Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું:અઠવાડિયામાં બીજી ઘટના, ઓવરબ્રિજ પર સુરક્ષા જાળી ઊંચી કરવા માગ

    1 day ago

    અમદાવાદમાં CTM ચાર રસ્તા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મંગળવારે સવારે એક અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર કૂદીને આપઘાત કરી લીધો છે. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતકની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ ટ્રાફિક વચ્ચે યુવક અચાનક કૂદી પડ્યો વડોદરા એક્સપ્રેસ હાઈવે તરફ જતા ડબલ ડેકર ઓવરબ્રિજ ઉપર ચાલુ ટ્રાફિક વચ્ચે યુવક અચાનક કૂદી પડતાં વાહનચાલકો અને રાહદારીઓ થોડીવાર માટે થંભી ગયા હતા. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તથા ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોના ટોળા અને ટ્રાફિકજામ દૂર કર્યો હતો. બાદમાં યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અઠવાડિયામાં બીજી ઘટના બીજી તરફ CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર અનેક સ્થળે સુરક્ષા જાળી ટૂંકી હોવાથી અગાઉ પણ લોકો ઓવરબ્રિજ પરથી નીચે પડવાના અથવા ઝંપલાવવાના બનાવો બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ બીજી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તેમજ ડબલ ડેકર ઓવરબ્રિજ પર ટૂંકી સુરક્ષા જાળીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ઓવરબ્રિજ પર સુરક્ષા જાળીની ઊંચાઈ વધારવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હરમનપ્રીતે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી:ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ શેર કરીને કહ્યું- આ સરળ નિર્ણય નથી
    Next Article
    મનસુખ વસાવા:રાજકારણમાંથી ફેંકાઈ ગયેલા બાપુ આવા જ નિવેદનો કર્યા કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment