Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રંગ-રાસ-સ્ટાઇલ:નવરાત્રિ પહેલાંની સંપૂર્ણ તૈયારી

    14 hours ago

    નવરાત્રિ એટલે રંગ, રાસ, ગરબા અને સ્ટાઇલથી ભરેલી નવ રાતો! પરંતુ પરફેક્ટ નવરાત્રિ લુક માટે છેલ્લી ઘડીએ તૈયારી કરવાને બદલે થોડું પ્લાનિંગ પહેલેથી જ કરી લો તો દરેક દિવસ વધુ ખાસ બની શકે. આ પ્રી-નવરાત્રિ ગાઇડમાં મેકઅપ કિટથી લઈને ફૂટવેર, સ્કિનકેર, હેરસ્ટાઇલ અને ગરબા લુક સુધીની જરૂરી તૈયારીઓ વિશે જાણીશું. શું ખરીદવું, શું તૈયાર રાખવું અને કેવી રીતે તમારી સ્ટાઇલને સરળતાથી ફેસ્ટિવ ટચ આપવો. આ બધું એક જ જગ્યાએ. તો આ નવરાત્રિમાં સ્ટાઇલ સાથે કમ્ફર્ટ પણ જાળવો અને ગરબાની દરેક રાત માટે રહો એકદમ Ready! ઓફિસના ફોર્મલ લુકમાંથી મિનિટોમાં મેળવો ગરબા નાઈટ માટે પરફેક્ટ અને સ્ટાઇલિશ લુક - નવરાત્રિ દરમિયાન ઓફિસ પછી સીધા ગરબા જવાનું હોય ત્યારે ઘરે જઈને આખો લુક બદલવાનો સમય ક્યાં હોય છે? તમારામાંથી ઘણી વર્કિંગ વુમનને આ સમસ્યા સતાવતી હશે. થોડું સ્માર્ટ પ્લાનિંગ કરો તો 10-15 મિનિટમાં જ ઓફિસ લુકને ગરબા લુકમાં બદલી શકાય છે. - સવારે ઓફિસ જતી વખતે પ્લેઈન ટી-શર્ટ સાથે જીન્સ કે ટ્રાઉઝર પહેરી લો અને બેગમાં ચણિયો અને દુપટ્ટો ફોલ્ડ કરીને રાખી દો. ઓફિસ પૂરી થયા પછી એ જ ટીશર્ટ સાથે ચણિયો પહેરો અને દુપટ્ટાને સુંદર રીતે ડ્રેપ કરો. - બેગમાં એક નાની ગારમેન્ટ બેગ રાખશો તો આખો દિવસ ચણિયાચોળી સારી રીતે સાચવી શકાશે અને કરચલીઓ ઓછી પડશે. - ઓફિસની નાની ઇયરિંગ્સને બદલી મોટા ઝુમકા, બંગડીઓ અને બિંદી ઉમેરો. મેકઅપ માટે ઓફિસના સોફ્ટ લુકને થોડો બૉલ્ડ બનાવો. કાજલ, લિપ કલર અને હાઇલાઇટરનો હળવો ટચ પૂરતો છે. વાળમાં ગજરો અથવા ટ્રેડિશનલ હેર ઍક્સેસરી ઉમેરો. - ઓફિસ બેગની જગ્યાએ ગરબા માટે પોટલી કે નાની સ્લિંગ બેગ લો. આ રીતે ઓછા સામાન અને ઓછા સમયમાં સિમ્પલ ઓફિસ લુકમાંથી ફુલ-ઓન ગરબા લુક તૈયાર! વોર્ડરોબ રિફ્રેશ: જૂના ચણિયાચોળીને નવો અંદાજ - નવરાત્રિ નજીક આવે એટલે દર વર્ષે નવા ચણિયાચોળી ખરીદવાની ઇચ્છા થાય, પરંતુ થોડા ક્રિએટિવ ફેરફારથી ગયા વર્ષની જોડી પણ એકદમ નવી લાગી શકે છે. સૌથી સરળ રીત છે ચણિયા અને ચોળીનું મિક્સ-એન્ડ-મેચ. - દુપટ્ટો પણ આખા લુકને બદલી શકે છે. જૂના સેટ સાથે બાંધણી, લહેરિયા, કચ્છી ભરતકામ કે મિરર વર્કવાળો અલગ દુપટ્ટો અજમાવો. - જ્વેલરીમાં પણ થોડો ફેરફાર કરો. ગયા વર્ષે પહેરેલી ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીને બદલે આ વખતે લાંબી માળા, મોટા ઝુમકા અથવા રંગીન બંગડીઓ ઉમેરો. કમરબંધ અને પગમાં પરંપરાગત પાયલ પણ લુકને ખાસ બનાવી શકે છે. - બ્લાઉઝને નવો ટચ આપવા માટે સ્લીવ્સમાં ફેરફાર, નવી બોર્ડર કે અલગ બેક ડિઝાઇન કરાવી શકાય. જૂના ચણિયાની બોર્ડરમાંથી મેચિંગ હેર ઍક્સેસરી પણ બનાવી શકાય. - ખરીદી કરતાં પહેલાં વોર્ડરોબને એક વાર ફરીથી જુઓ. કદાચ તેમાં જ છુપાયેલો હોય તમારો નવો નવરાત્રિ લુક! 7-Day ગ્લો ચેલેન્જ શું જોઈશે 5-6 ટુકડા બીટ, 5-7 તુલસીનાં પાન, 2 ઈલાયચી, અડધી ચમચી વરિયાળી, 2 લવિંગ, 2 કપ પાણી આ રીતે બનાવો જણાવેલી બધી સામગ્રીને પાણીમાં 5-7 મિનિટ ઉકાળો. થોડું ઠંડું થયા પછી ગાળી લો અને હૂંફાળું પીવો. નોંધ: આ એક હર્બલ ડ્રિંક છે. 7 દિવસમાં ચહેરા પર ચોક્કસ ગ્લો વધશે એવો વૈજ્ઞાનિક દાવો કરી શકાય નહીં. સાથે સંતુલિત આહાર અને પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. મેકઅપ કિટમાં શું તૈયાર રાખવું? નવરાત્રિ શરૂ થાય એ પહેલાં ગરબાના દરેક દિવસ માટે આઉટફિટ, જ્વેલરી અને ફૂટવેરની સાથે મેકઅપ કિટ પણ તૈયાર રાખવી ખૂબ ઉપયોગી છે. સ્કિન પ્રેપથી શરૂઆત - કિટમાં મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન અને પ્રાઇમર રાખો. બેઝ મેકઅપ - B/CC ક્રીમ અથવા ફાઉન્ડેશન, કન્સીલર અને કોમ્પેક્ટ પાઉડર બેઝ મેકઅપ માટે અનુકૂળ છે. આંખો માટે - કાજલ, આઇલાઇનર, મસ્કારા અને ન્યુટ્રલ તથા શિમરી શેડ્સવાળું આઇશેડો પેલેટ કિટમાં રાખો. ગાલ અને હોઠ - લુકને ફ્રેશ બનાવવામાં બ્લશ અને હાઇલાઇટર મદદરૂપ થાય છે. હોઠ માટે ન્યુડ, પિંક, રેડ અથવા બેરી શેડની લિપસ્ટિક રાખી શકાય. ટચ-અપ કિટ ભૂલશો નહીં -ટચ-અપ માટે કોમ્પેક્ટ, લિપસ્ટિક, બ્લોટિંગ પેપર, મિની મિરર સાથે મેકઅપ બ્રશ, સ્પોન્જ, ઇયરબડ્સ અને મેકઅપ રિમૂવર રાખવા. તમારી કિટને ‘ડેઇલી લુક’, ‘ગરબા લુક’ અને ‘ટચ-અપ’ એમ ત્રણ ભાગમાં ગોઠવી દો. આ નાની તૈયારીથી તૈયાર થવું ઝડપી અને આનંદદાયક બની રહેશે. ચાલો, જોઈએ આ વર્ષની ગરબા ફેશનમાં શું ઇન? - નવરાત્રિ 2026માં ગરબા ફેશનમાં પરંપરાગત ગુજરાતી કારીગરી અને આધુનિક સ્ટાઇલનું સુંદર મિશ્રણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિરર વર્ક, બાંધણી, અજરખ પ્રિન્ટ અને હેન્ડવર્કવાળા ચણિયા-ચોળીનો ક્રેઝ યથાવત્ છે. આ વર્ષે એક તરફ હેવી મિરર વર્કવાળા ટ્રેડિશનલ સેટ્સ પસંદ થઈ રહ્યા છે, તો બીજી તરફ મિનિમલ ચણિયા-ચોળી પણ ટ્રેન્ડમાં છે. ઓછું વર્ક, સુંદર કટ અને સ્ટેટમેન્ટ બ્લાઉઝ સાથેનો લુક ખાસ જોવા મળે છે. - પરંપરાગત લુકમાં અજરખ, બાંધણી અને મલ્ટીકલર ટેક્સટાઇલ્સને આધુનિક બ્લાઉઝ સાથે પહેરવાનો ટ્રેન્ડ છે. જ્યારે ફ્યુઝન લુકમાં જેકેટ લહેંગા, કોર્ડ-સેટ લહેંગા, શરારા અને કેપ-સ્ટાઇલ સેટ્સ ધ્યાન ખેંચી રહ્યાં છે. - કલરની વાત કરીએ તો બ્રાઇટ કોન્ટ્રાસ્ટ્સ લોકપ્રિય છે, જ્યારે સોફ્ટ પેસ્ટલ્સ પણ વધુ હળવા અને એલિગન્ટ લુક માટે પસંદ થઈ રહ્યાં છે. - અને હા, કમ્ફર્ટ પણ એટલું જ મહત્ત્વનું છે. હળવું ફેબ્રિક, યોગ્ય ફ્લેર અને સરળતાથી હલનચલન થાય એવો ફિટ વધુ પ્રેક્ટિકલ બન્યો છે. ટ્રેન્ડિંગ ફૂટવેર - પરંપરાગત એમ્બ્રોઇડરીવાળી જુતી અને મોજડી સાથે મિરર-વર્ક તથા રંગીન ડિટેઇલવાળા ફ્લેટ્સ ટ્રેન્ડમાં છે. સાથે જ સ્લિમ, મિનિમલ સ્નીકર્સ પણ ઇન્ડો-વેસ્ટર્ન ગરબા લુકમાં જોવા મળી રહ્યા છે. લાંબા સમય સુધી ગરબા માટે ટ્રેન્ડ સાથે કમ્ફર્ટ અને સારી ગ્રિપને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગરબા ઇમર્જન્સી કિટ ગરબા રમવા જતી વખતે આઉટફિટ અને જ્વેલરી જેટલું જ જરૂરી છે નાની-નાની ઉપયોગી વસ્તુઓ સાથે રાખવી. ગરબા દરમિયાન ક્યારે શું જરૂર પડે એ કહી શકાય નહીં. તેથી તમારી નાની પોટલી કે સ્લિંગ બેગમાં આ 10 વસ્તુઓ જરૂર રાખો: સેફ્ટી પિન વાળ માટે રબર બેન્ડ નાની કાંસકી કોમ્પેક્ટ પાઉડર ટિશ્યૂ અથવા વેટ વાઇપ્સ નાનું બૅન્ડેજ પેક નાનું પરફ્યુમ અથવા બોડી મિસ્ટ પાવર બેન્ક પાણીની નાની બોટલ લિપ બામ નાની બેગ, મોટી તૈયારી! આ વસ્તુઓ સાથે હશે તો ગરબાની મજા વચ્ચે નાની-મોટી મુશ્કેલી માટે ચિંતા કરવાની જરૂર નહીં પડે. બ્લાઉઝની આ સ્ટાઈલ છે ખાસ - ચણિયાચોળીનો લુક પસંદ કરતી વખતે અત્યાર સુધી મોટાભાગે ધ્યાન ચણિયાની ડિઝાઇન, વર્ક અને કલર પર રહેતું હતું. પરંતુ આ નવરાત્રિમાં બ્લાઉઝને લુકનું સ્ટેટમેન્ટ પીસ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એટલે ચણિયો સાદો હોય તો પણ એક સુંદર અને ડિઝાઇનર બ્લાઉઝ આખા લુકને ખાસ બનાવી શકે છે. - કોર્સેટ-સ્ટાઇલ બ્લાઉઝ પરંપરાગત ચણિયા સાથે આધુનિક અંદાજ આપે છે. તેમાં મિરર વર્ક, કચ્છી ભરતકામ કે એમ્બ્રોઇડરી ઉમેરવામાં આવે તો ઇન્ડો-વેસ્ટર્ન લુક મળે છે. - બેક-ડિટેલ બ્લાઉઝ પણ ખાસ ધ્યાન ખેંચે છે. ટાઇ-અપ ડોરી, સુંદર એમ્બ્રોઇડરી, બો અથવા કટ-આઉટ જેવી ડિટેલિંગથી પાછળનો ભાગ પણ લુકનો હાઇલાઇટ બની શકે છે. - પરંપરાગત પસંદગી કરવી હોય તો કચ્છી ભરતકામ અને મિરર-વર્કવાળા બ્લાઉઝ ખૂબ સુંદર વિકલ્પ છે. - આ ઉપરાંત પફ સ્લીવ, રફલ સ્લીવ અને હોલ્ટર-નેક જેવા સિલુએટ્સ ચણિયાચોળીને થોડો આધુનિક ટચ આપે છે. જ્યારે બાંધણી, અજરખ અથવા બ્રોકેડ ફેબ્રિકનો બ્લાઉઝ લુકને રિચ બનાવે છે. ઍક્સેસરીઝમાં શું છે ટ્રેન્ડિંગ? - આ વર્ષે ખૂબ જ ભારે સેટ પહેરવાને બદલે એક-બે સ્ટેટમેન્ટ પીસ સાથે આખા લુકને હાઇલાઇટ કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોટા ઓક્સિડાઇઝ્ડ ઝુમકા હજુ પણ ગરબા લુકની ફેવરિટ પસંદગી છે. ખાસ કરીને મિરર વર્ક કે કચ્છી ભરતકામવાળા ચણિયા સાથે મોટા ઝુમકા સુંદર કોન્ટ્રાસ્ટ આપે છે. - લેયર્ડ નેકપીસ અને ચોકર પણ લુકમાં ટ્રેડિશનલ ટચ ઉમેરે છે. જો ચોળી હેવી વર્કવાળી હોય તો માત્ર ચોકર અથવા લાંબી માળા પહેરીને જ્વેલરીને સંતુલિત રાખી શકાય. - આ વર્ષે બંગડીઓનું મિક્સ-મેચિંગ પણ અજમાવી શકાય. એક જ રંગની બંગડીઓના બદલે કાચની બંગડી સાથે મેટલ અથવા ઓક્સિડાઇઝ્ડ કડાં પહેરવાથી હાથનો લુક વધુ રિચ લાગે છે. - કમરબંધ માત્ર શણગાર માટે નહીં, પરંતુ ચણિયાની ફ્લેર અને દુપટ્ટાને સુંદર રીતે સંભાળવા માટે પણ ઉપયોગી છે. સાથે નાની પોટલી બેગ, રંગીન કાપડની સ્લિંગ બેગ અથવા એમ્બ્રોઇડરીવાળી મિની બેગ લુકને પૂર્ણ કરે છે. - અને હા, માથા માટે બોર ટીકો, માંગ ટીકો, વાળમાં ગજરો કે ટ્રેડિશનલ હેર ઍક્સેસરી પસંદ કરવામાં આવી રહી છે. આ વખતે નિયમ એક જ...બધું એકસાથે નહીં, પણ સ્ટાઇલિશ બેલેન્સ! ગરબા માટે ટ્રેડિશનલ નેઇલ્સ - આ વખતે નખ પર ખૂબ જ હેવી ડિઝાઇન કરવાને બદલે ગુજરાતી કારીગરીથી પ્રેરિત નાની-નાની ડિટેલિંગ ટ્રેન્ડમાં છે. - મિરર-વર્ક નેઇલ્સ ગરબા લુક માટે એકદમ યોગ્ય છે. બેઝ કલર ઉપર નાના મિરર જેવા સિલ્વર ડિટેલ્સ લગાવી શકાય. બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટ નેઇલ્સ પણ એક સુંદર વિકલ્પ છે. દરેક નખ પર અલગ ડિઝાઇન કરવાને બદલે એક-બે નખ પર જ આ પેટર્ન રાખવાથી લુક વધારે એલિગન્ટ લાગે છે. જો તમને સિમ્પલ લુક પસંદ હોય તો મેટાલિક સિલ્વર અથવા ગોલ્ડ નેઇલ પોલિશ સાથે એક નાનું સ્ટોન અથવા ગ્લિટર ઍક્સેન્ટ પૂરતું છે. - રંગોની વાત કરીએ તો તમારા ચણિયા-ચોળીના રંગમાંથી કોઈ એક બ્રાઇટ કલર પસંદ કરીને નખ સાથે મેચ કરી શકાય. મલ્ટિ-કલર ચણિયા હોય તો નખ પર એક જ મુખ્ય રંગ રાખવો વધુ સંતુલિત લાગે છે. ગરબા નાઇટ પર નાના મિરર, સ્ટોન અથવા બિંદી હાથમાં પહેરેલી બંગડીઓ સાથે નખ પણ સુંદર રીતે હાઇલાઇટ કરશે.
    Click here to Read More
    Previous Article
    પરખ:સંબંધમાંથી ડિલિટ કરો... આ સાત આદત
    Next Article
    ખબરનામા:આદિવાસી ગ્રામ પંચાયતોમાં ‘નારી અદાલત’ શરૂ થશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment