Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સાયબર માફિયા સક્રિય:મનપા અધિકારી સાથે 27 લાખની છેતરપિંડી, ગૃહિણીને ડિજિટલ અરેસ્ટ કરી 14.40 લાખ પડાવ્યા

    1 day ago

    સુરત શહેરમાં સાયબર ગઠિયાઓએ સામાન્ય નાગરિકો, ઉચ્ચ અધિકારીઓ અને વેપારીઓને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 અલગ-અલગ કિસ્સાઓમાં શાતિર ઠગોએ મનપાના સહાયક કીટનાશક અધિકારીને ફેક શેરબજાર એપમાં રોકાણ કરાવી ₹27 લાખનો ચૂનો ચોપડ્યો છે. જ્યારે અન્ય એક ઘટનામાં કાપોદ્રાની ગૃહિણીને મહારાષ્ટ્ર પોલીસના નામે ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી ઘરેણાં વેચાવી ₹14.40 લાખ પડાવી લીધા હતા. ત્રીજા કિસ્સામાં સાયબર ઠગાઈના ચોરીના નાણાંથી જ્વેલર્સમાંથી ₹74 હજારની સોનાની વીંટી ખરીદી ઓનલાઈન પેમેન્ટ કરતાં જ્વેલર્સનું બેંક ખાતું ફ્રીઝ થઈ ગયું છે. ફેક ટ્રેડિંગ એપમાં નફો બતાવી વિશ્વાસ જીત્યો સુરત મહાનગર પાલિકાના સહાયક કીટનાશક અધિકારી જિતેન્દ્રભાઈ દ્વારકાદાસ પટેલને અજાણ્યા નંબર પરથી શેરબજાર રોકાણની લિંક મોકલી 'E9 બુક ડિસ્કશન VIP એક્સચેન્જ' ગ્રૂપમાં જોડવામાં આવ્યા હતા. જયકુમાર વર્મા નામના શખ્સે ટ્રેડિંગ ટિપ્સ આપી પત્નીના ડિમેટ એકાઉન્ટ દ્વારા શરૂઆતમાં નફો કરાવી વિશ્વાસ જીત્યો હતો. બાદમાં અવની નામની એકાઉન્ટ મેનેજરે હોંગકોંગથી રજિસ્ટર્ડ સિંગાપોરની જાણીતી કંપની સાથે મળતા નામવાળી ફેક 'AMANSA PTE' એપ ડાઉનલોડ કરાવી હતી. આ એપમાં રોકાણ અને કમાણી દર્શાવી 20 થી 29 મે દરમિયાન RTGS દ્વારા કુલ ₹27 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીએ નાણાં પરત માંગતા નફો મેળવવા વધુ ₹58 લાખ જમા કરાવવાનું કહેતાં છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આંતરરાષ્ટ્રીય ડોમેન અને સંગઠિત સિન્ડિકેટનું કનેક્શન તકનીકી તપાસમાં સામે આવ્યું છે કે ઠગાઈ માટે વપરાયેલું ડોમેન "m.amansacapital.net" 23 માર્ચ 2025ના રોજ હોંગકોંગ સરનામે નોંધાયું હતું, જ્યારે સિંગાપોરની મૂળ કંપનીનું ડોમેન "amansacapital.com" છે. રોકાણકારોને લલચાવવા VIP સ્ટડી ગ્રૂપ્સ બનાવી 100થી 200 ટકા નફાની ખાતરી અપાતી હતી. પોલીસ તપાસમાં સામે આવેલા બેંક ખાતાઓ, જયકુમાર અને અવનીના મોબાઈલ નંબરો તથા એપ સંચાલનનું માળખું જૂન 2025ના હૈદરાબાદ સાયબર કેસ સાથે મળતું આવતું હોવાની આશંકા છે. આ સિન્ડિકેટ વિદેશી સર્વર અને સ્થાનિક મ્યુલ બેંક એકાઉન્ટ્સ દ્વારા દેશભરમાં મોટું રેકેટ ચલાવી રહી હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. મની લોન્ડરિંગનો ડર બતાવી ગૃહિણી પાસેથી સોનું વેચાવી ₹14.40 લાખ પડાવ્યા કાપોદ્રા વિસ્તારમાં રહેતી 49 વર્ષીય ગૃહિણી જયાબેન રામાણીને સુમિત શુક્લા અને મહારાષ્ટ્ર પોલીસના સુધાકર દેશમુખ તરીકે ઓળખ આપી વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. કોલ દરમિયાન આરોપી પોલીસ યુનિફોર્મમાં હતો. તેણે કેનેરા બેંક ખાતામાંથી ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગના વ્યવહારો થયાનું જણાવી ધરપકડ વોરંટ, ઈડી, સુપ્રીમ કોર્ટ અને આરબીઆઈના બનાવટી પત્રો મોકલી માનસિક દબાણ કર્યું હતું. તપાસમાં સહકાર આપવાના બહાને વેરિફિકેશન માટે નાણાં જમા કરાવવા દબાણ કરાતાં ગૃહિણીએ પોતાના સોનાના દાગીના વેચી નાખ્યા હતા અને યુનિયન બેંકમાંથી RTGS દ્વારા કોટક મહિન્દ્રા બેંકના 2 ખાતાઓમાં ₹7.20-7.20 લાખ મળી કુલ ₹14.40 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સાયબર ફ્રોડના પૈસાથી ₹74 હજારની સોનાની વીંટી ખરીદી કાપોદ્રા વરાછા મેઈન રોડ સ્થિત અરિહંત જ્વેલર્સમાં પોરબંદરના દિવ્યેશ જમનગીરી મેઘનાથીએ 5.520 ગ્રામની ₹74 હજારની સોનાની વીંટી ₹5 હજાર રોકડા આપી બુક કરાવી હતી. ત્યારબાદ અન્ય 3 સાથીઓ સાથે આવી બાકીના ₹69 હજાર યુપીઆઈ ક્યૂઆર કોડ સ્કેન કરીને ચૂકવી વીંટી મેળવી લીધી હતી. થોડા દિવસો બાદ કર્ણાટકના બેંગલુરુ સાઉથ સેન્ટ્રલ અને તેલંગાણાના હૈદરાબાદ કાચીગુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સાયબર ગુનાની ફરિયાદોના પગલે જ્વેલર્સના બેંક ખાતામાંથી ₹30,740.50 ફ્રીઝ થઈ ગયા હતા. તપાસમાં સ્પષ્ટ થયું કે દિવ્યેશ અને તેના સાથીઓએ સાયબર ફ્રોડના ગેરકાયદે નાણાંથી સોનું ખરીદી જ્વેલર્સને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત:વોર્ડમાં ખસેડાયા બાદ ગળામાંથી સોનાનું પેન્ડલ ગાયબ થતાં પરિવારનો હોબાળો, તપાસ થશે અને પોલીસને જાણ કરાશે
    Next Article
    Narmada News | ગરુડેશ્વરના વઘરાલી ગામની બેઠકમાં મનસુખ વસાવાએ કરી માગ | Garudeshwar | Mansukh Vasava

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment