Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએચ.ડી. કોર્સ વર્ક-2026નું આયોજન:સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસક્રમનો પ્રારંભ કરાયો

    19 hours ago

    શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સંશોધન વિભાગ દ્વારા યુજીસીના નિયમો અનુસાર પીએચ.ડી. કોર્સ વર્ક-2026નું આયોજન તા. 5થી 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. તેના ઉદ્ઘાટન સત્રનું આયોજન આજે સવારે 10:30 કલાકે યુનિવર્સિટીના પાતંજલ યોગભવન સ્થિત જ્યોતિષ્મતી સભાગાર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી કુલ 31 સંશોધક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સત્રમાં દીપપ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત અને પ્રાસ્તાવિક પ્રવચન બાદ ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત-સન્માન તેમજ સંશોધક વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પીએચ.ડી. રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરાના યુનિવર્સિટી લાયબ્રેરિયન પ્રો. મયંક ત્રિવેદીએ સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્ર અંગે માર્ગદર્શન આપ્યું હતું. સત્રના અધ્યક્ષ તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝાએ અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું.\nયુનિવર્સિટીના પ્રભારી શોધનિયામક ડૉ. ડી.એમ. મોકરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યાએ આભારવિધિ સાથે સંશોધક વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમનું મંચ સંચાલન શોધછાત્રા વૈશાલી બારડે કર્યું હતું. આયોજનમાં સંયોજક તરીકે ડૉ. કાર્તિકકુમાર પંડ્યા અને સહાયક તરીકે ડૉ. રાહુલ ત્રિવેદીએ કામગીરી સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    પ. બંગાળની બે બેઠકો પર આજે પેટાચૂંટણી:15 વર્ષમાં પહેલી વાર મમતા ન તો સીએમ-ધારાસભ્ય, ન ઉમેદવાર; તમિલનાડુ-આસામ-પુડુચેરીમાં પણ મતદાન
    Next Article
    ઐતિહાસિક હુકમ:અરવલ્લીમાં પ્રથમવાર ત્રણ સગીર સામે ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્તની જેમ કેસ ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment