Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરબામાં બોલ્ડ, બ્યુટીફુલ અને અનસ્ટોપેબલ બનવા Gen-Zમાં IV ડ્રીપનો ક્રેઝ:યુવતીઓ સાથે યુવકો પણ લાઈનમાં, 9 દિવસ વટ પાડવા 15 હજાર ખર્ચવા તૈયાર; અમદાવાદમાં ક્લિનિકો હાઉસફૂલ

    10 hours ago

    નવરાત્રિમાં સુંદર અને એનર્જેટિક દેખાવવા અમદાવાદના યુવાનોમાં એક અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગરબાના નવ દિવસ દરમિયાન ચહેરા પર ગ્લો જાળવી રાખવા અને થાક વિના રાતભર ગરબા રમી શકાય તે માટે 'IV ડ્રીપ થેરાપી' ટ્રેન્ડિંગમાં છે. ખાસ વાત એ છે કે માત્ર છોકરીઓ જ નહીં, પરંતુ છોકરાઓ પણ મોટી સંખ્યામાં આ થેરાપી કરાવી રહ્યા છે. શું છે આ થેરાપી અને કોણે લેવી જોઈએ અને કેવી રીતે લઈ શકાય તે અંગે દિવ્ય ભાસ્કરે ડર્મેટોલિજિસ્ટ સાથે વાતચીત કરી હતી. આવો જાણીએ વિગતવાર... IV ડ્રીપ એટલે શું? IV ડ્રીપ એટલે Intravenous Drip, એટલે કે પ્રવાહી, દવા, વિટામિન અથવા અન્ય તબીબી ઘટકોને સીધી નસ મારફતે શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા. તેમાં સામાન્ય રીતે હાથની નસમાં IV લાઇન મૂકીને પ્રવાહી આપવામાં આવે છે. કેટલીક જગ્યાએ ગ્લો, એનર્જી, હાઇડ્રેશન અથવા અન્ય હેતુઓ માટે વિટામિન્સ, મિનરલ્સ, ગ્લુટાથાયોન, આયર્ન કે અન્ય ઘટકો ધરાવતી ડ્રીપ અંગે સેવાઓ આપવામાં આવે છે. જો કે, કઈ વ્યક્તિને ખરેખર IVની જરૂર છે, તેમાં શું આપવું, કેટલા પ્રમાણમાં આપવું અને કેટલી વાર આપવું? આ નિર્ણય તબીબી સલાહ બાદ જ થવો જોઈએ. 'સ્કીન, વાળ અને નખની ગુણવત્તા સુધારવામાં મદદ કરે' અમદાવાદના થલતેજ સ્થિત 'સ્કેનેરા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક'ના ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડૉ.મોનિકા ટિબ્રેવાલ સાથે વાતચીત કરી હતી. ગરબાપ્રેમીઓમાં નવરાત્રિ પહેલાં પોતાના હેલ્થ અને લુકને બૂસ્ટ કરવા આ ડ્રીપ કરાવવાનું ઘેલું લાગ્યું છે. આ IV ડ્રીપ થેરાપીમાં મલ્ટીવિટામિન્સ, વિટામિન C, વિટામિન B1, B3, B6, ઝિંક ક્લોરાઇડ, મેગ્નેશિયમ અને ગ્લુટાથિઓન જેવા મહત્વના માઈક્રોન્યુટ્રિઅન્ટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ઈન્ગ્રેડિએન્ટસ સ્કીન, વાળ અને નખની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે તથા ચહેરા પર અનોખી ચમક લાવે છે. 'ઈમ્યુનિટી ઓછી હોય તો ઈન્ફેક્શન્સ સામે રક્ષણ મળે' ડૉ.મોનિકાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આ મલ્ટીવિટામિન્સ સીધા શરીરમાં પહોંચે છે, ત્યારે શરીરનું એનર્જી લેવલ વધી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પણ મજબૂત બને છે. ભીડભાડ વાળા વાતાવરણમાં ગરબા રમતી વખતે જો ઈમ્યુનિટી ઓછી હોય તો ઈન્ફેક્શન્સ કે બીમારી થવાનું જોખમ રહે છે, જેની સામે પણ આ ડ્રીપ રક્ષણ પૂરું પાડે છે. 'આ થેરાપી નિષ્ણાંત ડોક્ટરના ગાઈડન્સમાં લેવી જોઈએ' ડૉ. મોનિકાનું કહેવું છે કે, આ ડ્રીપ દરેક વ્યક્તિ માટે એક સરખી નથી હોતી. દરેકનું બોડી ટાઈપ અને શારીરિક જરૂરિયાતો અલગ હોવાથી સૌથી પહેલાં ડૉક્ટર પાસે પ્રોપર એનાલિસિસ અને અસેસમેન્ટ કરાવવું જરૂરી છે. ત્યાર બાદ જ ડૉક્ટર દર્દીની જરૂરિયાત મુજબ ડ્રીપ કસ્ટમાઇઝ કરીને આપે છે. તેથી આ થેરાપી હંમેશા નિષ્ણાત ડૉક્ટરના ગાઈડન્સ અને મેડિકલ સુપરવિઝનમાં જ લેવી જોઈએ, બહાર ગમે ત્યાંથી લેવી યોગ્ય નથી. '3 સેશન્સ કરે તો તેને ₹12થી 15 હજારમાં બેસ્ટ રિઝલ્ટ મળશે' 'અત્યારે આ ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે ક્લિનિક્સ નવરાત્રિ સુધી સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. રોજના 10થી 15 લોકોને આ ડ્રીપ આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે આમાંથી સૌથી સારું રિઝલ્ટ મેળવવા માટે 2થી 3 સેશન્સ એટલે કે 2થી 3 ડ્રીપ લેવાની સલાહ આપવામાં આવે છે. આ ડ્રીપનો પ્રતિ ડ્રીપ ખર્ચ આશરે 4000થી 5500 રૂપિયા સુધીનો રહે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 3 સેશન્સ કમ્પલીટ કરે તો તેને લગભગ 12થી 15 હજારમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. યોગ્ય ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવામાં આવે તો આની કોઈ સાઇડ ઈફેક્ટ થતી નથી અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 'ગરબા માટે કોસ્મેટિક ટ્રીટમેન્ટની માંગ વધે છે' અન્ય ડર્મેટોલોજિસ્ટ ડૉ.વ્યોમા મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન લોકો તહેવાર અને ગરબા માટે ફ્રેશ અને ગ્લોઈંગ દેખાવા માગતા હોવાથી કોસ્મેટિક ટ્રીટમેન્ટ અંગે ઉત્સુકતા અને માંગ વધે છે. ગ્લુટાથિઓન IV ડ્રીપ વિશે પણ લોકો પૂછી રહ્યા છે. જો કે દરેક વ્યક્તિને ગ્લુટાથિઓન IV થેરાપીની જરૂર હોય કે તેનાથી દરેકને ફાયદો થાય એવું કહી શકાય નહીં. તેની માંગ વ્યક્તિ અને ક્લિનિક પ્રમાણે અલગ હોય છે. મોટાભાગના લોકો કોસ્મેટિક કારણોસર ગ્લુટાથિઓન IV લે છે. નવરાત્રિમાં ચહેરા પર ‘ગ્લો’ આવે તે માટે લોકો તેને લેવા માગે છે. જો કે ગ્લુટાથિઓન એક એન્ટિઓક્સિડન્ટ છે, તરત ગોરાપણું કે ગ્લો આપતી સારવાર નથી. ત્વચાનો રંગ હળવો કરવા ગ્લુટાથિઓન IV કેટલું અસરકારક છે તેના પુરાવા હજુ મર્યાદિત છે. 'IVથી વધારાનો સ્વાસ્થ્ય લાભ મળે એવું જરૂરી નથી' ડૉ.વ્યોમા મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ડિહાઈડ્રેશન માટે જરૂરિયાત હોય તો IV ફ્લુઈડ અને ઈલેક્ટ્રોલાઈટ્સ આપવામાં આવી શકે છે. કોસ્મેટિક અથવા વેલનેસ ડ્રીપમાં વિટામિન, મિનરલ્સ અથવા અન્ય પદાર્થો હોઈ શકે છે. ગ્લુટાથિઓન IVમાં મુખ્યત્વે ગ્લુટાથિઓન હોય છે અને કેટલીક વખત તેની સાથે વિટામિન C પણ આપવામાં આવે છે. ગ્લુટાથિઓન IV મુખ્યત્વે કોસ્મેટિક ઉપયોગની અલગ સારવાર છે. 'IV પેકેજનો ખર્ચ ફોર્મ્યુલેશન પ્રમાણે બદલાય છે' ડૉ.વ્યોમાનું કહેવું છે કે, કોઈ એક નિશ્ચિત કિંમત નથી. શું આપવામાં આવે છે, તેની માત્રા, ફોર્મ્યુલેશન અને ક્લિનિક પ્રમાણે ખર્ચ બદલાય છે. સામાન્ય રીતે તબીબી જરૂરિયાત માટે આપવામાં આવતી હાઈડ્રેશન IV અને વિટામિન અથવા કોસ્મેટિક ગ્લુટાથિઓન IV પેકેજનો ખર્ચ અલગ હોય છે. એક સેશનનો ખર્ચ સામાન્ય રીતે ₹4,000થી ₹10,000 સુધી હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ફાયદો કોને? શંકરસિંહને, કોંગ્રેસને કે કોઈને નહીં:બાપુએ બ્રાહ્મણ, પટેલવાળું સ્ટેટમેન્ટ જાણી જોઈને કેમ આપ્યું; માથે મેલું ઉપાડવું એ શું હતું
    Next Article
    મર્સિડીઝની ડેકી ખોલતાં જ પુત્રની ચીસ નીકળી ગઇ!:કરોડપતિ પાટીદાર બિલ્ડરની લોહીલુહાણ લાશ મળતા ખળભળાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment