Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 'રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા' યોજાઈ:'સેવાના રંગ રાષ્ટ્રના સંગ' અંતર્ગત વિવિધ થીમ પર જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન

    9 hours ago

    સુરેન્દ્રનગરમાં 'સેવાના રંગ, રાષ્ટ્રના સંગ' કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા 2026-27 યોજાઈ હતી. તેનું આયોજન માળોદ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરાયું હતું. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ આ સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધામાં જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ આર્ટિસ્ટો અને યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ 'વિકસિત ભારત @ 2047', 'મેક ઈન ઈન્ડિયા', 'આત્મનિર્ભર ભારત' જેવી થીમ પર રંગોળીઓ બનાવી હતી. આ કૃતિઓ મુવેબલ કોલાજ વર્ક આધારિત હતી. રંગોળી બનાવવા માટે માત્ર કુદરતી સામગ્રી જેવી કે ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ અને પાંદડાનો ઉપયોગ થયો હતો. આ સામગ્રીને પૂઠા કે બોર્ડ પર ગુંદરથી ચોંટાડીને તૈયાર કરાઈ હતી, જેથી તેને સરળતાથી હેરફેર કરી શકાય. સ્પર્ધા વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગમાં યોજાઈ હતી. વ્યક્તિગત વિભાગમાં પ્રથમ વિજેતાને 5000 રૂપિયા, દ્વિતીયને 3000 રૂપિયા (બે વિજેતા), અને તૃતીયને 2500 રૂપિયા (ત્રણ વિજેતા)નું ઈનામ મળશે. ગ્રુપ વિભાગમાં પ્રથમ ટીમને 15000 રૂપિયા, દ્વિતીયને 10000 રૂપિયા અને તૃતીયને 7500 રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાશે. કુદરતી સામગ્રીના ઉપયોગ થકી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આ સ્પર્ધા દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના પદાધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા સહિતના અધિકારીઓ, શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અખીયાણા ગામના તળાવ પાસે દારૂનો જથ્થો ઝડપાયો:516 બોટલો અને બિયરના ટીન સાથે 4.16 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ ફરાર
    Next Article
    HNGU માં ‘કલ્પવૃક્ષ’ યુવા મહોત્સવ શરૂ:‘પ્રાચીન ભારતથી વિકસિત ભારત’ થીમ પર 104 કોલેજોના 1636 વિદ્યાર્થીઓ 23 સ્પર્ધાઓમાં ભાગ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment