Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુઝર્સ વર્ષમાં 972 કલાક જોઈ રહ્યા છે રીલ્સ!:તમને પણ રીલ્સનું વ્યસન નથી ને? જાણો હેલ્થ રિસ્ક અને લત છોડાવવાની સરળ ટિપ્સ

    11 hours ago

    સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા 5.66 અબજ સુધી પહોંચી ગઈ છે. આ ડેટા ગ્લોબલ ડિજિટલ રિસર્ચ પ્લેટફોર્મ ‘ડેટા રિપોર્ટલ’ના 2026ના રિપોર્ટનો છે. રિપોર્ટ અનુસાર, એક સક્રિય યુઝર દર અઠવાડિયે સરેરાશ 18 કલાક 36 મિનિટ સોશિયલ મીડિયા પર વિતાવે છે! – એટલે કે દરરોજ લગભગ 2 કલાક 39 મિનિટ. – એટલે કે વર્ષમાં લગભગ 40 દિવસ. જરા વિચારો, તમે કોઈ જરૂરી કામ માટે ફોન ઉપાડો છો. એ જ સમયે ઇન્સ્ટાગ્રામ ખોલી લો છો અને વિચારો છો કે માત્ર 5 મિનિટ રીલ્સ જોઈશું. પરંતુ એક રીલ પછી બીજી અને પછી ત્રીજી. જોતજોતામાં અડધો કલાક, એક કલાક પસાર થઈ જાય છે. પછી યાદ આવે છે કે જે કામ માટે ફોન ઉપાડ્યો હતો, તે તો થયું જ નથી. જો તમારી સાથે પણ આવું ઘણીવાર થાય છે, કોઈ કારણ વિના વારંવાર ઇન્સ્ટાગ્રામ ખોલવાનું મન થાય છે અથવા રીલ્સ જોયા પછી સમય બરબાદ થવાનો અહેસાસ થાય છે, તો આ રીલ્સ એડિક્શનનો સંકેત હોઈ શકે છે. આથી આજે ‘કામના સમાચાર’ માં ઇન્સ્ટાગ્રામ રીલ્સ એડિક્શન વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાતઃ ડૉ. શૌનક અજિંક્ય, કન્સલ્ટન્ટ, સાઇકિયાટ્રિસ્ટ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, મુંબઈ પ્રશ્ન- ભારતમાં કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જુએ છે? સરેરાશ સમય કેટલો છે? જવાબ- આને મુદ્દાઓ દ્વારા સમજીએ- પ્રશ્ન- ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવાની આદતને ક્યારે ‘લત’ ગણી શકાય? જવાબ- જો રીલ્સ ન જોવાથી બેચેની અથવા ચીડિયાપણું થવા લાગે અને વ્યક્તિ અન્ય જરૂરી પ્રવૃત્તિઓની જગ્યાએ રીલ્સને પ્રાથમિકતા આપવા લાગે, તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. પ્રશ્ન- ઇન્સ્ટાગ્રામ એડિક્ટિવ કેમ છે? જવાબ- આને મુદ્દાઓ દ્વારા સમજીએ- પ્રશ્ન- સતત રીલ્સ જોવાથી મગજ પર શું અસર પડે છે? જવાબ- તેને પોઇન્ટર્સ દ્વારા સમજીએ- પ્રશ્ન- વધારે રીલ્સ જોવાથી ફોકસ અને એકાગ્રતા પર કેવી અસર થાય છે? જવાબ- સતત રીલ્સ જોવાથી મગજને ખૂબ ઝડપથી બદલાતા કન્ટેન્ટ અને નાના-નાના વીડિયો જોવાની આદત પડી શકે છે. તેના કારણે લાંબા સમય સુધી એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત રાખવું મુશ્કેલ બને છે. અભ્યાસ, કામ અથવા વાતચીત દરમિયાન વારંવાર ફોન ચેક કરવાની ઇચ્છા પણ વધે છે. પ્રશ્ન- રીલ્સ જોવાની લત લાગી ગઈ છે કે નહીં, તે કેવી રીતે જાણવું? જવાબ- જો રીલ્સને કારણે કામ, અભ્યાસ, ઊંઘ અથવા રોજિંદા જીવન પર અસર થવા લાગે, તો તે લત લાગી હોવાનો સંકેત છે. તમામ સંકેતો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- રીલ્સનું વ્યસન આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર શું અસર પાડે છે? જવાબ- સતત રીલ્સ જોવાથી ગરદન અને ખભામાં દુખાવો તથા આંખો પર અસર થાય છે. માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘટાડો, ચીડિયાપણું, બેચેની અને મૂડમાં ફેરફાર જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમામ જોખમો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું રીલ્સનું વ્યસન નાના બાળકો અને કિશોરો માટે વધુ ખતરનાક છે? જવાબ- હા, કારણ કે બાળકો અને કિશોરોનું મગજ હજી વિકાસના તબક્કામાં હોય છે. આવી સ્થિતિમાં રીલ્સ જોવાની આદત તેમના વર્તન, અભ્યાસ અને માનસિક સ્વાસ્થ્ય પર વધુ અસર કરી શકે છે. તેનાથી- પ્રશ્ન- રીલ્સ જોવાનું વ્યસન ઊંઘને કેવી રીતે અસર કરે છે? જવાબ- મોટાભાગના લોકો સૂતી વખતે રીલ્સ જુએ છે. આવી સ્થિતિમાં સ્ક્રીનની રોશની અને સતત નવું કન્ટેન્ટ મગજને સક્રિય રાખે છે. જેના કારણે ઊંઘ મોડી આવે છે અને ઊંઘની ગુણવત્તા પણ ખરાબ થાય છે. મોડી રાત સુધી રીલ્સ જોવાથી બીજા દિવસે થાક અને સુસ્તી પણ અનુભવાઈ શકે છે. પ્રશ્ન- ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા છોડવું એટલું મુશ્કેલ કેમ હોય છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજીએ- પ્રશ્ન- રીલ્સ જોવાનું વ્યસન કેવી રીતે ઓછું કરવું? જવાબ- તેના માટે સૌથી પહેલાં ધીમે ધીમે સ્ક્રીન ટાઈમ ઘટાડો. ગ્રાફિકમાં વ્યસન છોડાવવાની તમામ ટિપ્સ જોઈએ- પ્રશ્ન- શું અન્ય વ્યસનની જેમ રીલ્સ જોવાનું છોડી દેવા પર પણ વિથડ્રૉઅલ સિન્ક્ટમ્સ થઈ શકે છે? જવાબ- હા, કેટલાક લોકોમાં રીલ્સ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ અચાનક ઓછો કરવા પર અસ્થાયી વિથડ્રૉઅલ જેવા લક્ષણો અનુભવાઈ શકે છે, જેમ કે- પ્રશ્ન- કઈ સ્થિતિમાં સાઇકોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે? જવાબ- આ સ્થિતિઓમાં સાઇકોલોજિસ્ટની સલાહ લો-
    Click here to Read More
    Previous Article
    જિયોનો IPO જેને લાગ્યો તેને બખ્ખા!:લોન્ચ થયા પહેલાં જ GMP 150 રૂપિયાને પાર, 21 ઓક્ટોબરે ખુલી શકે ભારતનો સૌથી મોટો IPO
    Next Article
    "બસ વરસાદ ન પડે તો જલસો પડી જાય!" , VIDEO:હજુ તો 9 હજારની જ શોપિંગ થઈ, રિલ્સ માટે સ્પેશિયલ આઉટફિટ બનાવડાવ્યું; નવરાત્રિ માટે અમદાવાદીઓમાં કેવો છે ક્રેઝ?

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment