Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્સિડીઝની ડેકી ખોલતાં જ પુત્રની ચીસ નીકળી ગઇ!:કરોડપતિ પાટીદાર બિલ્ડરની લોહીલુહાણ લાશ મળતા ખળભળાટ

    9 hours ago

    પૂર્વ અમદાવાદના જાણીતા બિલ્ડર હિંમત રૂડાણી પાટીદાર સમાજના અગ્રણી પણ હતા. પરિવારમાં પત્ની અને દીકરો ધવલ, પુત્રવધુ અને એક પૌત્રી હતા. ધવલ પણ પિતા સાથે જ બાંધકામના વ્યવસાયમાં જોડાયેલો હતો અને અલગ અલગ સાઇટ સંભાળતો હતો. હિંમતભાઇ વર્ષોથી જાતે જ કાર ચલાવવાનું પસંદ કરતા હતા. 13 સપ્ટેમ્બર, 2025ના દિવસે પણ તેઓ રાબેતા મુજબ પરિવાર સાથે નાસ્તો કરીને ઘરેથી નીકળ્યા હતા પણ કોને ખબર હતી કે પરિવાર સાથેનો આ તેમનો છેલ્લો દિવસ હશે. *** રસ્તામાં એક મિનિટ માટે પિતા-પુત્રની છેલ્લી મુલાકાત હિંમતભાઇ તેમની સફેદ મર્સિડીઝ લઇને ભાટ સર્કલ તરફ જવા રવાના થયા હતા. જ્યાં તેમનો નવો બંગલો બની રહ્યો હતો. સવારે 10:30 વાગ્યાની આસપાસ સાઇટ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં દીકરો ધવલ સામે મળ્યો. ધવલે કાર રિવર્સ લીધી અને રસ્તા વચ્ચે પિતાને મળવા માટે ઊભી રાખી. બાપ-દીકરાએ લગભગ એક મિનિટ સુધી સાઇટના કામ અંગે વાત કરી અને પછી બંને છૂટા પડ્યા. વાત પૂરી કરીને હિંમતભાઇ નીકળ્યા અને ધવલ હંસપુરા પાસેની નવી સાઇટ તરફ જતો રહ્યો. ત્યાંથી કામ પતાવીને તે સોલા હાઇકોર્ટ તરફ ગયો. બપોરે લગભગ 3 વાગ્યા સુધી હાઇકોર્ટનું કામ પતાવીને ધવલ હંસપુરા ખાતેની સાઇટ ઓફિસે પાછો આવ્યો હતો. રોજની જેમ ધવલ અને હિંમતભાઈ બપોરે સાથે જ જમતા હતા. 13 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યે ધવલે જમવા માટે પિતાને ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવ્યો. સાંજે 5 વાગ્યે ફરી ફોન કર્યો ત્યારે પણ ફોન સ્વીચ ઓફ જ હતો. હિંમતભાઇ ક્યારેય આટલા લાંબા સમય સુધી ફોન બંધ રાખતા નહોતા એટલે ધવલને ચિંતા થઇ. ચિંતામાં ધવલે માતાને ફોન કરીને પૂછ્યું કે પપ્પા ઘરે આવ્યા છે? માતાએ પણ ના પાડી. સાંજે 7:30 વાગ્યા સુધી તેણે પિતાને સતત ફોન કર્યા પણ ફોન બંધ જ હતો. હવે ધવલના મનમાં રહેલી ચિંતા કંઇક અજુગતું બન્યાની આશંકામાં ફેરવાઇ રહી હતી. તેણે પોતાના સગા-સંબંધીઓને એક પછી એક ફોન કર્યા અને પિતા વિશે પૂછપરછ કરી પણ ક્યાંયથી કોઇ માહિતી મળી નહીં. હિંમતભાઇ ઘણીવાર નિકોલ પોતાના કામથી જતા હતા એટલે અંદાજે 7:45 વાગ્યે ધવલ સાઇટ ઓફિસેથી નીકળીને નિકોલ ગયો અને હિંમતભાઇ જ્યાં હોવાની શક્યતા હતી તે બધી જગ્યાએ જોયું પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો નહીં. આખરે તેણે કાકા હસમુખભાઇના દીકરા ચિરાગને ફોન કરીને કહ્યું -"મારે તારું એક કામ છે, પપ્પાનો ફોન બપોરથી સ્વીચ ઓફ આવે છે અને ક્યાંય મળતા નથી, કંઇક ડખો લાગે છે." ભાઇનો આવો ફોન આવતા ચિરાગને પણ ફાળ પડી. તેણે ફોન પર જ ધવલને સાંત્વના આપી કે- તું ચિંતા નહીં કર, તારા પપ્પા મળી જશે. આ વાતચીત પછી ધવલ અને ચિરાગ બન્ને વિજય પાર્ક ચાર રસ્તા પાસે મળ્યાં અને સાથે રહીને હિંમતભાઇની શોધખોળ શરૂ કરી. *** હિંમતભાઇની કાર બ્રિજ નીચે પાર્કિંગમાં પડી હતી ધવલે તેના એક પરિચિત મારફતે હિંમતભાઇની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો. જેમાં સફળતા મળી. રાતે લગભગ 9 વાગ્યે તેને જાણવા મળ્યું કે વિરાટનગર ચાર રસ્તાથી સોનીની ચાલી તરફ જતા રસ્તા પર વિરાટનગર બ્રિજ નીચેના પાર્કિંગમાં પિતા હિંમતભાઇની સફેદ મર્સિડીઝ કાર પાર્ક કરેલી છે. આ માહિતી મળ્યાં બાદ તે તરત જ એ એડ્રેસ પર પહોંચી ગયો. કારની નજીક જઇને અંદર જોયું તો કોઇ નહોતું. કાર લોક થયેલી હતી. તેને લાગ્યું કે કદાચ પપ્પા અહીં કાર પાર્ક કરીને કોઇ કામથી બીજે ગયા હશે એટલે તેણે આસપાસ લારી-ગલ્લાવાળાઓને પૂછ્યું પણ કોઇને ખબર નહોતી કે ગાડી કોણ પાર્ક કરી ગયું. તેણે તરત બીજા મિત્રો અને પિતરાઇ ભાઇને એ જગ્યા પર બોલાવી લીધા. દરમિયાન ધવલે ઘરેથી કારની બીજી ચાવી મંગાવી લીધી હતી. ચાવી આવે ત્યાં સુધી તેણે મોબાઇલની લાઇટથી કારની અંદર તપાસ કરી ત્યારે પાછળની સીટમાં લોહીવાળો રૂમાલ દેખાયો. રૂમાલ જોતા જ ધવલનાં પગ ધ્રૂજી ગયા. તેણે તાત્કાલીક પોલીસને જાણ કરી. આ બધામાં અંદાજે 25 મિનિટ જેટલો સમય વિતી ગયો. બીજીતરફ ઘરેથી મંગાવેલી ચાવી પણ ધવલના હાથમાં પહોંચી ગઇ હતી. તેણે એ ચાવીથી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ સેલ પૂરા થઇ ગયા હોવાથી દરવાજો ખૂલ્યો નહીં. તેણે પાસેની દુકાનેથી નવા સેલ નખાવ્યા અને ફરીથી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ વખતે દરવાજો ખૂલી ગયો. પાછળની સીટમાં લોહીવાળો રૂમાલ પડ્યો હતો. ધવલે રૂમાલ જોયો તો એ તેના પિતાનો જ હતો. તેણે સીટની નીચેના ભાગમાં અને આગળ બધે તપાસ કરી. હવે તેના મગજમાં વિચાર આવ્યો કે લાવને ડેકી ખોલીને જોઇ જઉં. તેણે જેવી ડેકી ખોલી કે મોંઢામાંથી ચીસ નીકળી ગઇ. ડેકીમાં હિંમતભાઇની લોહીલુહાણ લાશ પડી હતી. નજર સામે પિતાની લાશ જોઇને ધવલના હોંશ ઊડી ગયા. સાથે રહેલા પિતરાઇ ભાઇએ તેને સંભાળ્યો અને 108માં ફોન કર્યો. થોડીજ વારમાં 108ની ટીમ ત્યાં આવી પહોંચી. તપાસ કરી તો હિંમતભાઇના શરીર પર છાતી અને પેટના બન્ને પડખે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા હતા. બનાવ સ્થળ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં અને DCP ઝોન 8ના કાર્યક્ષેત્ર હેઠળ આવતું હતું. સૌથી પહેલા PCR વાન મારફતે ઓઢવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. ફરજ પરના PI પી.એન. ઝીંઝુવાડિયાને હત્યાની જાણ થતાં જ તેમણે તરત ACP કુણાલ દેસાઇને ફોન કર્યો અને ACP દેસાઇએ સીધા ઝોન-5 ના DCP જીતેન્દ્ર અગ્રવાલને જાણ કરી. ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે DCP, ACP અને PI પહોંચી ગયા. હત્યા કોઇ સામાન્ય વ્યક્તિની નહીં પણ પૂર્વ વિસ્તારના મોટા બિલ્ડર અને પાટીદાર સમાજના અગ્રણીની થઇ હોવાથી મામલો ગંભીર હતો એટલે તત્કાલીન પોલીસ કમિશનર જી.એસ. મલિકને પણ તાત્કાલીક જાણ કરવામાં આવી. પોલીસ સામે 5 મોટા સવાલો હતા. 1. હત્યા કોણે કરી? 2. હત્યા પાછળનો ઇરાદો શું હતો? 3. હત્યા બ્રિજ નીચે જ થઇ કે બીજે ક્યાંક કરીને લાશ અહીં લાવવામાં આવી? 4. લાશ કેટલા સમયથી ડેકીમાં પડી હતી? 5. કાર વિરાટનગર બ્રિજ નીચે કેવી રીતે પહોંચી? આ સવાલોના જવાબ મેળવવા માટે DCP અગ્રવાલે સ્થળ પર જ અલગ અલગ ટીમ બનાવી દીધી. જેમાં ઓઢવ PI ઝીંઝુવાડિયા, રામોલ PI વી.ડી.મોરી, સેકન્ડ PI બી.પી. સાવલિયા, નિકોલ PI બી.એસ. વાઘેલા હતા. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, DCP ની LCB સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઇ. ઘટનાસ્થળનું પંચનામું પૂરું થયા બાદ DCP અગ્રવાલ અને ACP કુણાલ દેસાઇ સીધા ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હિંમતભાઇના દીકરા ધવલને પણ ફરિયાદ અને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવી લેવાયો હતો. એક ટીમ ધવલ પાસેથી શંકાસ્પદ લોકોના નામ કઢાવવામાં લાગી હતી તો બીજી ટીમ રાતોરાત વિરાટનગરથી લઇને ભાટ સર્કલ સુધીના તમામ CCTV ફૂટેજ મેળવવામાં લાગી હતી. કેસનું સુપરવિઝન પોલીસ કમિશનર પોતે કરી રહ્યાં હતા. તેમણે તમામ અધિકારીઓને સૂચના આપી હતી-"ગુનો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઇએ ઘરે જવાનું નથી. જે પણ અપડેટ મળે તેની તરત મને જાણ કરો." રાતના 10 વાગ્યાથી શરૂ થયેલો પોલીસ તપાસનો ધમધમાટ આખી રાત ચાલ્યો હતો. મોડી રાત સુધીમાં તો પોલીસના હાથમાં પહેલો મોટો ક્લૂ આવી ગયો હતો. આ ક્લૂ શું હતો અને આગળની તપાસમાં પોલીસને કેવી સફળતા મળવાની હતી એ જાણવા માટે જુઓ 'ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ'નો બીજો એપિસોડ.
    Click here to Read More
    Previous Article
    ગરબામાં બોલ્ડ, બ્યુટીફુલ અને અનસ્ટોપેબલ બનવા Gen-Zમાં IV ડ્રીપનો ક્રેઝ:યુવતીઓ સાથે યુવકો પણ લાઈનમાં, 9 દિવસ વટ પાડવા 15 હજાર ખર્ચવા તૈયાર; અમદાવાદમાં ક્લિનિકો હાઉસફૂલ
    Next Article
    સંઘવી-ધોળકિયાના કાર્યક્રમમાં એક્સપાયરી ડેટવાળું પાણી વહેંચી દીધું!:શંકરભાઈએ મોદી-શાહ સાથે નીતિન કાકાનું નામ જોડ્યું; BJPના મહિલા પ્રમુખ સામે પક્ષના જ સભ્યોને અવિશ્વાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment