Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનમાં પ્રથમવાર ઐતિહાસિક સંત સંસદનું આયોજન થશે:ગઢડાના એસપી સ્વામી સહિત અગ્રણી સંતો 7 થી 14 ઓગસ્ટ દરમિયાન ઉપસ્થિત રહેશે

    10 hours ago

    લંડનમાં 7 થી 14 ઓગસ્ટ દરમિયાન પ્રથમવાર ઐતિહાસિક સંત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. ધ નેશનલ શક્તિ કેન્દ્રની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી સહિત દેશભરના મહામંડલેશ્વરો, મહંતો અને અગ્રણી સંતો હાજર રહેશે. આ સંત સંસદમાં હિન્દુ, બૌદ્ધ, શિખ અને જૈન ધર્મના પ્રતિનિધિઓ એક મંચ પર આવશે. તેઓ ભારતની આધ્યાત્મિક પરંપરા, સાંસ્કૃતિક વારસા અને વૈશ્વિક ભાઈચારાનો સંદેશો આપશે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા-વિચારણા અને સંવાદનું આયોજન કરવામાં આવશે. આયોજકોના મતે, ઇંગ્લેન્ડમાં પ્રથમવાર યોજાઈ રહેલી આ સંત સંસદ વિશ્વભરના ભારતીય સમાજ અને આધ્યાત્મિક ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પ્રસંગ બનશે. ગઢડાના એસપી સ્વામીની ઉપસ્થિતિ બોટાદ જિલ્લા માટે પણ ગૌરવપૂર્ણ માનવામાં આવી રહી છે. આ અંગે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને લંડન ખાતે 7 થી 14 ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંત સંસદમાં ભાગ લેવા માટે નિમંત્રણ મળ્યું છે. તેમણે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વામીએ વધુમાં જણાવ્યું કે, આ સંત સંસદમાં ભારત દેશની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિકતા વિશે દેશના મહામંડલેશ્વરો અને સંતો-મહંતોની હાજરીમાં ચર્ચા કરવાનો તેમને મોકો મળશે, જેનો તેમને ખૂબ આનંદ છે.
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરી કરાવી પણ મહેનતાણું ન ચૂકવ્યું:AMC સ્કૂલ બોર્ડના 4500 શિક્ષકોના 4.50 કરોડ ચૂકવવાના બાકી, હજુ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી નથી
    Next Article
    લીમખેડા ભાજપ મહામંત્રી તરીકે રમેશ તડવીની નિમણૂક:ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment