Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરના ગંભીર ચહેરા:વલસાડની ઔરંગા નદીમાં 2019 થી 2023 સુધી ડ્રેજિંગના નામે માત્ર રેતી ખનન થયું, પરિણામ શૂન્ય

    17 hours ago

    25-26 જૂલાઇના રોજ અભૂતપૂર્વ પૂરના કારણે વલસાડની ઔરંગાનદી કાંઠાના લીલાપોર, ભદેલી જગાલાલા, હિંગરાજ વિજલપોર સહિત 15-20 ગામના કિનારા વિસ્તારોમાં ગ્રામજનોને નુકસાન પહોંચ્યું હતું. ભૂતકાળમાં નદી ઉંડી કરવાના ઉદ્દેશ્ય સાથે ખાનગી એજન્સીઓને કામો અપાયા હતા પરંતું તેમાં માત્ર રેતી ખનન કરવા સિવાય નદી ઉંડી કરવાનું યોગ્ય પરિણામ જ મળ્યું ન હતું. આ સ્થિતિને લઇ આ વર્ષે અભૂતપૂર્વ પૂર આવતાં કિનારાના ગામોને નુકસાન ભોગવવું પડ્યું હતું. ઔરંગા નદીમાં ભારે પૂર અને પાણીના વધારાના પ્રવાહના કારણે લીલાપોર, વિજલપોર, હનુમાન ભાંગડા, ભદેલી તથા આસપાસના ગામોના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. છેલ્લા 70 વર્ષમાં સૌથી ગંભીર અને ભયજનક રેલ આવી હોવાનું ગામના વડીલો, સ્થાનિકોનું માનવું છે. આ પરિસ્થિતિને માત્ર એક વખતની કુદરતી આપત્તિ તરીકે જોવી યોગ્ય નથી. ભારે વરસાદ દરમિયાન નદીનું પાણી ઝડપથી કાંઠા બહાર આવી ગામો તરફ ઘસી આવે છે. પૂરતા પ્રમાણમાં પ્રોટેક્શન વોલ,સુરક્ષા દિવાલની વ્યવસ્થા ન હોવાથી નદીનું પાણી ગામોના રહેણાંક વિસ્તારો તરફ પ્રવેશી જાય છે. કાયમી ધોરણે ઉકેલ નહિ આવ તો પૂન: આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવી ભીતિ સાથે સરપંચોએ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનને ઉદ્દેશી મુદ્દા ઉઠાવ્યા છે. પૂરથી કાઠા ગામોને ભારે નુકસાની‎ પૂરની પરિસ્થિતિને કારણે લીલાપોર, વિજલપોર, હનુમાન ભાંગડા, ભદેલી તથા આસપાસના અન્ય ગામોના રહેવાસીઓ, તેમના મકાનો, રસ્તાઓ, ખેતીની જમીન તથા અન્ય મિલકતોને દર વર્ષે ગંભીર નુકસાન ઊભું થાય છે. ખાસ કરીને ગામોના લોકોના જાનમાલને મોટું નુકસાન થાય તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.કાયમી નિરાકરણ માટે કલેકટરને પત્ર પાઠવ્યો છે. હવે આગળ શું? ગામલોકોના શું મુદ્દા છે
    Click here to Read More
    Previous Article
    જિલ્લા મહેસુલી કર્મચારીઓ માસ સીએલ પર, કામો અટવાયા:નિર્ણય નહિ લે તો 7 ઓક્ટોબર થી અચોક્કસ મુદ્દતની હડતાળ‎
    Next Article
    હાઇવે પર સમય બચાવવા નવી ટોલિંગ પદ્ધતિ લાગુ થશે:કેવડિયામાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાષ્ટ્રીય સંમેલનનું નીતિન ગડકરીના હસ્તે ઉદ્ઘાટન કરાયું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment