Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:ઓઈલ-ફ્રી રેસિપી! ખરેખર?

    13 hours ago

    સામગ્રી : બાફેલા મિક્સ શાકભાજી-1 કપ, ટામેટાની પ્યુરી-1 કપ, સમારેલી ડુંગળી-1 નંગ, આદું-મરચા પેસ્ટ-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, હિંગ-ચપટી, લવિંગ-2 નંગ, હળદર-અડધી ચમચી, ધાણાજીરું પાઉડર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-જરૂર મુજબ, પાણી-જરૂર મુજબ રીત : નૉન-સ્ટિક પેનમાં ધીમા તાપે જીરું અને આદું-મરચાની પેસ્ટ પકાવો. હવે સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. ધ્યાન રહે ગેસ ધીમો જ રાખવાનો છે. ડુંગળીનો રંગ બદલાય એટલે ટામેટા પ્યુરી રેડી પકાવો. દરેક સૂકા મસાલા ઉમેરો. મસાલા શેકાવાની સુગંધ આવે એટલે બાફેલા શાક ઉમેરી લો. જરૂર લાગે એટલું પાણી ઉમેરો. કોથમીર ભભરાવી પીરસો. આ રીતે કોઈપણ શાકને ફેંટેલા દહીં સાથે પણ બનાવી શકાય. દાળ ઢોકળી સામગ્રી : બાફેલી તુવેર દાળ-1 કપ, ઘઉંનો લોટ-1 કપ, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, અજમો-પા ચમચી, આદું-મરચાંની પેસ્ટ-અડધી ચમચી, મીઠો લીમડો-4થી 5 પાન, તજ-નાનો ટુકડો, લવિંગ-2 નંગ, સીંગદાણા-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-જરૂર મુજબ, સમારેલી કોથમીર-જરૂર મુજબ રીત : ઘઉંના લોટમાં અજમો, મીઠું, મરચું, હળદર અને થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધો. તેની પાતળી રોટલી વણી નાના ચોરસ ટુકડા કરો. દાળમાં આદું-મરચાંની પેસ્ટ, લીમડાના પાન, સીંગદાણા, મસાલા અને પાણી ઉમેરો. પાણી બરાબર ઉકળે ત્યારે હવે તેમાં ઢોકળીના ટુકડા ઉમેરતા જાઓ. વચ્ચે વચ્ચે હલાવતા રહો. ઢોકળી બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવો. લીંબુનો રસ અને કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો.
    Click here to Read More
    Previous Article
    ખબરનામા:આદિવાસી ગ્રામ પંચાયતોમાં ‘નારી અદાલત’ શરૂ થશે
    Next Article
    જિયોનો IPO જેને લાગ્યો તેને બખ્ખા!:લોન્ચ થયા પહેલાં જ GMP 150 રૂપિયાને પાર, 21 ઓક્ટોબરે ખુલી શકે ભારતનો સૌથી મોટો IPO

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment