Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરખ:સંબંધમાંથી ડિલિટ કરો... આ સાત આદત

    15 hours ago

    જયસ્વી પટેલ પતિ-પત્નીનો અતૂટ સંબંધ પ્યાર-વિશ્વાસથી મજબૂત બને છે, જો સંબંધને હાનિ પહોંચાડતી કોઇ આદત હોય, તો તરત ડિલિટ કરો, નહીંતર ગૃહસ્થીની ગાડી ડગમગવા લાગશે.! વાતચીત દરમિયાન ઉઠીને ચાલ્યા જવું. { ઘણા પાર્ટનર્સ પોતાની વાત કહી, સામેવાળાની સાંભળ્યા વિના ચાલ્યા જાય છે. પાર્ટનરને વાત કહેવાની તક ન આપી, અન્યાય કરે છે. જે પાર્ટનરને ખરાબ લાગે છે, જેથી નેક્સ્ટ ટાઈમ વાત કરવાનું ટાળી શકે છે. જેથી, સંબંધમાં ખટાશ આવી શકે છે. { ડિલિટ કરો: પતિ-પત્ની બંનેએ એકબીજાની વાત પૂરી સાંભળી, યોગ્ય જવાબ આપવો. વાતને ક્યારેય અધૂરી મૂકી ચાલ્યા ન જવું. પાર્ટનર પર નજર રાખવી. { પાર્ટનરના મોબાઈલ કોલ, વ્હોટ્સએપ મેસેજ, ઈ-મેઈલ કે ફેસબુક પર નજર રાખવી કેટલાકની આદત હોય છે. મતલબ, તમે શંકાશીલ છો, પાર્ટનરમાં વિશ્વાસ નથી. આમ, પાર્ટનરનો વિશ્વાસ તોડો એ સંબંધ માટે યોગ્ય નથી. { ડિલિટ કરો: દરેકની પર્સનલ લાઈફ હોય છે, જેમાં કોઇને દખલ ગમતી નથી. પાર્ટનરમાં વિશ્વાસ રાખો. કેટલાક સાવચેતી માટે આમ કરે છે, જેથી કોઇ હેરાન ન કરે. જો એવું લાગે તો પાર્ટનરને ખુલ્લાં મનથી પૂછી લો. વાત છુપાવવી કે જૂઠું બોલવું. { પરિણીત જીવનમાં ઘણા પતિ-પત્ની કોઈ કારણસર કોઇ વાત છુપાવે છે-બહાનાં બનાવે કે ભૂલ છુપાવવા જૂઠું બોલે છે. જો બાબત યોગ્ય હોય તો વાંધો નહીં, એ જરૂરી છે. પણ, છુપાવેલી વાત કે જૂઠ સંબંધને અસર કરી અવિશ્વાસ પેદા કરે છે. { ડિલિટ કરો: તમારાથી કોઈ ભૂલ થાય તો જૂઠું બોલવાને બદલે સ્વીકારી લો ને સાચા હોવ તો પાર્ટનરને શાંતિથી સચ્ચાઇ સમજાવો. ગુસ્સે થયેલો પાર્ટનર પણ તમારી વાત સમજશે અને વિશ્વાસ જળવાઈ રહેશે. માત્ર પોતાનું જ વિચારવું. { મારી પસંદ, મારી આદત, મારી રહેણી-કરણી, મારો વિચાર..જેવી બાબત યોગ્ય નથી. માત્ર પોતાનું વિચારી પાર્ટનરને મહત્ત્વ ન આપવું યોગ્ય નથી. લગ્નનો અર્થ ‘હું’ નહીં, પણ ‘આપણે’ છે, એ સમજો. { ડિલિટ કરો: વૈવાહિક જીવન બે જણ સાથે જોડાયેલું હોઇ, ફિફ્ટી-ફિફ્ટી સમજૂતી કરવી પડે. પોતાને જ આગળ રાખવા કરતાં, સંબંધ આગળ રાખો. લગ્નજીવન ખુશખુશાલ બનશે. સુધારવાની કોશિશ કરવી. { લોકો એકબીજાને સુધારવાના ઇરાદાથી લગ્ન કરે છે ? નવાં કપલ્સ પોત-પોતાની રીતનું ઇચ્છે છે. આ આદત પાર્ટનરને ગુસ્સે કરાવે છે, જે સંબંધ માટે યોગ્ય નથી. { ડિલિટ કરો: પાર્ટનરને પોતાની રીતે ઢાળવા કરતાં, જરૂર મુજબ ઢળવાનું રાખો. બંને જુદાં-જુદાં વાતાવરણમાં ઉછર્યાં હોઇ, આદત અલગ હશે. તમારી આદત સારી અને એની ખોટી અેવું નહીં. સંબંધને સમય આપી સમજવાની કોશિશ કરો. બીજાંની સામે બેઈજ્જતી કરવી. { પોતાનું સારું દર્શાવવા પાર્ટનરની બેઈજ્જતી કરવી યોગ્ય નથી, જે સ્ત્રી-પુરુષ બંનેમાં જોવા મળે છે. આ આદતથી લોકો તમારા સંબંધને અસફળ માને છે. { ડિલિટ કરો: બંનેનો વ્યવહાર ઘર-બહાર એકસમાન રાખો. જેટલું સન્માન ઘરમાં કરો છો, એટલું જ બહાર કરો. મતભેદ કે મનભેદ થાય તો ઘરમાં જ નિવારી લો. બીજાં સામે પાર્ટનરની પ્રશંસા કરો, ક્યારેય બેઈજ્જતી થાય એવી વાત ન કરો. ઈમોશનલ બ્લેકમેઈલ કરવું. { પોતાની જીદ મનાવવા કપલ્સ આનો ઉપયોગ કરે છે. ઈમોશનલી વાતથી જીદ મનાવડાવે છે. પોતાની વાત મનાવવા ક્યારેક રડે તો ક્યારેક મીઠી ધમકી-ચીમકી આપે છે. { ડિલિટ કરો: તમારા પાર્ટનરને ઈમોશનલી બ્લેકમેઈલ કરી ભલે તમારી વાત મનાવી લો, એથી પાર્ટનર તમને જીદ્દી અને સ્વાર્થી સમજે છે. એના મનમાં તમારી છબી ખરડાય છે, તમારી આ આદત જલ્દી ડિલિટ કરી નાખો.
    Click here to Read More
    Previous Article
    સુનામી:બે વ્યક્તિ વચ્ચે શું છે, એ આપણો વિષય કેમ?
    Next Article
    રંગ-રાસ-સ્ટાઇલ:નવરાત્રિ પહેલાંની સંપૂર્ણ તૈયારી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment