Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી બોલ્યા-કેપ્ટન મારા ફેવરિટ BJP લીડર:અંકલ કહીને બોલાવ્યા; પંજાબ કોંગ્રેસના ઝઘડા વચ્ચે અમરિંદરની વાપસીની અટકળો

    1 day ago

    પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે રાહુલ ગાંધીએ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ફેવરિટ લીડર ગણાવીને તેમના વખાણ કર્યા. રાહુલ ગાંધીએ જેવી કેપ્ટન અમરિંદર સિંહના વખાણ કર્યા કે તરત જ પંજાબ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. અટકળો લગાવવામાં આવી રહી છે કે ક્યાંક પંજાબમાં જૂથબંધી ખતમ કરવા માટે રાહુલ ગાંધી BJP નેતા કેપ્ટનની કોંગ્રેસમાં વાપસી તો નથી કરાવી રહ્યા. ગુરુવારે દિલ્હીમાં જનરેશન-ઝેડ સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી. આ દરમિયાન એક યુવાને રાહુલને પૂછ્યું કે BJPમાં તમારા ફેવરિટ લીડર કોણ છે, તો રાહુલ ગાંધીએ કહ્યું- કેપ્ટન અમરિંદર સિંહ, ચોક્કસ. હું તેમની સાથે સરળતાથી ભળી જાઉં છું. તેઓ કૂલ છે અને મિલિટરી હિસ્ટ્રીના નિષ્ણાત છે, તેથી હું તેમને પસંદ કરું છું. હેલો અંકલ અમરિંદર…. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પછી લોકો કેપ્ટનની કોંગ્રેસમાં વાપસીની અટકળો લગાવવા લાગ્યા છે. જોકે, આ પહેલા કેપ્ટન પોતે કહી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસને મિસ કરે છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ એક પરિવાર જેવી છે. હું જ્યારે પણ ફોન કરતો હતો, તેઓ મળી લેતા હતા. પરંતુ, ભાજપમાં આ સિસ્ટમ નથી. રાહુલ ગાંધીના આ વીડિયોનો શું અર્થ છે, જાણો... ગાંધી પરિવાર સાથે કેપ્ટનની નિકટતા: કેપ્ટન અમરિંદર સિંહને રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે ખૂબ જ નિકટતા હતી. બંને વિદેશમાં પણ એકસાથે રહ્યા છે. રાજીવ ગાંધી સાથે નિકટતા હોવાને કારણે કેપ્ટન અમરિંદર સિંહ સોનિયા ગાંધીની પણ ખૂબ નજીક રહ્યા છે. ગાંધી પરિવાર હજુ પણ કેપ્ટન અમરિંદર સિંહને પૂરો આદર આપે છે. કેપ્ટન ઘણી વાર કરી ચૂક્યા છે કોંગ્રેસના વખાણ: કોંગ્રેસ પાર્ટીએ 2021માં કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા. તે સમયે પણ તેઓ સોનિયા ગાંધીથી એ વાતથી નારાજ થયા હતા કે સારા સંબંધો હોવા છતાં તેમને વિશ્વાસમાં લીધા વિના સીએમ પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કેપ્ટન 2022માં ભાજપમાં જોડાયા. આમ છતાં તેઓ વારંવાર કોંગ્રેસના વખાણ કરતા રહ્યા. રાહુલ ગાંધી સુખ-દુઃખમાં સંપર્ક કરે છે: કેપ્ટન અમરિંદર સિંહનો જન્મદિવસ ગયો ત્યારે રાહુલ ગાંધીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તે પછી કેપ્ટનના ભાઈનું અવસાન થયું ત્યારે રાહુલ ગાંધીએ ફરી ફોન કરીને તેમની સાથે સંવેદના વ્યક્ત કરી. તે સમયે કેપ્ટને ફરી કહ્યું કે તેમની પાર્ટીના લોકોએ સંવેદના વ્યક્ત કરી ન હતી અને રાહુલ ગાંધીએ તેમને ભાઈના મૃત્યુ પર સંવેદના પ્રગટ કરી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક કેપ્ટનના સંપર્કમાં છે. પંજાબ કોંગ્રેસમાં વિવાદ: પંજાબ કોંગ્રેસમાં આ સમયે કોઈ એવો મોટો નેતા નથી, જેના નામ પર બધા નેતાઓ એકજુટ થઈ શકે. કેપ્ટન અમરિંદર સિંહ જ્યારે પ્રધાન અને મુખ્યમંત્રી રહ્યા ત્યારે કોઈ પણ નેતાએ જૂથબંધી હોવા છતાં ખુલ્લેઆમ વિરોધ કર્યો ન હતો. જોકે, છેલ્લા તબક્કામાં નવજોત સિંહ સિદ્ધુએ ખુલ્લેઆમ તેમનો વિરોધ કર્યો હતો. વર્તમાનમાં કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે અને કોઈ પણ જૂથ એકબીજા સાથે ચાલવા તૈયાર નથી. એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે રાહુલ ગાંધી કેપ્ટનને લાવીને બંને જૂથોને શાંત કરી શકે છે. કેપ્ટન પોતે પણ કહી ચૂક્યા છે, કોંગ્રેસને મિસ કરું છું કેપ્ટને થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે પણ તેમના કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સારા સંબંધો છે. કોંગ્રેસ એક પરિવાર જેવી છે. હું જ્યારે પણ ફોન કરતો હતો, તેઓ મળી લેતા હતા. પરંતુ, ભાજપમાં આ સિસ્ટમ નથી. બંનેમાં ઘણા તફાવત છે. કેપ્ટને વધુમાં કહ્યું હતું- જ્યારેથી હું BJPમાં આવ્યો છું, મને નથી લાગતું કે એક-બે વારથી વધુ વાર હાઈકમાન્ડને મળી શક્યો હોઉં. ભાજપમાં ઘણા નિયમો છે. તેઓ કંઈ કહેતા નથી. કોઈને કંઈ પૂછતા નથી. હજુ 2027માં પંજાબમાં ચૂંટણી થવાની છે. પરંતુ મને એકવાર પણ પૂછવામાં આવ્યું નથી કે કેપ્ટન સાહેબ કોને ક્યાંથી ચૂંટણી લડાવી શકે છે. હું ભાજપમાં છું પણ કોંગ્રેસને યાદ કરું છું. કેપ્ટનના જવાથી કોંગ્રેસને શું નુકસાન થયું, 5 મુદ્દામાં જાણો… કોંગ્રેસ 2022માં સત્તામાંથી બહાર થઈ: કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહને 2022ની ચૂંટણીના 3 મહિના પહેલા CM પદ પરથી હટાવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસે દલિત નેતા ચરણજીત ચન્નીને CM બનાવ્યા. નવજોત સિદ્ધુને અવગણીને ચન્નીના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ. કોંગ્રેસ હાઈકમાન્ડ તેને માસ્ટરસ્ટ્રોક સમજતું રહ્યું પરંતુ પંજાબીઓએ તેમના દાવાની હવા કાઢી નાખી. 92 બેઠકો જીતનારી AAPની આંધીમાં કોંગ્રેસ 117માંથી માત્ર 18 બેઠકો જ જીતી શકી. સંગઠનાત્મક વિખવાદ અને જૂથબંધી વધી: કેપ્ટનના રાજીનામા બાદ પાર્ટી લીડરશિપમાં વિખવાદ આવી ગયો. નવજોત સિદ્ધુ સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા. પૂર્વ CM ચરણજીત ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજા વડિંગ વચ્ચે તણાવ વધી ગયો. ઘણા મોટા નેતાઓ રાજા વડિંગના નેતૃત્વમાં કામ કરવા તૈયાર નથી. નવજોત કૌર સિદ્ધુએ તો વડિંગને પ્રમુખ માનવાનો ઇનકાર કરતા ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી. હિંદુ-શીખ મતદારોને સાધનાર ચહેરો બચ્યો નથી: કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના એવા ગણ્યા-ગાંઠ્યા નેતાઓમાંના એક છે, જેમની દરેક વર્ગના મતદારોમાં શાખ છે. માઝા, માલવા અને દોઆબાના મુદ્દાઓની સમજ સાથે લોકોને એકજૂટ કરવામાં કેપ્ટન રાજકીય રીતે માહેર રહ્યા છે. તેમના ગયા પછી કોંગ્રેસ પાસે એવો કોઈ વિશ્વસનીય મોટો ચહેરો બચ્યો નથી જે હિંદુ અને શીખ બંને સમુદાયોને સમાન રીતે સાથે લઈને ચાલી શકે. જટ્ટ શીખ વોટ બેંક હાથમાંથી સરકી ગઈ: કેપ્ટન સાથે-સાથે તેમના ઘણા વફાદાર નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટીથી અલગ થઈ ગયા. આનાથી ગ્રાસરૂટ પર કોંગ્રેસનું કેડર નબળું પડ્યું અને જૂની પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પડ્યું. કેપ્ટનનો પંજાબના જટ્ટ શીખ મતદારોમાં સીધો પ્રભાવ રહ્યો છે. પંજાબની કુલ વસ્તીમાં જટ્ટ શીખોની વસ્તી લગભગ 21 ટકા જેટલી છે. પંજાબની 117 વિધાનસભા બેઠકોમાંથી લગભગ 80-85 બેઠકો પર જટ્ટ શીખ મતદારો હાર-જીત નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પંજાબના મુદ્દાઓ પર કોંગ્રેસની પકડ ઢીલી પડી: નિવૃત્ત સૈનિક અને પટિયાલાના રાજવી પરિવાર સાથે સંબંધ હોવાને કારણે કેપ્ટનને મહારાજા તરીકે પણ સન્માન મળે છે. નિવૃત્ત સૈનિક હોવાને કારણે તેમની સુરક્ષા પર સંપૂર્ણ પકડ હતી. કેપ્ટનનું કદ રાષ્ટ્રીય સ્તરના નેતાનું છે. જ્યારે તેઓ મુદ્દા ઉઠાવતા હતા, ત્યારે તેની ગુંજ દિલ્હી સુધી પહોંચતી હતી. હવે જે નેતાઓને નેતૃત્વ સોંપવામાં આવ્યું, તેઓ AAPને એટલી મજબૂત રીતે ઘેરી શક્યા નહીં. પંજાબના રાજકારણમાં કેપ્ટનની ભૂમિકા કેટલી મહત્વની… 2002માં કેપ્ટને સત્તા અપાવી: પંજાબમાં 2002ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં લડી હતી અને 117 વિધાનસભા બેઠકોમાંથી 62 પર જીત મેળવી હતી. તે સમયે કેપ્ટનની લોકપ્રિયતા ચરમસીમા પર હતી અને CM તરીકે તેમના 2002 થી 2007ના કાર્યકાળને લોકો આજે પણ યાદ કરે છે. જોકે, સરકારના છેલ્લા વર્ષમાં પંજાબમાં સિટી સેન્ટર કૌભાંડ બહાર આવ્યું અને કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી. મોદી લહેરમાં અરુણ જેટલીને હરાવ્યા: 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન દેશમાં નરેન્દ્ર મોદીની લહેર ચાલી રહી હતી. પંજાબમાં અકાલી-ભાજપ ગઠબંધનની સરકાર હતી. અકાલી દળના આગ્રહ પર ભાજપે અમૃતસરથી પોતાના વર્તમાન સાંસદ નવજોત સિદ્ધુની ટિકિટ કાપીને અરુણ જેટલીને મેદાનમાં ઉતાર્યા. તે સમયે કોંગ્રેસ પાસે જેટલી સામે કોઈ મજબૂત ચહેરો નહોતો, તેથી સોનિયા ગાંધીએ અંતિમ સમયે કેપ્ટન અમરિંદર સિંહને ચૂંટણી લડવા કહ્યું. કેપ્ટને સોનિયા ગાંધીના આદેશ પર માત્ર ચૂંટણી જ ન લડી, પરંતુ અરુણ જેટલીને એક લાખથી વધુ મતોથી હરાવ્યા પણ ખરા. 10 વર્ષ પછી કેપ્ટને કોંગ્રેસને સત્તા અપાવી- પંજાબમાં 2007 થી 2017 સુધી અકાલી દળ-ભાજપ ગઠબંધને 10 વર્ષ સરકાર ચલાવી. કોંગ્રેસ પંજાબમાં સરકાર બનાવવા માટે પૂરો પ્રયાસ કરી રહી હતી. ત્યારે 2017ની વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા કેપ્ટને તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ કરી. બદલામાં સરકાર બનાવવાનો ભરોસો આપ્યો. કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રતાપ બાજવાને હટાવીને કેપ્ટનને પ્રમુખ બનાવ્યા. જેના પછી કોંગ્રેસે 117 માંથી 77 બેઠકો જીતી હતી.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસનો જંતર-મંતર પ્રદર્શન પર લોકસભામાં સ્થગન પ્રસ્તાવ:પોલીસ કાર્યવાહી પર જવાબ માંગ્યો, લોકસભામાં વિપક્ષનો હોબાળો; 12 વાગ્યા સુધી સ્થગિત
    Next Article
    સુરતમાં ભાજપ નેતાઓની મારામારીમાં 'ઘીના ઠામમાં ઘી':પ્રદેશ મહામંત્રીએ દોડી આવી બંધ બારણે સમાધાનની સ્ક્રિપ્ટ લખી, ચારેયની FB પર તસવીર મુકાતા યુઝર્સે બરાબરની મજા લીધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment