Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:કિચનમાં કઈ વસ્તુ છુપાવવી અને કઈ દેખાડવી?

    16 hours ago

    દિવ્યા દેસાઇ આજકાલ કિચન માત્ર રસોઈ બનાવવાની જગ્યા નથી રહ્યું, તે ઘરની સજાવટનો પણ મહત્ત્વનો ભાગ છે. ખાસ કરીને ઓપન શેલ્ફ, ગ્લાસ કેબિનેટ અને સુંદર કાઉન્ટરટોપ ડેકોરના ટ્રેન્ડને કારણે કિચનમાં કઈ વસ્તુ દેખાય અને કઈ વસ્તુ સ્ટોરેજમાં રહે, તેની સમજ જરૂરી બની છે. દરેક વસ્તુ બહાર રાખવાથી કિચન ભરચક લાગે છે, જ્યારે બધું જ છુપાવી દેવામાં આવે તો રોજિંદા ઉપયોગમાં અસુવિધા થઈ શકે. એટલે અહીં Hide or Display? નો નિયમ ખૂબ ઉપયોગી બને છે. જે વસ્તુઓ ડિસ્પ્લે કરી શકાય 1 સુંદર ક્રોકરી અને સર્વિંગ બાઉલ્સ સિરામિક પ્લેટ્સ, સુંદર કપ-મગ, સર્વિંગ બાઉલ્સ કે નાની પ્લેટ્સ જો રંગ અને ડિઝાઇનમાં એકબીજા સાથે મેળ ખાતી હોય તો તેને ઓપન શેલ્ફ પર ગોઠવી શકાય. આથી કિચનમાં વ્યક્તિગત સ્ટાઇલ પણ દેખાય છે. 2 કાચના જાર દાળ, પાસ્તા, ચોખા, ડ્રાયફ્રૂટ્સ કે અન્ય સૂકા ખાદ્યપદાર્થો માટે સમાન આકારના પારદર્શક જાર ઉપયોગી છે. એકસરખા જાર ગોઠવવાથી કિચન વ્યવસ્થિત દેખાય છે અને સામગ્રી પણ સરળતાથી ઓળખી શકાય છે. 3 સુંદર ટ્રે અને બાસ્કેટ લાકડાની અથવા મેટલની ટ્રેમાં રોજિંદા ઉપયોગની કેટલીક વસ્તુઓ ગોઠવી શકાય. ઉદાહરણ તરીકે ચા-કોફીનો સામાન એક ટ્રેમાં રાખવાથી બધું એક જગ્યાએ રહે છે અને કાઉન્ટર પણ વ્યવસ્થિત દેખાય છે. 4 વુડન વસ્તુઓ લાકડાના ચમચા, સ્પેટ્યુલા અને સર્વિંગ ટૂલ્સને સુંદર કન્ટેનરમાં ઊભાં રાખી શકાય. તે ઉપયોગમાં પણ સરળ રહે છે અને કિચનમાં નેચરલ ટચ પણ ઉમેરે છે. જે વસ્તુઓ હાઈડ કરવી વધુ સારી 1 રોજિંદા ગંદા કે વધુ વપરાતા સાધનો રસોઈ પછી તરત સાફ ન થઈ શકે તેવી વસ્તુઓ, જેમ કે ગંદા વાસણો, કાપડ કે ઉપયોગમાં લીધેલા સાધનોને કાઉન્ટર પર રાખવાથી કિચન અવ્યવસ્થિત લાગે છે. ઉપયોગ બાદ શક્ય તેટલી વહેલી તકે તેને યોગ્ય જગ્યાએ મૂકવું સારું. 2 પ્લાસ્ટિકના પેકેટ અને રૅપર મસાલા, નાસ્તા કે અન્ય સામગ્રીના ખુલ્લા પેકેટ કાઉન્ટર પર રાખવાથી દૃશ્યમાં ક્લટર વધે છે. શક્ય હોય તો તેને યોગ્ય કન્ટેનરમાં ટ્રાન્સફર કરીને કેબિનેટમાં રાખવા. 3 ઓછા ઉપયોગમાં આવતાં ઉપકરણો મોટા મિક્સર, એર ફ્રાયર, ફૂડ પ્રોસેસર કે અન્ય સાધનો જો રોજ ઉપયોગમાં ન આવતા હોય તો કાઉન્ટર પર રાખવાને બદલે કેબિનેટમાં સ્ટોર કરવાથી કામ કરવાની જગ્યા વધુ મળે છે. 4 સફાઈના ઉત્પાદનો ડિશવોશિંગ લિક્વિડ, ક્લીનિંગ બ્રશ અને અન્ય સફાઈની વસ્તુઓને સિંકની નીચેના કેબિનેટમાં અથવા નિશ્ચિત સ્ટોરેજમાં રાખી શકાય. બાળકોની પહોંચથી દૂર રાખવાની બાબત પણ ધ્યાનમાં લેવી. એક સરળ નિયમ યાદ રાખો • કિચનમાં કોઈ વસ્તુ બહાર રાખવી કે અંદર, તે નક્કી કરતી વખતે ત્રણ પ્રશ્ન પૂછો... • શું હું તેનો વારંવાર ઉપયોગ કરું છું? • શું તે સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાય છે? • શું તે સરળતાથી સાફ કરી શકાય છે? • ત્રણમાંથી મોટાભાગના જવાબ હા હોય તો તેને ડિસ્પ્લે કરી શકાય. ઉપયોગિતા પ્રમાણે ઝોન બનાવો કિચનમાં માત્ર વસ્તુ સુંદર દેખાય છે કે નહીં, તેના આધારે તેને ક્યાં રાખવી તે નક્કી ન કરવું જોઈએ. વસ્તુનો ઉપયોગ કેટલો અને ક્યાં થાય છે તે પ્રમાણે કિચનમાં નાના-નાના ઝોન બનાવવાથી કામ ઘણું સરળ બની જાય છે. તે જ રીતે, રસોઈ બનાવવાના વિસ્તારમાં મસાલા, લાકડાના ચમચા, સ્પેટ્યુલા અને તેલ જેવી વસ્તુઓ હાથવગી રાખવી ઉપયોગી છે. બેકિંગનો શોખ હોય તો ઓવનની નજીક માપવાના કપ, બેકિંગ ટ્રે અને જરૂરી સાધનો માટે અલગ જગ્યા બનાવી શકાય. પરંતુ મહિનામાં એકાદ વાર વપરાતી વસ્તુઓને કાઉન્ટર પર રાખવાની જરૂર નથી. ऍજે જ્યાં વધારે વપરાય, તે ત્યાં જ સરળતાથી મળે એવો નિયમ અપનાવો.
    Click here to Read More
    Previous Article
    એકબીજાને ગમતાં રહીએ:આજના લગ્નઃ ફૂદડીવાળી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય
    Next Article
    સુનામી:બે વ્યક્તિ વચ્ચે શું છે, એ આપણો વિષય કેમ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment