Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક હુકમ:અરવલ્લીમાં પ્રથમવાર ત્રણ સગીર સામે ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્તની જેમ કેસ ચાલશે

    19 hours ago

    અરવલ્લીમાં પ્રથમવાર 3 બાળ ગુનેગારો સામે ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્ત વયના આરોપીની જેમ કેસ ચલાવવાનો ઐતિહાસિક હુકમ કરાયો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં 1, ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં 1 તેમજ ધનસુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા 1 કિશોર સામે આ આદેશ અપાયો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક મૂલ્યાંકનમાં આ સગીરોની ગુના અંગેની માનસિકતા પુખ્ત વયની સાબિત થઈ હોવાથી તેમની સામે ચિલ્ડ્રન કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોર્ટમાં ગુનો સાબિત થાય તો તેમને 7 વર્ષ કે તેથી વધુ જેલની સજા પણ થઈ શકે છે. કાયદાકીય જોગવાઈ અનુસાર, બાળ અપરાધીની અટકાયત વખતે તેને લોકઅપમાં રાખી શકાતો નથી કે હાથકડી પહેરાવી શકાતી નથી. અટકાયતના 24 કલાકમાં સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવો પડે છે. 7 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનામાં બાળકની શારીરિક અને માનસિક ક્ષમતાનું પ્રાથમિક મૂલ્યાંકન થાય છે, જ્યારે પ્રોબેશન ઓફિસર બાળકની પૃષ્ઠભૂમિનો રિપોર્ટ સોંપે છે. જામીન ન મળે ત્યાં સુધી બાળકને ઓબ્ઝર્વેશન હોમમાં રખાય છે અને ગુનો પૂરી સમજણ સાથે આચર્યો હોવાનું સ્પષ્ટ થાય ત્યારે જ કેસ ચિલ્ડ્રન કોર્ટમાં મોકલાય છે. અપરાધ પછી માત્ર સજા આપવા કરતાં તે ‎વર્તન મૂળ કારણ સમજવું વધુ જરૂરી છે...‎ બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહોલા કહે છે કે નિષ્ણાતોના મતે બાળ અપરાધ પાછળ કૌટુંબિક વાતાવરણનો અભાવ સોશિયલ મીડિયાનો પ્રભાવ કુસંગત અને આવેગ પર નિયંત્રણનો અભાવ મુખ્ય કારણો છે. અપરાધ પછી માત્ર સજા આપવા કરતાં તે વર્તન પાછળનું મૂળ કારણ સમજવું વધુ જરૂરી છે. જેના માટે પરિવાર, શાળા અને સમાજે સાથે મળી બાળકોમાં સંવેદનશીલતા કેળવવી પડશે.
    Click here to Read More
    Previous Article
    પીએચ.ડી. કોર્સ વર્ક-2026નું આયોજન:સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસક્રમનો પ્રારંભ કરાયો
    Next Article
    રેવન્યુ વહીવટી અધિકારીઓને સોંપેલી સત્તાનો મોડાસાના વકીલોએ વિરોધ કર્યો‎:નવા ભાડા વિધેયકના વિરોધમાં મોડાસા કોર્ટના વકીલો પોતાના કામથી અળગા રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment