Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિયોનો IPO જેને લાગ્યો તેને બખ્ખા!:લોન્ચ થયા પહેલાં જ GMP 150 રૂપિયાને પાર, 21 ઓક્ટોબરે ખુલી શકે ભારતનો સૌથી મોટો IPO

    12 hours ago

    જિયોના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો તૈયાર થઈ જજો. રોયટર્સના અહેવાલ મુજબ આ IPO 21 ઓક્ટોબરે ખુલવાની શક્યતા છે. ગ્રે માર્કેટમાં પણ સ્થિતિ ઘણી મજબૂત છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં જિયોના IPOનું GMP 151 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. IPOને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ અનુસાર તાજેતરમાં અમેરિકા, યુકે, દુબઈ, સિંગાપોર અને હોંગકોંગમાં કંપનીએ આકાશ અંબાણી અને ઈશા અંબાણીની આગેવાની હેઠળ રોડ શો કર્યો છે. જિયોના IPOનું કદ કેટલું હોઈ શકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળની આ ટેલિકોમ કંપનીના IPOનું કદ 37,000 કરોડ રૂપિયાથી 27,800 કરોડ રૂપિયા હોઈ શકે છે. અહેવાલો અનુસાર ઇશ્યુ સંપૂર્ણપણે નવા શેરો પર આધારિત હશે. કંપની કુલ 27 કરોડ નવા શેર જાહેર કરી શકે છે. જિયોના IPOની પ્રાઇસ બેન્ડ કેટલી હોઈ શકે જિયોના IPOની પ્રાઇસ બેન્ડ 1,350 રૂપિયાથી 1,450 રૂપિયા હોઈ શકે છે. જો આવું થાય તો લિસ્ટિંગ બાદ કંપનીનું મૂલ્યાંકન 12.40 લાખ કરોડ રૂપિયાથી 13.40 લાખ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. જણાવી દઈએ કે કંપનીનો લક્ષ્યાંક ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં લિસ્ટિંગ કરવાનો છે. જિયો IPOની સંભવિત ટાઈમલાઈન જણાવી દઈએ કે આ તારીખો હજુ સંભવિત છે. કંપની તરફથી ન તો પ્રાઇસ બેન્ડ અંગે અને ન તો તારીખો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે, કંપની હાલમાં અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત છે. ચીનની બહાર જિયો 5G સેવા આપતી સૌથી મોટી કંપની છે. જૂન 2026 સુધીના આંકડા અનુસાર કંપની પાસે કુલ 26.85 કરોડ ગ્રાહકો હતા. જે અમેરિકાની ટી-મોબાઇલના વર્તમાન ગ્રાહકોની સંખ્યા કરતાં લગભગ 1.5 ગણા વધારે છે. જિયો બાદ આ જ કંપનીનો નંબર આવે છે. જણાવી દઈએ કે જિયોના IPOને 28 ઓગસ્ટે સેબીની મંજૂરી મળી હતી. કંપનીએ ઓગસ્ટમાં DRHP ફાઇલ કર્યો હતો. 20 વર્ષમાં રિલાયન્સ ગ્રુપનો પ્રથમ IPO આ પાછલા લગભગ બે દાયકામાં રિલાયન્સ ગ્રુપની કોઈ કંપનીનો પ્રથમ IPO હશે. સાથે જ આ રિલાયન્સ ગ્રુપના કન્ઝ્યુમર-ફેસિંગ બિઝનેસનું પ્રથમ લિસ્ટિંગ હશે. આ પહેલાં 19 જૂને યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી એન્યુઅલ જનરલ મીટિંગમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)ને મંજૂરી મળ્યાની માહિતી આપી હતી. IPOથી એકત્ર થયેલી સમગ્ર રકમ કંપની પાસે જશે જિયો પ્લેટફોર્મ્સનો આ પબ્લિક ઇશ્યૂ સંપૂર્ણપણે 'ફ્રેશ ઇશ્યૂ' હશે. તેમાં કોઈપણ વર્તમાન શેરધારક પોતાનો હિસ્સો વેચશે નહીં. એટલે કે IPOથી એકત્ર થયેલી સમગ્ર રકમ સીધી કંપની પાસે જશે. રિલાયન્સ જિયો ₹27,500 કરોડનું દેવું ચૂકવશે કંપનીના DRHP અનુસાર એકત્ર થયેલી રકમમાંથી આશરે ₹27,500 કરોડનો ઉપયોગ રિલાયન્સ જિયો ઇન્ફોકોમનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ કામગીરી માટે થશે, જે કુલ ઇશ્યૂ કદના મહત્તમ 25% સુધી મર્યાદિત રહેશે. જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે જિયો પ્લેટફોર્મ્સ હાલમાં દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. FY26ના અંત સુધીમાં કંપનીનો કુલ સબ્સ્ક્રાઇબર બેઝ 52.44 કરોડ હતો. એક વર્ષ પહેલાં FY25માં આ સંખ્યા 48.82 કરોડ હતી. રિલાયન્સની ટેક કંપની છે જિયો પ્લેટફોર્મ્સ અંબાણીએ કહ્યું, “જિયોનું આ લિસ્ટિંગ સમગ્ર દુનિયાને બતાવશે કે ભારત વૈશ્વિક સ્તર, વૈશ્વિક ક્ષમતા અને વૈશ્વિક મૂલ્ય ધરાવતી ટેક્નોલોજી કંપનીઓ બનાવી શકે છે.” જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સની જ ટેક કંપની છે, જેનું મુખ્યમથક મુંબઈમાં છે. ભારતમાં સૌથી મોટું મોબાઇલ નેટવર્ક ચલાવવાની સાથે આ કંપની વિશ્વની અન્ય ટેલિકોમ કંપનીઓને પણ અદ્યતન 5G સેવા અને ટેક્નોલોજી પૂરી પાડે છે. તેની પાસે 5G સંબંધિત તમામ જરૂરી સોફ્ટવેર, નેટવર્ક સેવાઓ અને AI ટૂલ્સ ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજીની મદદથી મોટી કંપનીઓ અને પ્રાઇવેટ નેટવર્ક્સ માટે 5Gનો ઉપયોગ કરવો ખૂબ સરળ બની જાય છે, જેને ઇન્ટરનેટ ક્લાઉડ પર પણ ચલાવી શકાય છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ જરૂરથી લો.) -------------------------- આ સમાચાર પણ વાંચો: માત્ર વ્યાજથી 3,00,000 રૂપિયાની કમાણી:પોસ્ટ ઓફિસની સ્કીમમાં બેંકની FD કરતાં વધારે વ્યાજ, દરરોજ 200 રૂપિયાના રોકાણથી બનશે 10 લાખનું ફંડ સુરક્ષિત રોકાણ અને સારા વળતરની વાત આવે ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી સ્કીમ વધારે લોકપ્રિય છે. આ સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં નાની બચત કરીને પણ મોટું ફંડ એકત્રિત કરી શકાય છે. આવી જ એક યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ. જેમાં દરરોજ માત્ર 200 રૂપિયા બચાવીને તમે 10 લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરી શકો છો અને ખાસ વાત એ છે કે 3 લાખ રૂપિયાથી વધુની કમાણી માત્ર વ્યાજથી જ થઈ જાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    રસથાળ:ઓઈલ-ફ્રી રેસિપી! ખરેખર?
    Next Article
    યુઝર્સ વર્ષમાં 972 કલાક જોઈ રહ્યા છે રીલ્સ!:તમને પણ રીલ્સનું વ્યસન નથી ને? જાણો હેલ્થ રિસ્ક અને લત છોડાવવાની સરળ ટિપ્સ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment