Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિરે ગરબા મહોત્સવનું આયોજન કરાશે:રાજપૂત સમાજના યુવકો તલવારબાજીના કરતબો બતાવતાં હોય છે‎

    16 hours ago

    નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજી મંદિરની આગામી નવરાત્રી મહોત્સવની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે બેઠક મળી હતી. પ્રાંત અધિકારી પરસનજીત કૌરે વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યાં હતા. રાજપીપળા શહેર હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તકના હરસિદ્ધિ માતાજીના મંદિરે 11 થી 20 તારીખ સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવમાં રાજપૂત સમાજના યુવકો તલવારબાજીના કરતબો બતાવતાં હોય છે. નવરાત્રી મહોત્સવમાં દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. તેથી આ મહોત્સવનું સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓ જરૂરી છે. બેઠકમાં હરસિદ્ધિ માતાજીના મંદિર અને મેળાના સ્થળે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દર્શનાર્થીઓ માટે પાર્કિંગ, ટ્રાફિક નિયમન, મેળાના સ્થળે સ્વચ્છતા, લાઇટની યોગ્ય સુવિધા, આરોગ્યલક્ષી સેવાઓ, પોલીસ વ્યવસ્થા, સલામતી અંગે આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવ અને મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. તમામ ભક્તો શાંતિપૂર્ણ અને ભક્તિભાવભર્યા માહોલમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકે તે સુનિશ્ચિત કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હાઇવે પર સમય બચાવવા નવી ટોલિંગ પદ્ધતિ લાગુ થશે:કેવડિયામાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાષ્ટ્રીય સંમેલનનું નીતિન ગડકરીના હસ્તે ઉદ્ઘાટન કરાયું‎
    Next Article
    31મીએ વડાપ્રધાનની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન‎:કેવડિયામાં એકતા પરેડ પહેલાં સુરક્ષા દળોની મોકડ્રિલ, 3 આતંકી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment