Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વધુ 100 ટ્રાફિક જંક્શન રિડેવલપ કરાશે, એક જંક્શનની ડિઝાઇનનો ખર્ચ જ રૂ. 7.50 લાખ

    1 day ago

    શહેરના ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મ્યુનિ. વધુ 100 ટ્રાફિક જંક્શનને રિડેવલપ કરશે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની દરખાસ્ત અનુસાર, જે જંક્શન પર ચાર કે તેથી વધુ રોડ ભેગા થતા હશે તેની ડિઝાઇન તૈયાર કરવા 7.50 લાખ ચૂકવાશે. જોકે આ કન્સલ્ટન્સી ફીમાં માત્ર પ્લાનિંગ અને ડિઝાઇન જ સામેલ રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ સામેલ નથી. પાંચ એજન્સીઓની પેનલ, ભાવ ફિક્સ રખાશે મ્યુનિ.એ 5 સંસ્થાને 3 વર્ષ માટે અને જરૂરિયાત મુજબ વધુ 2 વર્ષ માટે એમ-પેનલ (ઈ-પેનલ) કરી છે. ભવિષ્યમાં જ્યારે પણ કોઈ જંક્શનને રી-ડિઝાઇન કરવાનો મુદ્દો આવશે ત્યારે વારંવાર નવા ટેન્ડર જાહેર કરવા નહીં પડે. ટ્રાફિક જંક્શનનો પ્રકાર અને રોડની પહોળાઈ પ્રમાણે ભાવ રહેશે ચારથી વધુ રસ્તા રસ્તા જ્યાં ભેગા થતા હોય - 7.50 લાખ 60 મીટર અને 45 મીટરના ત્રણ રોડ ભેગા થતા - 4 લાખ 60 મીટર અને 45 મીટરના ચાર રોડ ભેગા થતા - 4.75 લાખ વર્ગ-સી: 45 મીટર અને 36 મીટરના 3 રોડ ભેગા થતા હોય - 3.25 લાખ 45 મીટર અને 36 મીટરના ચાર રોડ ભેગા થતા - 4 લાખ વર્ગ-ડી: 36 મીટર અને 18 મીટર મીટરના 3 રોડ ભેગા થાય - 2.75 લાખ 36 મીટર અને 18 મીટર મીટરના ચાર રોડ જ્યાં ભેગા થાય - 3.25 લાખ ક્લાસ-ઈ: 18 મીટરના નાના ત્રણ રોડ જ્યાં ભેગા થતા હોય - 1.75 લાખ 18 મીટરના 4 રોડ જ્યાં ભેગા થતા હોય - 2.25 લાખ પેનલમાં સામેલ એજન્સીને જ નક્કી ભાવે કામ સોંપાશે 1 આઈઆઈટી રામ 2 મેકવે મેનેજમેન્ટ લિમિટેડ 3 નિપ્પોન કોઈ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ 4 અન્વય કન્સ્ટ્રક્શન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ 5 ધ અર્બન લેબ શહેરનાં ત્રણ હજાર કિમીના રોડ નેટવર્કમાં 500થી વધુ જંક્શન શહેરમાં 3 હજારથી વધુ કિલોમીટરનું રોડ નેટવર્ક છે. તેમાં 500થી વધુ જંક્શનો છે. 2024માં 100થી વધુ ટ્રાફિક જંક્શનો રિડિઝાઇન કરવાનું પ્લાનિંગ કરાયું હતું, પરંતુ માત્ર કેપ્સ્યુલ મૂકીને સંતોષ મનાયો હતો અને મૂળ પ્લાન અમલી બન્યો નહોતો. આથી કમિટીએ વધુ સ્પષ્ટતા માટે નવી દરખાસ્ત વિચારાધીન રાખી છે.
    Click here to Read More
    Previous Article
    મનસુખ વસાવા:રાજકારણમાંથી ફેંકાઈ ગયેલા બાપુ આવા જ નિવેદનો કર્યા કરે છે
    Next Article
    When Wait Staff Touched Bollywood Actress’ Feet: Hotmail Co-Founder Recalls Moment That Left American Friends Bewildered

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment