Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનસુખ વસાવા:રાજકારણમાંથી ફેંકાઈ ગયેલા બાપુ આવા જ નિવેદનો કર્યા કરે છે

    1 day ago

    શંકરસિંહ બાપુ રાજકારણમાંથી ફેંકાઇ ગયાં છે એટલે આવા નિવેદનો આપી રહ્યાં છે તેમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના વઘરાલી ગામે આયોજિત બેઠકમાં સાંસદે શંકરસિંહના તમામ નિવેદનો સામે પ્રતિક્રિયા આપી હતી. સાંસદે જણાવ્યું કે આજે ભૂગર્ભ ગટર યોજનાઓના કારણે મેલું ઉપાડવાની વાત આવતી નથી અને શંકરસિંહ વાઘેલા રાજકારણમાંથી ફેંકાઈ ગયા હોવાથી આવા નિવેદનો કરી રહ્યાં છે. ભીલપ્રદેશના મુદ્દે શંકરસિંહ વાઘેલાને સવાલ કર્યો કે સરકારમાં હતા ત્યારે આ માંગ કેમ પૂર્ણ ન કરી. અનંત પટેલના તીર-કામઠા સાથે ગાંધીનગર જવાના નિવેદન અંગે પણ સાંસદે વળતો પ્રહાર કરી આંદોલન લોકશાહી ઢબે થવું જોઈએ અને અધિકારીઓ સાથે મારામારીની વાત ધારાસભ્યને શોભતી ન હોવાનું જણાવ્યું હતું. નવા પ્રોજેક્ટ અંગે સાંસદે વિકાસનો વિરોધ ન હોવાનું જણાવી અસરગ્રસ્તોને યોગ્ય અને વધુ વળતર મળવું જોઈએ, નહીં તો પ્રોજેક્ટ સ્વીકારવામાં નહીં આવે તેમ કહ્યું હતું. વઘરાલી ક્વોરી મુદ્દે ભાજપના બે નેતાઓનો ઉલ્લેખ કરી ક્વોરીથી અસરગ્રસ્ત 62 લોકોને ન્યાય મળવો જોઈએ તેમ જણાવ્યું હતું. ભાજપનો નેતા ખોટું કરે તો પણ જાહેરમાં અવાજ ઉઠાવવાની વાત કરી હતી. ભીલપ્રદેશની માંગ અંગે આદિવાસી નેતાઓને એક મંચ પર આવી એકમત થવાની સલાહ આપી હતી. કેવડિયા, માનગઢ સહિત અલગ- અલગ સ્થળોને રાજધાની બનાવવાની માંગ કરતા પહેલા એકમત થવાની જરૂર હોવાનું સાંસદે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું:અઠવાડિયામાં બીજી ઘટના, ઓવરબ્રિજ પર સુરક્ષા જાળી ઊંચી કરવા માગ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વધુ 100 ટ્રાફિક જંક્શન રિડેવલપ કરાશે, એક જંક્શનની ડિઝાઇનનો ખર્ચ જ રૂ. 7.50 લાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment