આ ડિઝાઇન થર્ડ પાર્ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પાસે ચકાસાવ્યા બાદ ઇજનેર ખાતામાં રજૂ કરવાની રહેશે. આ સાથે કોન્ટ્રાક્ટરોએ કામ શરૂ કરતા પહેલા ક્વોલિટી એસ્યોરન્સ પ્લાન મ્યુનિ. સમક્ષ જમા કરાવવો પડશે. ડેટાની ઓનલાઈન ચકાસણી બાદ બિલ પાસ થશે ડમ્પરમાંથી મટીરિયલ ચોરી થવાની કે ગેરરીતિની ફરિયાદો અટકાવવા દરેક ડમ્પરમાં જીપીએસ ફરજિયાત કરાયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા સ્માર્ટ સિટી 311 એપમાં જીપીએસ સ્ટેમ્પ માર્ક સાથેના હોટમિક્સ પ્લાન્ટ, સાઇટની વિગતો ઓનલાઇન મેળવ્યા બાદ ઇજનેર ખાતું નાણાકીય બિલો મંજૂર કરશે. રોડ તૂટશે તો કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે રિપેર કરવો પડશે રોડ બન્યા પછી તરત જ તૂટી જવા અંગે સર્જાતા વિવાદોનો અંત લાવવા મ્યુનિ. કમિશનરે સ્પષ્ટતા કરી છે કે, હવેથી દરેક રોડમાં હોટમિક્સ કામ અંગેનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 5 વર્ષનો રહેશે, જ્યારે અન્ય સામાન્ય સિવિલ વર્ક માટે ડીએલપી 1 વર્ષની રહેશે. આ નવી ડીએલપી શરતો સાથેના રોડ ટેન્ડર હવેથી અલગથી મંજૂર કરાવવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કૌશલ્ય યુનિ.અને ગણપત યુનિ.સાથે કરાર:સેમિકન્ડક્ટર ઉદ્યોગને બે વર્ષમાં 5 હજાર એન્જિનિયરોની જરૂરિયાતને પહોંચવા એમઓયુ, 25 હજારને તાલીમ અપાશે
    Next Article
    Inside West Uttar Pradesh's Deadly Water Crisis! | Cancer Village | Ground Report |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment