Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત:વોર્ડમાં ખસેડાયા બાદ ગળામાંથી સોનાનું પેન્ડલ ગાયબ થતાં પરિવારનો હોબાળો, તપાસ થશે અને પોલીસને જાણ કરાશે

    1 day ago

    સુરત શહેરના ડીંડોલી નવાગામ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાની અચાનક તબિયત લથડતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં વોર્ડમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જોકે, મહિલાના મોત બાદ તેમના ગળામાંથી સોનાનું પેન્ડલ ધરાવતું મંગળસૂત્ર ગાયબ હોવાનો પરિવારે સ્ટાફ સામે ગંભીર આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા મળતી માહિતી મુજબ, ડીંડોલીના નવાગામ ખાતે આવેલા ચિંતા ચોક પાસે, જયેશ નગરમાં રહેતા 40 વર્ષીય સીમાબેન રાજેન્દ્રભાઈ પાટીલ ડાયાબિટીસ અને સુગરની બીમારીથી પીડાતા હતા. આજે તેમને અચાનક શારીરિક તકલીફ શરૂ થતાં પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. વોર્ડમાં ખસેડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ સીમાબેનને વધુ સારવાર માટે વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું. પરિણીતાના આકસ્મિક નિધનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. મંગળસૂત્ર ચોરાઈ ગયું હોવાનો પરિવારનો આક્ષેપ સીમાબેનના સંબંધીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે સીમાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે તેમના ગળામાં સોનાનું પેન્ડલ લગાવેલું મંગળસૂત્ર હતું. વોર્ડમાં ખસેડવાની પ્રક્રિયા બાદ તેમના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ જણાયું હતું. પરિવારે હોસ્પિટલ સ્ટાફ અથવા અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ પર મંગળસૂત્ર ચોરી લીધાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની હતા મૃતક સીમાબેન મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની હતા. તેમના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે. પરિવારના આક્ષેપોને પગલે હોસ્પિટલ પરિસરમાં ચકચાર મચી જવા પામી છે. સિવિલ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવશે. સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જે કસૂરવાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પેનલ જીતાડવાના આહવાનથી ખળભળાટ:ગાંધીનગરના ઉત્તર-દક્ષિણ રાજકારણમાં અસંતુષ્ટ નેતાઓની ભૂમિકા નિર્ણાયક, જ્ઞાતિના જાળામાં ફસાયા પક્ષો
    Next Article
    સુરતમાં સાયબર માફિયા સક્રિય:મનપા અધિકારી સાથે 27 લાખની છેતરપિંડી, ગૃહિણીને ડિજિટલ અરેસ્ટ કરી 14.40 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment