Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇવે પર સમય બચાવવા નવી ટોલિંગ પદ્ધતિ લાગુ થશે:કેવડિયામાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાષ્ટ્રીય સંમેલનનું નીતિન ગડકરીના હસ્તે ઉદ્ઘાટન કરાયું‎

    17 hours ago

    હાઇવે પર વાહનચાલકોનો સમય બચાવવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઇવે મુસાફરીને વધુ સરળ અને આધુનિક બનાવવા ટેકનોલોજી આધારિત સુધારાઓ પર ભાર મૂક્યો હતો. ટોલિંગ સિસ્ટમમાં ક્રાંતિ લાવવા હાઇવે પર વાહનો રોકટોક વગર પસાર થઈ શકે તે માટે આધુનિક ટોલિંગ પદ્ધતિઓ લાગુ કરાશે. હાઇવે નિર્માણ અને તેની જાળવણીના ખર્ચને ઘટાડવા માટે નવીન બાંધકામ પદ્ધતિઓ તેમજ ખર્ચ-અસરકારક સામગ્રીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટી-2માં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ચિંતન શિબિર 2026 હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ગતિશક્તિ સે પ્રગતિના સૂત્ર સાથે યોજાયેલા બે દિવસીય સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે નિતિન ગડકરીએ હાઇવે પ્રોજેક્ટમાં ડીપીઆર તબક્કાથી જ યોગ્ય આયોજન પર ભાર મૂક્યો હતો. જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ, જરૂરી મંજૂરીઓ સમયસર પૂર્ણ કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. સાથે જ નવી ટેકનોલોજી, રિસાયકલ સામગ્રી, પર્યાવરણને અનુકૂળ બાંધકામ પદ્ધતિઓ અપનાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે એન્વાયર્નમેન્ટ અને વાઇલ્ડલાઇફ મિટિગેશન મેઝર્સ દસ્તાવેજ તેમજ ‘પર્સપેક્ટિવ્સ ઇન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ’ બ્રિક્સ કમ્પિલેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ફાસ્ટેગ એન્યુઅલ પાસ, એમએલએફએફ જેવી ટેકનોલોજી આધારિત ટોલિંગ વ્યવસ્થાઓ પર પણ ભાર મૂકાયો. હવે હાઈવે પર ટોલ આપવા બ્રેક નહીં મારવી પડે!‎ મલ્ટી-લેન ફ્રી ફ્લો એ સંપૂર્ણપણે બેરિકેડ-મુક્ત ઓટોમેટિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. આ ટેકનોલોજીમાં હાઈવે પર કોઈ ફિઝિકલ ટોલ બૂથ કે આડા ભૂંગળા (બેરિકેડ) હોતા નથી. રસ્તાની ઉપર લોખંડના મોટા ગૅન્ટ્રીઝ પર હાઈ-સ્પીડ કેમેરા, એએનપીઆર અને આરએફઆઇડી સ્કેનર્સ લગાવવામાં આવે છે. હાલમાં ભારતના હાઇવે પર ફાસ્ટેગ સિસ્ટમ કાર્યરત છે. તેમાં વાહનોએ ટોલ પ્લાઝા પાસે ૨ થી ૫ સેકન્ડ ઊભા રહેવું પડે છે. સ્કેન થયા પછી જ બેરિકેડ ખુલે છે. નવી સિસ્ટમમાં રસ્તા પર કોઈ અવરોધ હોતો નથી. વાહનચાલક સીધો સડસડાટ પસાર થઈ શકે છે. તમારું વાહન 100 કે 120 કિમી/કલાકની ઝડપે દોડતું હશે, તો પણ ઉપર લાગેલા હાઈ-ટેક કેમેરા ચાલુ ગાડીએ જ નંબર પ્લેટ કે ટેગ સ્કેન કરીને સીધા ઓટોમેટિક પૈસા કાપી લેશે.
    Click here to Read More
    Previous Article
    પૂરના ગંભીર ચહેરા:વલસાડની ઔરંગા નદીમાં 2019 થી 2023 સુધી ડ્રેજિંગના નામે માત્ર રેતી ખનન થયું, પરિણામ શૂન્ય
    Next Article
    રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિરે ગરબા મહોત્સવનું આયોજન કરાશે:રાજપૂત સમાજના યુવકો તલવારબાજીના કરતબો બતાવતાં હોય છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment