Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેનલ જીતાડવાના આહવાનથી ખળભળાટ:ગાંધીનગરના ઉત્તર-દક્ષિણ રાજકારણમાં અસંતુષ્ટ નેતાઓની ભૂમિકા નિર્ણાયક, જ્ઞાતિના જાળામાં ફસાયા પક્ષો

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો અને મતદારો બંને માટે સમીકરણો અત્યંત જટિલ અને રસપ્રદ બની રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ ગાંધીનગરના અલગ-અલગ સામાજિક મિજાજ અને અર્બન-રૂરલ (શહેરી-ગ્રામ્ય) સંમિશ્રણ વચ્ચે આ વખતની ચૂંટણી માત્ર વિકાસના મુદ્દાઓ પૂરતી સીમિત રહી નથી. રાજકીય પંડિતોના મતે, આ વખતનો ચૂંટણી જંગ સંપૂર્ણપણે જાતિ આધારિત મોરચે ખેલાઈ રહ્યો છે. જાતિ કાર્ડ બન્યું સૌથી મોટું હથિયાર ગાંધીનગરના રાજકારણમાં અત્યાર સુધી સંગઠન અને પક્ષની વિચારધારાનું વધુ મહત્વ રહ્યું છે, પરંતુ આ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને બૂથ મેનેજમેન્ટ સુધી 'જાતિ કાર્ડ' સૌથી મોટું હથિયાર બની ગયું છે. ખાસ કરીને ઉત્તર ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારો અને સોસાયટીઓમાં જે સમાજના મતદારોનું વજન અને પ્રભુત્વ વધુ છે, રાજકીય પક્ષો દ્વારા એ જ જ્ઞાતિના ચહેરાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે. એક જ વોર્ડમાં સમાન જ્ઞાતિના ઉમેદવારોથી મતદારો મુંઝવણમાં સ્થિતિ ત્યારે વધુ રસપ્રદ અને ગૂંચવણભરી બને છે જ્યારે ત્રણેય પક્ષો એક જ વોર્ડમાં સમાન જ્ઞાતિના ઉમેદવારોને ઊભા રાખે છે. આના કારણે મતદારો ભારે અસમંજસમાં મુકાઈ ગયા છે. હાલમાં જ્ઞાતિ અને સમાજની ખાનગી બેઠકોનો દોર ભારે વેગ પકડી રહ્યો છે. આ ગુપ્ત બેઠકોમાં અગ્રણીઓ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને 'સમાજ સર્વોપરી' હોવાનો નારો આપી રહ્યા છે અને આખી પેનલને જીતાડવાનું આહવાન કરી રહ્યા છે. આ પ્રકારના દબાણયુક્ત રાજકારણને કારણે મતદારોમાં કફોડી અને બેડોળ સ્થિતિ સર્જાઈ છે. નારાજગી અને સામાજિક દબાણ લાવશે મોટું પરિવર્તન? મતદારો સામે એક તરફ વ્યક્તિગત પસંદગી અને ઉમેદવારની ક્ષમતા છે, તો બીજી તરફ સામાજિક એકતા જાળવી રાખવાનું ભારે દબાણ છે. આ આખી વાસ્તવિકતા દર્શાવે છે કે ગાંધીનગરની તમામ 11 વોર્ડની બેઠકો પર અત્યાર સુધીના પરંપરાગત સમીકરણો વેરવિખેર થઈ શકે છે. ટિકિટ વિતરણથી નારાજ થયેલા અસંતુષ્ટ નેતાઓ અને અંદરખાને સળગી રહેલો જાતિગત અસંતોષ મતદાનના દિવસે મોટું પરિવર્તન લાવી શકે છે. જો આ સામાજિક બેઠકોની અસર સીધી બેલેટ (મતદાન) પર વર્તાશે, તો ગાંધીનગરના રાજકારણમાં કોઈ મોટી ઉથલપાથલ સર્જાવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    France vs Belgium Live Streaming: Likely Lineups; Where To Watch UEFA Nations League Match On TV, Online?
    Next Article
    સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત:વોર્ડમાં ખસેડાયા બાદ ગળામાંથી સોનાનું પેન્ડલ ગાયબ થતાં પરિવારનો હોબાળો, તપાસ થશે અને પોલીસને જાણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment