Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:દીકરીને મોડલિંગના ક્ષેત્રમાં આગળ વધવું છે, પરંતુ અમારું મન નથી માનતું

    17 hours ago

    મોહિની મહેતા પ્રશ્ન: અમારાં લગ્નને બે વર્ષ થયાં છે. છેલ્લા કેટલાક સમયથી મારી પત્ની નાની-નાની વાતમાં ચિડાઇ જાય છે અને ક્યારેક તો અમારા દીકરા પર હાથ પણ ઉપાડી લે છે. લગ્નજીવનની શરૂઆતમાં એનું વર્તન ખૂબ પ્રેમાળ હતું. હવે એનામાં આવું પરિવર્તન કેમ આવ્યું તે સમજી શકાતું નથી. શું કરવું? { એક પુરુષ ઉત્તર: તમારા લગ્નને બે વર્ષ થયાં છે અને દાંપત્યજીવનની શરૂઆતમાં તમારાં પત્ની સારી રીતે વર્તન કરતાં હતાં. હવે એ નાની-નાની વાતમાં ચિડાઇ જતાં હોય અથવા તેમને ગુસ્સો આવતો હોય, તો તેની પાછળ કોઇક કારણ હોવું જોઇએ. તમે જણાવ્યું છે કે એ તમારા દીકરા પર હાથ પણ ઉપાડે છે. તમે સૌથી પહેલાં એ જાણવાનો પ્રયત્ન કરો કે એમનાં આવા વર્તન પાછળનું કારણ શું છે. તમારા પરિવારજનો અથવા તમે કે તમારા દીકરાથી કોઇ એવું વર્તન કે વાત થયાં હોય જેનાથી એમના દિલને ઠેસ પહોંચી હોય અને તેથી તેઓ આ રીતે ચિડાઇ જતાં હોય. જરૂર લાગે તો તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન: મારો દીકરો વીસ વર્ષનો છે. એ હજી અભ્યાસ કરે છે અને એને સાથે ભણતી એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો છે. એ એક જ વાતની જીદ લઇને બેઠો છે કે એ છોકરી સાથે લગ્ન કરાવી આપીએ. હજી એની કરિયરનું નક્કી નથી. જોબ વિશે પણ વિચાર્યું નથી. આવી સ્થિતિમાં એ છોકરીનાં માતા-પિતાને કઇ રીતે વાત કરવી? { એક મહિલા ઉત્તર: તમારા દીકરાની વય વીસ વર્ષ છે. અત્યારે એણે પોતાના અભ્યાસ, કરિયર અને ભવિષ્ય વિશે વિચારવાનું હોય, તેના બદલે એ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરાવી આપવાની જીદ કરે છે એ યોગ્ય તો ન જ ગણાય. વળી, તમે જણાવ્યા પ્રમાણે હજી એના અભ્યાસ, કરિયર કે ભવિષ્યનું કંઇ ઠેકાણું ન હોય ત્યારે છોકરીનાં માતા-પિતાને વાત પણ ન કરી શકાય. તમે દીકરાને સમજાવો કે અત્યારે એ પોતાના અભ્યાસ પ્રત્યે પૂરતું ધ્યાન આપી ઉજ્જવળ ભવિશ્યની તૈયારી કરે. જો એ સારી કરિયર બનાવશે અને ઉચ્ચ હોદ્દા પર હશે, તો એની પ્રેમિકાનાં માતા-પિતા પણ લગ્ન માટે ના નહીં કહે. અત્યારથી લગ્ન કરવાની ઉતાવળ ન કરે. પ્રશ્ન: મારી દીકરી દેખાવડી અને હોશિયાર છે. એને મોડલિંગના ક્ષેત્રમાં આગળ વધવું છે. કેટલીક જાહેરાતોમાં એણે મોડલિંગ પણ કર્યું છે, પરંતુ આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે અમારું મન નથી માનતું. અત્યારે તો માતા-પિતા સાથે છે એટલે ચાલી જાય, પણ ભવિષ્યમાં સાસરે જશે ત્યારે શું થશે? એને આ ક્ષેત્રમાં ન જવા માટે કઇ રીતે મનાવવી? { એક પુરુષ ઉત્તર: તમારી દીકરી દેખાવડી અને હોશિયાર છે અને એને મોડલિંગમાં રસ છે, એણે મોડલિંગ કર્યું પણ છે, તો એને ખ્યાલ જ હશે કે આ ક્ષેત્રમાં એના માટે કેટલી તક રહેલી છે. તમે એને શરૂઆતમાં આગળ વધવા દીધી અને હવે તમને એના ભવિષ્યનો વિચાર કરીને ચિંતા થાય છે, એ યોગ્ય નથી. હવે એને જાતે જ નિર્ણય કરવા દો કે લગ્ન પછી એ મોડલિંગ કરવાનું ચાલુ રાખશે કે નહીં. અત્યારે યુવતીઓ પોતાની કરિયર અને ઘર બંને જવાબદારીઓ સારી રીતે મેનેજ કરી શકતી હોય છે એટલે બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. પ્રશ્ન: મારા પતિને ઘણી વાર ઓફિસના કામ અંગે ટૂર પર જવાનું થાય છે. આ દરમિયાન ઘરમાં હું અને મારી દીકરી જ હોઇએ છીએ. મારા પતિ ટૂર પર જાય, ત્યારે ઘણી વાર મારા દિયર અમારા ઘરે રોકાય છે. મને આ યોગ્ય નથી લાગતું. મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: તમારા પતિને ઓફિસના કામ અંગે ટૂર પર જવાનું થાય, ત્યારે તમે મા-દીકરી ઘરમાં એકલાં હો, તો કદાચ કંઇ જરૂર લાગે તો તમને મદદરૂપ થઇ શકાય એવા વિચારે તમારા દિયર ત્યાં રોકાતા હોય એવું બનવાજોગ છે. કદાચ તમારા પતિએ જ એમને ત્યાં રહેવા માટે જણાવ્યું હોય એ શક્યતા પણ નકારી શકાય નહીં. ઘણી વાર આ બાબત મનમાં ખટકે કે પતિની ગેરહાજરીમાં દિયર ઘરે રોકાય છે, પણ એમના રોકાવા પાછળનો હેતુ સમજવો જરૂરી છે. તમને જો એ રોકાય તે યોગ્ય ન લાગતું હોય તો તમે પતિ સાથે આ અંગે ચર્ચાવિચારણા કરો અને તેમને જણાવો કે તમને ઠીક નથી લાગતું. તેઓ ચોક્કસ સમજશે. પ્રશ્ન: અમારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. અમે લગ્નજીવનની શરૂઆતમાં જ ફેમિલી પ્લાનિંગ અપનાવ્યું હતું. અમે સાથે મળીને આ નિર્ણય લીધો હતો, પરંતુ હવે મારા પતિ કહે છે કે એમણે મારી જોબ માટે થઇને સંતાન ન થવા દેવાનું કહ્યું હતું. આટલાં વર્ષે હવે સંતાનપ્રાપ્તિ ન થવાથી તેઓ મને જ જવાબદાર ગણે છે. મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: તમે બંનેએ જો સાથે મળીને લગ્નજીવનના પ્રારંભમાં ફેમિલી પ્લાનિંગ અપનાવ્યું અને હવે તમારા પતિ સંતાન ન થવા માટે તમને જવાબદાર ઠેરવતાં હોય તો એ ખોટું જ ગણાય. તમે તેમને પ્રેમથી સમજાવો કે આ નિર્ણય તમે બંનેએ સંમતિથી મળીને લીધેલો. પ્રશ્ન: મારી સોસાયટીમાં રહેતો એક યુવાન મને પ્રેમ કરે છે. એણે એક-બે વાર મારી સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. હમણાં મને જાણવા મળ્યું કે તેની સગાઇ થઇ ગઇ છે. મને પસ્તાવો થાય છે.{ એક યુવતી ઉત્તર: તમારી સોસાયટીમાં રહેતા યુવાને તમારી સમક્ષ જ્યારે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, ત્યારે તમે ધ્યાન ન આપ્યું. હવે જ્યારે તમને ખબર પડી કે એની સગાઇ થઇ ઘઇ છે, ત્યારે તમને પસ્તાવો થાય છે. તમને જો ખરેખર એ યુવાન પ્રત્યે લાગણી કે પ્રેમ હોત, તો તમે એ વખતે એની લાગણીને માન આપીને એના પ્રેમનો સ્વીકાર કર્યો હોત. છતાં હજી મોડું નથી થયું. તમે આ બાબતની પૂરતી તપાસ કરો અને જો એની સગાઇ થઇ ગઇ હોય તો એને ભૂલવાનો પ્રયત્ન કરો અને જો સગાઇ ન થઇ હોય તો તમારાં પરિવારજનોને વાત કરી એની સાથે લગ્ન કરવાની ઇચ્છા જણાવો.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઇન્ડ:મજબૂત સ્ત્રીને પણ ક્યારેક કોઈ કહે… ‘હું છું ને’
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:આજના લગ્નઃ ફૂદડીવાળી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment