Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    31મીએ વડાપ્રધાનની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન‎:કેવડિયામાં એકતા પરેડ પહેલાં સુરક્ષા દળોની મોકડ્રિલ, 3 આતંકી ઝડપાયા

    16 hours ago

    વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 31 ઓક્ટોબરના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડને પગલે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે મોકડ્રિલ યોજાઈ હતી. પરિસરમાં 3 સશસ્ત્ર આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની અને ફૂડ કોર્ટમાં પ્રવાસીઓને બંધક બનાવ્યા હોવાની કાલ્પનિક પરિસ્થિતિ રચાઈ હતી. તે મુજબ સંયુક્ત મોક ઓપરેશન હાથ ધરાયું હતું. કટોકટીની સૂચના મળતાં જ ચેતક કમાન્ડો, નર્મદા પોલીસ, સીઆઈએસએફ, એસઆર પીએફ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો હતો. પ્રવેશદ્વાર પર જ સીઆઈએસએફના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. ત્યારબાદ ફૂડ કોર્ટમાં ઘૂસેલા અન્ય 2 આતંકીઓને દબોચી લેવામાં આવ્યા હતા. બંધક બનાવાયેલા તમામ પ્રવાસીઓને સહીસલામત મુક્ત કરાવાયા હતા. ઓપરેશન દરમિયાન એકે-47 સહિતનો દારૂગોળો જપ્ત કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિરે ગરબા મહોત્સવનું આયોજન કરાશે:રાજપૂત સમાજના યુવકો તલવારબાજીના કરતબો બતાવતાં હોય છે‎
    Next Article
    7 મીથી અચોક્કસ મુદ્દતના આંદોલનની ચિમકી:જિલ્લામાં 14 પડતર માંગણીઓ મુદ્દે મહેસુલી કર્મીઓ હડતાલ પર ઉતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment